________________
શારદા સિદ્ધિ
૫૮૭ છે. આત્માના નિર્મળ પરિણામના બાધક મિથ્યાત્વ, વિષયાસક્તિ, કષાયોના ઉકળાટ આદિ દે છે. જિન વચનના શ્રવણ, મનન અને મંથનથી તત્ત્વ શ્રદ્ધાના પ્રકાશે મિથ્યાત્વ દૂર થાય છે. બાહ્ય તપથી વિષયાસક્તિ દૂર થાય છે. આશ્વેતર તપથી કપાયે દૂર થાય છે. અનંતકાળના સંસારના મોહક રસથી ઉપજેલા સઘળા દોષને દૂર કરવા માટે અને અનંત ગુણમય શાશ્વત સામ્રાજ્ય પ્રાપ્ત કરવા માટે કરૂણના ભંડાર અનંત જ્ઞાનીઓએ પામરને પરમ બનાવે, પરાજિતને વિજયી બનાવે, રાગીને વિરાગી બનાવે, કોધીને શાંત બનાવે, લેભીને નિસ્પૃહી બનાવે, અજ્ઞાનીને જ્ઞાની બનાવે, અધમીને ધમ બનાવે, અને ભવભવના પીડિતને પરમસુખી બનાવે એ ભગવાને આત્મહિતકર, તપ-ત્યાગને ભવ્ય ઉપદેશ ભવ્ય જીવોના કલ્યાણ માટે ફરમાવ્યું છે.
મહાનપુરૂષોએ આ શરીરથી જેટલું થાય તેટલું કરી લીધું છે. જ્યાં સુધી એમણે દેહનું દમન કર્યું છે ! કેવા ઉગ્ર તપ કર્યા છે ! શાસ્ત્રમાં તે મહાનપુરૂષના તપનું વર્ણન કરવામાં આવ્યું છે. તે વાંચતાં આપણું કાળજુ કંપી જાય છે. અનુત્તરવવાઈ સૂત્રમાં ધના અણગારના તપનું કેવું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. તે ધન્નાકુમારે એક જ વખત ભગવાનની દેશના સાંભળીને સંસારના કામોને ત્યાગ કર્યો હતે. એ ધનાકુમારને વૈરાગ્ય કેવી રીતે આવ્યો હતો.
એક વખત ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા કાકંદી નગરીમાં પધાર્યા. તે વખતે કાકંદી નગરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. એ જ નગરમાં ભદ્રા નામની સાર્થવાહિની રહેતી હતી. તેને ધન્નાકુમાર નામને એક પુત્ર હતો. તે ખૂબ વૈભવશાળી હતે. તે રજવાડા જેવા સુખે ભગવતો હતે. તેને એક-બે નહિ પણ બત્રીસ બત્રીસ પત્નીએ હતી. આ સમયે શાસનપતિ ભગવાન મહાવીર સ્વામી કાકદી નગરીમાં પધાર્યા. ભગવાન પધાર્યાના સમાચાર મળતાં જિતશત્રુરાજાના સાડાત્રણ કોડ રેમરાય ખીલી ઉઠયા. અને રાજા પ્રમુખ નગરજને ભગવાનના દર્શને જવા તૈયાર થયા. આખી કાકંદો નગરીમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું છે. લોકોના ટોળેટોળાં તથા રાજા બધા ભગવાનને દર્શને જઈ રહ્યા છે. ધન્નાકુમારે ઝરૂખામાંથી બધાને જતા જોઈને પૂછયું કે આજે નગરીમાં કઈ ઉત્સવ છે કે આટલા બધા સંખ્યાબંધ લોકે જઈ રહ્યા છે? ત્યારે માણસોએ કહ્યું કે ત્રિલોકીનાથ ભગવાન મહાવીરસ્વામી નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા છે. તેમના દર્શને આપણું મહારાજા તથા નગરજને જઈ રહ્યા છે. આ સાંભળી ધનાકુમારના મનમાં થયું કે જે ભગવાનના દર્શને ખુદ મહારાજા જાય છે તે એ ભગવાન કેવા હશે? હું પણુ ભગવાનના દર્શન કરવા જાઉં. એમ વિચારીને તે પણ ભગવાનના દર્શને ગયા. ભગવાનની અમૃતમય મીઠી મધુરી દેશના સાંભળતાં તેમના દિલમાં ઝણઝણાટી થઈ ભગવાને દેશનામાં પુદ્ગલ પરાવર્તનની વાત સમજાવી કે આ જીવે અનંતકાળથી