________________
૫૮૦
શારદા સિદ્ધિ રહ્યો છું. મેં યથા શક્તિ તપ કર્યું છે. સુપાત્ર દાન દીધા છે. વતનિયમનું પણ મેં યથાર્થ ને શુદ્ધ રીતે પાલન કર્યું છે. તે પણ હે કર્મરાજા! મારી આવી અવદશા શા માટે કરી? મારા આ ભવના કેઈ કર્મનું આ પરિણામ તે નથી જ, પણ મેં પૂર્વભવમાં કરેલાં પાપકર્મોનું આ પરિણામ છે.
પાપને પશ્ચાતાપ કરતે ભીમસેન” - પૂર્વભવમાં મેં એવા ઘેર કમે બાંધ્યા હશે તેથી જ્યાં સુખની વેળા આવે છે ત્યાં પાછું કોઈને કોઈ રીતે દુઃખ આવીને ઉભું રહે છે. મેં પૂર્વભવમાં કેઈ ને ખાવાપીવામાં, સુખ ભેગવવામાં દરેક રીતે અંતરાય પાડી હશે. જંગલમાં લીલાછમ ઝાડે કપાવ્યા હશે અગર વનમાં આગ લગાડીને લીલા ઝાડને ઉભા ને ઉભા સળગાવી મૂક્યા હશે ! માતાથી બાળકને વિખૂટા પડાવ્યા હશે! માગે જતાં નિર્દોષ વટેમાર્ગુઓને લૂટયા હશે ! જંગલમાં જ કરતા નિર્દોષ પશુઓના શિકાર કર્યા હશે! કોઈની થાપણ ઓળવી હશે ! કોઈના માથે બેટી આળ ચઢાવી હશે ! સ્ત્રીઓ ઉપર અત્યાચાર કર્યા હશે ! દગા પ્રપંચથી કેઈનું ધન મેં લૂંટી લીધું હશે! ન જાણે મેં કયા કયા પાપ કર્યા હશે! સર્વજ્ઞ ભગવંત સિવાય બીજું કેણ કહી શકે?
પુણ્યહીન પૂરા મુજ જેસા, મિલે નહી સંસાર,
સહાયક અગર મિલે તો બદલે, વિ ભી કર્માનુસાર " હે ભગવાન ! આ સંસારમાં મારા જે પુણ્યહીન, હતભાગી બીજું કોઈ નહિ હોય. ધન વિના મારા અને મારા કુટુંબને જીવનનિર્વાહ કેવી રીતે ચલાવવો? હવે તે શરીર પણ કામ આપતું નથી. મને જે ડી ઘણી હિંમત આવી હતી તે પણ સંન્યાસીએ કરેલા વિશ્વાસઘાતથી ચાલી ગઈ છે. મારા જીવનને ધિકાર છે! મારુ જીવતર વ્યર્થ છે. હું મારી પત્નીને કે મારા બાળકોને ઉપયોગી થઈ શકતો નથી. આવા જીવને જીવવા કરતાં મારા માટે મૃત્યુ શ્રેષ્ઠ છે. એમ વિચારી ત્રીજી વખત ગળે ફસ ખાઈને મરવા તૈયાર થયે.
ભીમસેન હવે જીવનને છેલ્લા રામ રામ કરવા લાગે. એ હામ ગુમાવી બેઠે હતે. પણ એણે બુદ્ધિ ગુમાવી ન હતી. અંદરથી એની જાગતી સદ્બુદ્ધિએ પડકાર કરીને કહ્યું કે ભીમસેન ! તારું આખું જીવન તે ધૂળમાં ગયું. હવે જ્યારે તે આ જીવનને અંત લાવવાને જ નિશ્ચય કર્યો છે તે પછી તું છેલ્લી જિંદગી સુધારી લે. આતયાન અને રૌદ્રધ્યાન કરીને તું આવતા ભવને બગાડીશ નહિ. મૃત્યુને તારે ભેટવું જ છે તે હસતા હસતા અંતરના ઉમળકાથી એનું સ્વાગત કર. શુભ ધ્યાન ધર. પ્રભુનું નામ સ્મરણ કર ને તારા અંતને ઉજળો બનાવ. હવે ભીમસેન શું કરશે તેને ભાવ અવસરે.
આપણે ત્યાં ઉગ્ર તપસ્વી બા. બ્ર. ચંદનબાઈ મહાસતીજીને જે તપ કરવાની