________________
૫૬૮
શારદા સિતિ . પચાસ આનીઓ હતી. છોકરે પૂરીઓ આપીને આવે ત્યાં આનીએ નહિ ને પેલો માણસ પણ નહિ. છાબડી ખાલી પડી છે. આ ગરીબ છોકરે તે બિચારે કાળા પાણીએ રડવા લાગ્યું. અરેરે...મારી આનીઓ કયાં ગઈ? કરે તે પથ્થર સાથે માથા પટકાવે છે ને રડે છે, કારણ કે ગરીબ હતેા. માંડ માંડ આટલા પૈસા મળ્યા હતા, તેમાંથી લોટ, તેલ વિગેરેના પિસા ભરવાના હતા. એમાંથી થોડે નફે મળે તે લેવાને હતો. છોકરાને કરૂણ કલ્પાંત જોઈને ભલભલાનું હૃદય કંપી ઉઠતું હતું. આ સમયે એક દયાળુ વકીલ ત્યાંથી નીકળે. આ છોકરાને રડતે જોઈને એની પાસે આવીને પૂછ્યું કે બેટા ! તું કેમ રડે છે ? - છોકરાએ કહ્યું–સાહેબ! આ પથ્થરની શીલા મારી પચાસ આનીએ ગળી ગઈ છે. એને ન્યાય કરે. મારે એની સામે કોર્ટમાં કેશ કરે છે. વકીલ સમજી ગયા કે શીલા કંઈ થેડી પૈસા ગળી જાય, પણ કેઈ ઉઠાવી ગયું હશે. તેમણે છેકરાને પૂછયું કે પૈસા મૂકીને તું કયાંય ગયે હતો? ત્યારે છોકરાએ રડતા રડતા બધી વાત કહી, એટલે હેશિયાર વકીલ બધી વાત સમજી ગયા ને છોકરાને રડતે છાને રાખીને કહ્યુંબેટા ! કાંઈ નહિ. કાલે કોર્ટમાં આ પથ્થરની શીલા સામે કેશ માંડીશું. એમ કહીને વકીલ પથ્થરની શીલા કેટમાં લઈ ગયો ને આ છોકરાને કોર્ટમાં આવવાનું કહ્યું. અને જાહેરાત કરી કે આવતી કાલે અદાલતમાં આ નાનકડો છોકરો પથ્થરની શીલા સામે ફરિયાદ કરે છે તેને કેશ ચાલશે ને તેને ગ્ય ન્યાય કરવામાં આવશે. સાથે એ પણ જાહેરાત કરાવી કે જેને જોવા આવવું હોય તેને એક આની સાથે લેતા આવવું. આની સિવાય કઈ પૈસા નહિ લાવવાના. આવી વાત સાંભળીને લોકોને ખૂબ આશ્ચર્ય લાગ્યું કે નાનકડે છોક પથ્થરની શીલા સામે શું ફરિયાદ કરશે? અને વકીલ એને શું ન્યાય કરશે? આવું જોવાનું તે બહુ ગમેને?
લોકેના ટોળેટોળાં તમાસો જોવા માટે ઉમટયા. વકીલે શીલા પાસે પાણીથી ભરેલી બાટી મૂકાવી અને બે માણસો ઉભા રાખ્યા. એમને બરાબર સૂચના આપી દીધી. દરવાજા પાસે પહેરેગીરે ઉભા રાખેલા હતા. જે જોવા આવે તે આની નાંખે. તેના ઉપર માણસો ખૂબ ધ્યાન રાખતા. આમ કરતા આનીઓ ચેરનાર પણ આવ્યો. તેણે એક આની પાણીની બાટીમાં નાંખી. આની ચીકણી હોવાથી પાણીમાં નાંખી કે ચીકાશ ઉપર આવી. તેલને સ્વભાવ છે કે તે તરત જણાઈ આવે. જેવી ચીકાશ દેખી કે તરત તેને પકડી લીધે. ને વકીલને હવાલે કર્યો. વકીલે પૂછયું તે આ છોકરાની આનીઓ ચોરી લીધી છે ને ? તે તેણે ના કહી. વકીલ કહે તમારી ચીકણી આની ઉપરથી તમે પકડાઈ ગયા છે. તમે ચેર છે. એમાં શંકા નથી, ત્યારે છોકરાએ કહ્યું–હા સાહેબ! આ માણસ જ હતો. એણે મને કહ્યું કે તું સામે બેઠેલા ગરીબ માણસને પૂરી આપી આવ. હું તને પછી પૈસા આપું છું. હું પૂરી આપીને આ ત્યાં તે ન મળે માણસ કે ન મળે મારી આનીએ, માત્ર ખાલી છાબડી જ પડી હતી.