________________
૫૯૦
શારદા સિદ્ધિ હતા પણ એ જાણવાની જિજ્ઞાસાવાળા હતા, એ જ્યારે જ્યારે દેશના સાંભળવા જતા ત્યારે ભગવાનને કંઈક ને કંઈક પ્રશ્નો પૂછતા હતા. તેમણે ભગવાનની દેશના સાંભળ્યા પછી ભગવાનને વંદન નમસ્કાર કરી આ પ્રમાણે પૂછયું : “પિળ મને ! મૂર पामोक्खाण,चौटुंसह समण साहस्सीणं कयरें अणारे महादुक्कर कारए चेव महा. निज्जरतराए चेव ?"
હે પ્રભુ! ઇન્દ્રભૂતિ પ્રમુખ આપના ચૌદ હજાર શિષ્યોમાં મહાન દુષ્કર કરણી કરનાર અને મહાનિર્જરા કરનાર કયા શિષ્ય છે? ભગવાને કહ્યું શ્રેણિક! મારા ચૌદ હજાર શિષ્યમાં કોઈ જ્ઞાનમાં આગળ છે, કોઈ તપસ્વી છે, કઈ વિનયવાન છે, કોઈ વૈયાવચ્ચમાં આગળ છે, કઈ રસના ત્યાગી છે. આ રીતે મારા બધા શિષ્યો ગુણવાન છે, મેતીની માળા સમાન છે પણ તારો પ્રશ્ન એ જાતને છે કે અત્યારે દુષ્કર કરણના કરનાર કોણ છે તે સાંભળ.
અમે ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા કોકદી નગરીમાં ગયા હતા. ત્યાં જિતશત્રુ રાજા પ્રમુખ બધા દર્શને આવ્યા હતા. તેમાં ભદ્રા સાર્થવાહીના પુત્ર ધન્યકુમારે એક જ વખત દેશના સાંભળીને વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસથી તે છઠ્ઠ-છઠ્ઠના પારણ કરે છે. પારણાને દિવસે તેઓ આયંબિલ કરે છે. આયંબિલમાં પણ ખૂબ રૂક્ષ આહાર વાપરે છે. આવી એ દુષ્કર કરણી કરે છે, તેથી ધન્ના અણગારનું શરીર તદ્દન સુકકેભુકકે થઈ ગયું છે. ચામડી લટકે છે, હાડકા ખખડે છે. હે શ્રેણિક! હાલ મારા ચૌદ હજાર સંતમાં દુષ્કર કરણી કરનાર ધન્ના અણગાર છે. ધન્ના અણગારની વાત સાંભળીને શ્રેણિક રાજા ચકિત થઈ ગયા, અને તેમને ધન્ના અણુગારના દર્શન કરવાની ભાવના જાગી, એટલે શ્રેણિક રાજા ભગવાનને વંદન નમસ્કાર કરીને મોતીની માળા સમાન ચૌદ હજાર પવિત્ર સંતને વંદન કરતા કરતા જ્યાં ઉગ્ર તપસ્વી ધન્ના અણગાર બિરાજતા હતા ત્યાં આવ્યા. આવીને શું કર્યું? ધના અણગારને વંદન નમસ્કાર કરીને કહે છે “ધનેસિળ સુમં દેવાળુfequi ! સુપુom, सुकयत्थे, सुकयलक्खणे, सुलध्धेग, देवाणुप्पिया! तव माणुस्सए जम्मजीविय फले!" હે દેવાનુપ્રિય ! આપ ધન્ય છે, દેવતાઓ દ્વારા પ્રશંસનીય છે, આપ મહા પુણ્યશાળી છે, આપે સંયમ લઈને તરત જ સંયમ તથા તપની આરાધના શરૂ કરી છે. આપ કૃતાર્થ છો કારણ કે આપે આત્માનું કલ્યાણ કર્યું છે. આપ કૃતલક્ષણ છે. કારણ કે આપે સમ્યક્રચારિત્ર સાથે તપની આરાધના કરી લીધી છે. ખરેખર આપે જન્મ અને જીવતરનું ફળ પ્રાપ્ત કરી લીધું છે. આ પ્રમાણે કહીને શ્રેણિક રાજાએ ધન્ના અણગારની સ્તુતિ કરી, પછી વંદન નમસ્કાર કરીને પાછા ભગવાન પાસે આવ્યા ને ભગવાનને વંદન કરીને ચાલ્યા ગયા. ધન્ના અણગારે તપ કરીને શરીરમાંથી કસ કાઢી લીધે. હવે આ શરીર દ્વારા કંઈ થઈ શકશે નહિ, એમ વિચારી ભગવંતની આજ્ઞા લઈ સ્થવિર