________________
૫૮૨
શારદા સિદ્ધિ તે અનત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત સુખ અને અનંત વીર્યમય છે, પણ આજે એની દશા કઈ છે? વિકૃતિ જીવને કર્મ અને કાયામાં જકડે છે. તેને પરવશ બનેલા આત્માઓ કર્મની બેડીઓથી જકડાય છે કે જે કર્મની ખિલાઓ એના અનંતજ્ઞાન અને અનત સુખાદિ પર તાળાં મારી દે છે. જાણે કર્મરાજા જીવને કહે છે
સબ કુછ તમારા મગર હુકમ હમારા.” બધું અંદર છે. કંઈ ખોવાઈ ગયું નથી માત્ર સીલ લાગી ગયા છે. કર્મ સરકારની ચિઠ્ઠી ફાટે ત્યારે રેશન મળે, કારણ કે જીવ સંસ્કૃતિને ભૂલે ને વિકૃતિના પનારે પડી ગયે. આહારાદિ ચાર સંજ્ઞાઓએ વિકૃતિ છે. હું ખાઈ લઉં, ભેગું કરી લઉં, હું ભેળવી લઉં" આ બધી વિકૃતિ છે. એ જીવને વારંવાર કાયાની કેદમાં પૂરે છે ને કહે છે આ તારે મહેલવાસ. દુનિયાની જેલમાં રહેલા કેદીને જેલના રંગરોગાન કરવાનું મન ન થાય પણ આ જીવ તે કાયા રૂપી જેલમાં જન્મે ત્યારથી મારે ત્યાં સુધી હોંશથી આ દેહ રૂપી જેલની સેવા સરભરા કરવામાંથી ઉંચે નથી આવતો. સંસારી જીવ સંસારમાં દેહની, કુટુંબની અને દ્રવ્ય એટલે પૈસા, વહેપારધંધા આ ત્રિપુટીની સેવા કરી રહ્યો છે. આ ત્રિપુટીની સેવા જીવને સંસારમાં રઝળાવે છે. આ ત્રિપુટીની સેવામાં ઓતપ્રેત બનેલો જીવ દેવ-ગુરૂ અને ધર્મ આ ત્રિપુટીને ભૂલી જાય છે.
બંધુઓ! હું તમને પૂછું કે કાયારૂપી કોટડીની સેવા કેટલી કરે છે અને અનંતજ્ઞાની, ગુણનિધિ એવા પરમ ઉપકારી પ્રભુની ભક્તિ કેટલી કરે છે? કુટુંબ પરિવારની સેવા કરે છે તેટલી જીવનમાં અનુપમ જ્ઞાનને પ્રકાશ આપનાર, માર્ગ ભૂલેલાને સાચા રે ચઢાવનાર, ગુરૂ ભગવતેની સેવા ભક્તિ કરે છે ખરા? જેટલા પ્રેમથી વહેપાર ધંધા અને પૈસાટકાની સેવા કરે છે તેટલા પ્રેમથી દુર્ગતિથી બચાવનાર, કર્મબંધનને તેડનાર કેવળી પ્રરૂપિત ધર્મની સેવા કરી છે ખરી? આ બંને જાતની ત્રિપુટીમાં કઈ ત્રિપુટી પ્રત્યે તમારા હૈયામાં બહુમાન અને સત્કાર સન્માન છે? જે આત્માની પ્રગતિ કરવી હોય તે ખરી રીતે કાયા કરતા પ્રભુ પ્રત્યે વિશેષ બહુમાન જાગવું જોઈએ. કુટુંબ અને કામિની કરતાં ગુરૂ પ્રત્યે અને ધન કરતાં ધર્મ પ્રત્યે આદરભાવ હવે જોઈએ.
देहे द्रव्ये कुटुम्बे च सर्व संसारिणां मतिः।
जिने जिनमते संघे, पुनक्षिाभिलाषिणाम् ॥ મોક્ષને અભિલાષી તે કહેવાય કે જેણે એક ત્રિપુટી પરથી દષ્ટિ ઉઠાડી બીજી ત્રિપુટી પર દૃષ્ટિ સ્થાપિત કરી હોય. કાયા, કુટુંબ અને ધન એ ત્રિપુટી પર જ્યાં સુધી પ્રેમભરી દૃષ્ટિ છે ત્યાં સુધી જીવ સંસારને અભિલાષી છે. આ ત્રિપુટીમાં કોણ ફસાયું નથી ? કીડી પણ કણને સંગ્રહ કરે છે. દેહની સરભરા પાછળ કોણ પાગલ નથી? વિષ્ટાને કીડે પણ દેહની દરકાર કરે છે. એના રક્ષણ માટે એ દોડાદોડી કરે