________________
શારદા સિદ્ધિ અને બાદર નિગદમાં થઈને અનંતકાળ સુધી નિગોદમાં ભવ કર્યા છે. આને કાયસ્થિતિ કહેવામાં આવે છે. એક ભવની જે સ્થિતિ હોય તે ભવસ્થિતિ અને બીજી કાયમાં ગયા વિના એક જ કાયમાં ઉત્પન્ન થયા કરે તેને કાયસ્થિતિ કહેવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ ભગવાને કહ્યું છે કે,
पुढवीकायमइगओ, उक्कोसं जीवा उ संवसे । વાર્ક સંવા, સમર્થ નોમ મા માથા | અ ૧૦, ગાથા ૫
આ જીવ સૂક્ષ્મ પૃથ્વીકાય અને બાદર પૃથ્વીકાયમાં ગયો ત્યાં વધુમાં વધુ રહે તે અસંખ્યાત કાળ સુધી રહે છે. એવી રીતે અપકાય, તેઉકાય, વાઉકાયમાં પણ વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધી રહે અને વનસ્પતિકાયમાં અનંતકાળ સુધી રહે. આ રીતે પાંચ સ્થાવરમાં દરેક જીવને ઉત્કૃષ્ટો આટલો વખત નિવાસ કરે પડે છે. આ સ્થાવર નામ કર્મને વ્યય થતાં જ્યારે ત્રસનામ કર્મને ઉદય થયે ત્યારે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયમાં કમે કમે ચઢ. ત્યાં પણ દરેક સ્થળે રોકાણ તે ખરું જ. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય એ ત્રણેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષની છે. કર્મનું જે વધારે દબાણ હોય તે એ દરેકમાં ઉત્કૃષ્ટ કાયસ્થિતિએ સમય પસાર કરતે જ્યારે જીવ પંચેન્દ્રિયમાં આવે ત્યારે નારકી દેવતામાં તે એકેક ભવ થાય છે, કારણ કે ત્યાં ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ છે.
મનુષ્ય અને તિર્યંચમાં નિરંતર સાત આઠ ભવને નિવાસ થઈ શકે પણ એમાં મનુષ્યભવ તે પૂરા પુણ્યના ગે જ મળે. બાકીને માટે તે તિર્યંચને ભવ છે. ત્યાં ઉત્કૃષ્ટ સાત આઠ ભવ કરે. આ કાયસ્થિતિ પ્રમાણે એકેક સ્થાવરમાં લગોલગ અસંખ્યાતા અને વનસ્પતિકાયમાં તે અનંતા ભવ કર્યા. કારણ કે પૃથ્વીકાયની ભવસ્થિતિ ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની, પાણીની સાત હજાર વર્ષની, અગ્નિની ત્રણ અહો રાત્રિની, વાયરાની ત્રણ હજાર વર્ષની. વનસ્પતિમાં પ્રત્યેકની દશ હજાર વર્ષની અને સાધારણની અંતમુહુર્તની, બેઈન્દ્રિયની બાર વર્ષની, તેઈન્દ્રિયની ૪૯ દિવસની, ચઉરિન્દ્રિયની છ માસની, નારકી, દેવતાની તેત્રીસ સાગરોપમની અને મનુષ્ય તિર્યંચની ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. નારકી અને દેવની જઘન્ય ભવસ્થિતિ દશ હજાર વર્ષની છે. બાકી બધાની અંતમુહુર્તની છે. અંતમુહુર્તના અનેક ભેદો હોવાથી અંતમુહુર્તમાં એક ભવ પણ થાય ને અનેક ભવ પણ થાય છે તે એટલે સુધી કે સાધારણ વનસ્પતિમાં નાનામાં નાના ભવે એક અંતર્મુહુર્તમાં ૬૫૫૩૬ થાય છે. પ્રત્યેક વનસ્પતિમાં ૩ર૦૦૦, પૃથ્વી પાણી, અગ્નિ અને વાયુમાં ૧૨૮૨૪, બેઈન્દ્રિયમાં ૮૦, તેઈન્દ્રિયમાં ૬૦, ચઉરિન્દ્રિયમાં ૪૦, અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ૨૪ અને સંજ્ઞી પંચેન્દ્રિયમાં એક અંતર્મુહુર્તમાં એક ભવ થાય છે. આવી રીતે નાના અને મોટા ભ સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા કર્યા. મનુષ્ય અને દેવ સિવાય દરેક નિમાં પાર વિનાનું દુઃખ જોગવ્યું અને અવ્યક્તપણામાં અનંત કાળ પસાર કર્યો.