________________
પ૮૩
શારદા સિદ્ધિ સાથે ને સાથે રહ્યા હતા પણ આ ભવમાં છૂટા પડી ગયા છે, તેથી વિચાર થયો કે આ ભવમાં એ મારે વહાલે બંધ કયાં હશે ? બંધુની ભાળ માટે અર્ધો લેક બનાવીને, સર્વત્ર રાજ્યમાં એને સંદેશ પાઠવે નૃપ, અર્ધા રાજ્ય તણે ભાગી હું બનાવીશ એહને, ઉત્તરાર્ધ શ્લોકનો જેહ બનાવી આપશે મને.” - બ્રહ્મદત્ત ચક્રવતિએ પિતાના વહાલા બંધુની તપાસ કરવા માટે અડધે લોક બનાવ્યો અને આખા નગરમાં એવી જાહેરાત કરાવી કે જે કઈ પણ વ્યક્તિ આ લોકને ઉત્તરાર્ધ એટલે નીચેને અડધો કલાક પૂરે કરી આપશે તેને હું મારું અડધું રાજ્ય ઈનામમાં આપી દઈશ. બ્રહ્મદત્ત ચકવતિએ કલોક બનાવી આપશે તેને અડધું રાજ્ય આપવાની જાહેરાત કરી. વિચાર કરો કે એને પિતાને ભાઈ કેટલો વહાલો હશે ! બ્રહ્મદત્ત ચક્રવતિ સમજતા હતા કે મારા ભાઈ વિના બીજું કે આ લોક બનાવી શકશે નહિ. જે લોકની પૂર્તિ થશે તે મારે ભાઈ મને અવશ્ય મળી જશે. આપણે તે બંને ભાઈઓ સાધુપણામાં કાળ કરીને દેવલોકમાં ગયા પછી બ્રહ્મદર દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને કયાં જન્મે તેની વાત કરી પણ ચિત્તમુનિ કયાં જગ્યા તે વાત કરી નથી, એટલે હવે બંને ભાઈઓને ભેગા કરવા છે તે પહેલાં એ જાણવું પડશે ને કે ચિત્તમુનિને જીવ દેવલોકમાંથી ચવીને કયાં આવ્યો? તે વાત સૂત્રકાર ભગવંત બતાવે છે.
कंपिले संभूओ चित्तो, पुण जाओ पुरिमतालम्मि ।
सेहि कुलम्मि विसाले, धम्म सेोऊण पव्वइओ॥ २ ॥ પૂર્વભવમાં સંભૂત કે જે ચિત્તમુનિના નાનાભાઈ હતા તેમને જન્મ કાંપિલ્યપુર નગરમાં બ્રહ્મરાજાને ઘેર ચુલની રાણીની કૂખે થયું હતું અને જે મોટાભાઈ ચિત્ત હતા તે પરિમતાલ નામના નગરમાં ધનસાર નામના એક ઈખ્ય શેઠને ઘેર ગુણસાર નામે પુત્રરૂપે જ હતે.
ચિત્તમનિ જેને ઘેર જમ્યા તે શેઠ કંઈ સામાન્ય ન હતા પણ ઈબ્ન શેઠ હતા. અને ઘેર પાંચસો હાથ ઊંચો હાથી અંબાડી સહિત હીરા, માણેક, મેતી વિગેરે ઝવેરાતથી ઢંકાઈ જાય, એટલું ધન જેના ઘરમાં હોય એ ઈબ્ન શેઠ કહેવાય. ચિત્તમુનિને જીવ જેને ઘેર જ તે ધનસાર શેઠ આવા સમૃદ્ધિશાળી હતા. એમને ઘેર ભૌતિક સુખની બિલકુલ કમીના ન હતી. એ શેઠ ઉદાર અને વિશાળ હૃદયના હતા. આજે ઘણું માણુ ઉદાર હૃદયના હોય છે પણ એ ઉદારતા પોતાના સુખ પૂરતી હોય છે. પોતાના મોજશોખ માટે, સુખ સગવડ માટે, જેઓ હજાર રૂપિયા વાપરે છે પણ બીજાને માટે વાપરતા નથી, ત્યારે બીજા ઉદાર અને વિશાળ હૃદયના મનુષ્યો હોય છે, જેઓ પિતાના આત્મા સમાન બીજા દરેકના આત્માને સમજે છે. પોતાને સારું ગમે છે, સુખ સગવડો ગમે છે તે દરેક આત્માને પણ એવું સુખ ગમે છે. એમ સમજીને
તાને માટે જેમ લક્ષમીને વ્યય કરે છે તે રીતે બીજાને માટે પણ છૂટા હાથે વાપરે છે. શા, ૭૫