________________
શારદા સિદ્ધિ પચ્ચખાણ પણ કરી શકતા નથી. ચાર ગતિમાં મુખ્યતયા માત્ર મનુષ્યભવમાં તપ કરી શકાય છે. તેના અંતરમાં આવા ઉત્કૃષ્ટ તપ ધમ વસેલો હોય છે તેને દેવેશ પણ નમસ્કાર કરે છે. તપના મુખ્ય બે ભેદ છે. એક બાહ્ય અને બીજો આભ્યંતર તપ. બાહ્ય તપના છ ભેદ છે. અનશન, ઊાદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ અને પ્રતિસ ́લીનતા. આ બાહ્ય તપથી પાંચ ઈન્દ્રિયા ઉપર કાબૂ મેળવી શકીએ છીએ, અને શરીરની આરોગ્યની રીતે પણ શુદ્ધિ થાય છે. આભ્યંતર તપના પણ છ ભેદ છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાઉસગ્ગ, આભ્યંતર તપથી આંતરિક શત્રુએ જેવા કે ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયા પાતળા પડે છે, આત્મા સ્વ-સ્વભાવમાં રમણતા કરે છે. બાહ્ય તપ કરતાં આભ્યતર તપ સામાન્ય માનવી માટે અઘરા છે. તેનાથી પણ કનેા ક્ષય થાય છે. તપમાં આવી મહાન તાકાત રહેલી છે. એક સ`સ્કૃત શ્લોકમાં પણ કહ્યું છે કે,
,
તવસા શ્રીયતે મેં, વહી ર્મળ થાત્ ।
वृणुयातं च मुक्ति स्त्री, तत्र सौख्यं निरंतरम् ॥
તપથી કર્મોના ક્ષય થાય છે. કમના ક્ષયથી જીવ કેવળજ્ઞાની બને છે. તથા તેને મુક્તિ રૂપી સ્ત્રી વરે છે ને ત્યાં નિર'તર અવ્યાબાધ સુખ મળે છે.
દરેક મનુષ્યને પોતાના પુરાણા કર્માંના ક્ષય માટે અવશ્ય તપ ધર્મોનું શરણુ સ્વીકારવું પડે છે. કને કોઈ શરમ નથી. ભગવાન મહાવીર સ્વામીએ કની નિરા માટે સાડા ખાર વર્ષોં અને પંદર દિવસ સુધી સતત કઠોર તપ કર્યાં ત્યારે કા ક્ષય થયા ને કેવળજ્ઞાન પામ્યા. જૈન ઇતિહાસમાં ઘણાં ઉદાહરણા છે કે જેમને તપથી અનેક પ્રકારની લબ્ધિ, અન્ન-મહાસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. સનતકુમાર ચક્રવર્તિના શરીરમાં સોળ સોળ મહારોગો ઉત્પન્ન થયા ત્યારે એમણે એ રાગને નાબૂદ કરવા સયમ લીધો. સંયમ લઈને માસખમણને પારણે માસખમણુ જેવા ઉગ્ર તપની સાધના કરીને અનેક પ્રકારની લબ્ધિએ મેળવી હતી. દઢપ્રહારી જેવા ચાર, રાજના સાત સાત જીવાની ઘાત કરનારા અર્જુનમાળી તપશ્ચર્યાથી કા ક્ષય કરીને મહાસુખ મેળવી ગયા છે. તપનું આવું ફળ જાણ્યા પછી કચા આત્મા પ્રમાદ કરે ? કઈ નહિ.
'
“ કર્યાં ખપાવવાનુ` હથિયાર તપ” :– દેવાનુપ્રિયા! તપની આરાધનાના અપૂર્વ અવસર આવે ત્યારે આત્માના અલંકાર સમાન તપને સાધવા વધુ ઉદ્યત અનવુ' જોઈએ. કોઈ પણ જાતના સુખની આકાંક્ષા રહિત કરાતે તપ આત્મકલ્યાણની અનેરી આભા પ્રસરાવી શકે છે. હું તે અમારા આ ખંને તપસ્વીઓને કહુ' છુ' કે તમે તપ કરીને એક જ લક્ષ રાખજો કે અનાદિ કાળના મારા પુરાણા કર્મના જલ્દી કેમ ક્ષય થાય ? અને હુ કર્માંના મેલને તપરૂપી અગ્નિમાં ખાળીને જલ્દી ભવસાગર તરી જાઉ, એવી ભાવના રાખો. આ સ'સારની સળગતી જ્વાળાઓને શાંત કરવાને માટે
૫૮૪