________________
શારદા સિદ્ધિ
૫૭૫ ઉપર છે? તમારી પેઢીમાં નુકસાન થાય તો દુઃખ થાય કે ધર્મસ્થાનકમાં નુકસાન થાય તે દુઃખ થાય? હસાહસી હસીને પતાવી દીધું. ખરેખર આરાધનાની સામગ્રી પ્રત્યે પ્રેમ જાગ્યે હોય તે તે તરફ અધિક ઝોક કે વળાંક હૈ જોઈએ. સંસારરૂપી સામગ્રીમાં મોહરાજાનું એવું ભયંકર નાટક છે કે તે શાંતિથી જંપવા ન દે.
આપણુ અધિકારના નાયક બ્રહ્મદત્ત ચક્રવતિ નાટક જેવાના મેહમાં મસ્ત બનેલા છે. બંધુઓ! તમે બધા પણ નાટક સિનેમા જેવા જાઓ છે ને? પણ ખ્યાલ કરે કે આ સંસાર એક નાટક છે. જેમ નાટકમાં સુખના, દુઃખના, હસવાના અને રડવાના બધા દો દેખાય છે તેમ આ સંસારમાં પણ સુખ-દુઃખ, હસવાનું રડવાનું બધું રહેલું છે. જેમ નાટક સિનેમામાં ગમે તેવા દ્રશ્ય જેવા છતાં એની તમને કંઈ અસર થતી નથી તેમ સંસારમાં ગમે તેવા પ્રસંગો આવે ત્યારે સમભાવ રાખતા શીખો. તમે કાવાદાવા –દગા પ્રપંચ કરીને ધન કે સત્તાની ખુરશી મેળવશે પણ અંતે તે બધું છેડીને જવાનું ને! એક કાંકરી જેટલું પણ સાથે આવશે? આવવાનું હોય તે કહી દેજે. જે સાથે આવતું હેત તે છ છ ખંડના સ્વામીએ બધું છેડીને દીક્ષા લેત નહિ. પણ અંતે તો એને છોડવાનું જ છે એમ સમજીને એ પહેલેથી છેડી દે છે. જેથી અંતિમ સમયે પસ્તાવાને વખત ન આવે. જિંદગીભર પાપની પ્રવૃત્તિ. કરીને જે મેળવ્યું છે અંતિમ સમયે છોડવાનું છે. તે સમયે ધર્મ વિના બીજું કઈ શરણભૂત થવાનું નથી. જુઓ, એક ઐતિહાસિક દાખલો આપું.
“તૃષ્ણની આગે કરાવેલી ૧૭ વાર લડાઈ” --મહંમદ ગઝનીએ હિંદુસ્તાન ઉપર નાની મોટી ૧૭ વખત લડાઈ કરી. લડાઈ કરવાનું કારણ જમીનના ટુકડાની ભૂખ, સત્તાની ભૂખ અને પરિગ્રહની અત્યંત તૃષ્ણા. આ ત્રણ ચીજોને માટે ખૂનખાર જંગ ખેલ્યા, લોહીની નદીઓ વહાવી છે. નિર્દોષ જીના પ્રાણ લીધા હતા. આ મહંમદ ગિઝની હિંદુઓના મંદિરને ખૂબ દ્વેષી હતા. જ્યાં મંદિર દેખે ત્યાં તૂટી પડત. ૧૭ ચઢાઈમાં એક વખત એણે સોરઠન પ્રભાસ પાટણના સોમનાથ તીર્થ ઉપર ચઢાઈ કરી. મંદિરનું રક્ષણ કરવા માટે હિન્દુ રાજાઓ ખૂબ ઝઝૂમ્યા પણ ફાવ્યા નહિ. હિન્દુઓને પાછા હઠાવીને મહંમદ ગિઝનીએ મહાદેવનું મંદિર તોડયું. તેમાંથી અપાર સોનું, રૂપું, હીરા-માણેક વિગેરે ઝવેરાતના ગાડા ભર્યા. સોમનાથ મહાદેવના મંદિરને તેડ્યું ને આટલી મિલ્કત લીધી છતાં એની ભૂખ મટી નહિ, ત્યારે સોમનાથ મહાદેવના લિંગને તેડવા ઉઠે. વિચાર કરો કે એ કેટલી કરતા હશે! એની કૂરતાએ કંઈક યુવાન પત્નીઓને પતિ વગરની બનાવી દીધી. કંઈક મા-બાપ દીકરા વિનાના ગૂરતા થઈ ગયા તે કંઈક સંતાને મા-બાપ વગરના બની ગયા. સૌંદર્યવતી નવયુવાન રમણીઓને ઉઠાવીને એને જનાનખાનામાં લઈ જતે. એના દિલમાં દયાને તે છોટે પણ ન હતો.