________________
૫૭૮
શારદા સિદ્ધિ છે. એ ચિંતનમાં જોડાતા મેહનીય કર્મની ઉપશાંત થતા જાતિસ્મરણ જ્ઞાન થયું. એ શાનમાં પોતાના પૂર્વભવે જેયા.
અહીં પણ બ્રહ્રદત્ત ચક્રવતિએ જાતિસ્મરણ જ્ઞાન થવાથી પૂર્વના પાંચ ભ જોયા ને વિચાર આવ્યું કે મારે સંગાથી મારી સાથે ને સાથે રહેનારે મારે ભાઈ હાલ કયાં હશે? તેની શોધ કરવા બ્રહદત્તે એક અડધે શ્લોક ર “મારવ વાર્તા
ઇં, માતં વમત્તે તથા આ લોકની રચના કરીને બ્રહ્મદત્ત ચક્રવતિએ પોતાના પ્રિય મિત્ર અને મુખ્ય પ્રધાન વરધનુને લાવીને કહ્યું કે તમે આખા નગરમાં ખૂણે ખૂણે જાહેરાત કરાવે કે જે વ્યક્તિ આ શ્લોકના ઉત્તરાર્ધની પૂર્તિ કરી આપશે એને રાજા અડધું રાજ્ય આપશે. આ પ્રમાણે સૂચના કરી. આ જાતની જાહેરાત થતાં લોકે એ શ્લોકની પૂર્તિ કરવા તનતોડ મહેનત કરવા લાગ્યા. આ મહેનત શા માટે થઈ તે સમજાણું ને? રાજ્ય માટે. લક્ષ્મી તે બધાને ખૂબ વહાલી છે. કેમ બરાબર ને ?
એક શ્રીમંત શેઠને સુધીર નામે એક પુત્ર હતું. સુધીરના પિતાજી એકાએક મરણ પામ્યા. થોડા દિવસ પછી પિતાજીનો શેક વિસારે પડે ત્યારે સુધીરે એના વૃદ્ધ મુનીમજીને કહ્યું કે તમે બરાબર હિસાબ કરીને મને કહે કે મારા પિતાજીની મિલ્કત કેટલી છે? મુનીમે ત્રણચાર દિવસ સુધી ખૂબ મહેનત કરીને બરાબર કયાસ કાઢ, પછી સુધીરને કહ્યું એ મારા નાના ને નવા શેઠ! તમારા પિતાજી તો તમને હીરાથી તળે એટલી મિલકત મૂકીને ગયા છે. સુધીરે કહ્યું એટલે કેટલી મિલ્કત કહેવાય? ત્યારે મુનીમે કહ્યું ઓછામાં ઓછું તમારી ચાર પેઢી સુધી તે ન જ ખૂટે એટલું ધન છે, માટે હવે તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી, પણ તે દિવસથી સુધીરની ભૂખ ને ઉંઘ ચાલ્યા ગયા ને શરીર સૂકાવા લાગ્યું. પત્ની પૂછવા લાગી—નાથ ! તમને શું ચિંતા છે? હું તમારી અર્ધાગના છું. તમારા સુખ દુખમાં ભાગીદાર છું. જે મને નહિ કહો તે કેને કહેશો? સુધીરને ઘણું સમજાવ્યો છતાં કંઈ બોલતો નથી. સૂનમૂન જે બની ગયા. પિતાના પુત્રની આવી દશા જોઈને એની માતા પણ પૂછવા લાગી કે બેટા ! તને શું થાય છે? તારું શરીર દિવસે દિવસે કેમ સૂકાતું જાય છે. તારા પિતાજી આટલી બધી મિલકત મૂકીને ગયા છે ને તારે શી ચિંતા છે? તે પણ કંઈ બે નહિ. આથી માતાને ઘણા વિચાર આવવા લાગ્યા.
આ સમયે એક સંન્યાસી ભિક્ષા માંગવા માટે આવ્યો. એ સંન્યાસીને સુધીરની માતાએ કહ્યું મહારાજ! મારા દીકરાની આવી દશા થઈ છે. હવે આપ એને માટે કંઈ ઉપાય બતાવે. સંન્યાસીએ સુધીરનો રંગ પારખીને એની માતાને કહ્યું કે તમારે દીકરે જ એકાદ ગરીબને શેર બાજરી અગર ઘઉંને લોટ આપીને જમે તે એને