________________
૫૭
શારદા સિદ્ધિ
“ મહાદેવના લિંગને તાડતા મહંમદ'' :- - તે જ્યારે મહાદેવના લિગને તાડવા ઉડયા ત્યારે હિંદુ રાજાઓએ સામનાથના લિંગને કાયમ રાખવા માટે ઘણી વિનંતી કરી, સાનાની લાલચ આપી છતાં મહ મદ્રે એ વાત ન માની અને લિંગ તાડયું. તેની નીચેથી પણ પુષ્કળ હીરા-માણેક મેતી વગેરે ઝવેરાત નીકળ્યું, કારણ કે ઘણાં વખતનું જૂનું મંદિર હતું. તેમાં ઘણી સંપત્તિ એકઠી કરવામાં આવી હતી. આ લૂંટ કરીને ગુજરાતમાંથી જતા અણહિલપુર પાટણની ભૂમિ ફળદ્રુપ હાવાથી મહુ'મદને પસ૬ પડી તેથી ત્યાં રહેવાનુ` મન કર્યુ પણ લેાકેા સાથે ફાવતું ન આવવાથી એક વર્ષી રહીને સ્વદેશ તરફ રવાના થયા. અજમેરના રસ્તે રજપૂત રાજાએ ભેગા થયા છે એવી ખાતમી મળવાથી કચ્છ-સિંધ અને મૂલતાનને રસ્તેથી તે ગીઝની જવા નીકળ્યેા. રસ્તામાં તેના લશ્કરને ઘણી મુશ્કેલીઓ નડી. એના મેટા ભાગના લશ્કરના ત્યાં નાશ થયા. પેાતે મહામુસીખતે ગીઝની આવ્યો પછી તે હિન્દુસ્તાનમાં આવ્યો નહિ. તેણે મુસલમાન રાજાઓમાં સુલતાનનું પદ મેળવ્યું હતું. હિન્દુસ્તાન ઉપર સત્તર સત્તર વખત લડાઈ એ કરીને, લૂંટ કરીને અખૂટ ધન મેળવ્યું હતું. છતાં તેની તૃષ્ણા મટી ન હતી. ખસ, કેમ ધન વધારે મેળવુ? વધારે સત્તા મેળવુ' એ જ એની ભૂખ હતી.
“ મરણુ વખતે શું ઝવેરાત બચાવી શકે ? ” મધુએ ! આવે મેટ સત્તાધીશ સુલતાન અખૂટ સ*પત્તિના સ્વામી બન્યા પણ કાળ અને કમ કોને છેડે 'છે? આખરે ઈ. સ. ૧૦૩૦ માં તે ખીમાર પડયા ત્યારે મોટા મોટા ડૉકટરો, દો અને હકીમેાને મેલાવીને એના શરીરની ચિકિત્સા કરાવવામાં આવી છતાં એની વેદના એછી થતી નથી. શું સપત્તિ પીડા લઈ શકે છે? આજ સુધી કોઈ એ સાંભળ્યુ છે કે મેટો સમ્રાટ હાય એને હીરાજડિત ચાદર પથારી ઉપર બિછાવીને સૂવાડે તા વેદના શાંત થાય ? અખોપતિને મેાતીની ચાદર બિછાવીને સૂવાડે તા એની વેદના મટે આવુ' કઢી અને ખરુ? ના. તે પછી શા માટે આટલા બધા માડુ રાખા છે? જેને મેળવતાં ઘાર કર્યાં કર્યાં છે તે જ વસ્તુ કમના ઉદય વખતે સહારા આપતી નથી. એવુ' સમજીને પણ એની મમતા છેાડવી જોઈએ. મહુ`મદ ગીઝની વૃદ્ધ થયા, માં થયા ને મરવા પડયા ત્યારે એને માટે લાખ્ખા ઇલાજો વ્યર્થ ગયા, ત્યારે એને નજર સમક્ષ હજારો મણ જેટલી સેાના ચાંદીની પાટા તરવા લાગી. બે હજાર મણ હીરા દેખાવા લાગ્યો. રૂપ સુંદરીઓનુ દર્શન થવા લાગ્યું. હાય....હાય....આ બધું છેડીને મારે જવુ' પડશે ? આ પ્રશ્નને એને પાગલ બનાવી દીધા, ગાંડાની જેમ લવારા કરવા લાગ્યા. છેવટે એને હવે ખચવાની કોઈ આશા ન રહી ત્યારે તેણે વજીરને હુકમ કર્યાં કે મારી સઘળી દોલત ખજાનામાંથી બહાર કાઢી એક મેદાનમાં ગેહવેા. મારે એનું અંતિમ દશ ન કરવું છે. સુલતાને મહ'મદ ગીઝનીના હુકમ પ્રમાણે હીરા, માણેક,
..