________________
પ૭૨
શારદા સિદ્ધિ રૈયતનું શું જોર ચાલે ? મંદિર તૈયાર થઈ ગયા પછી બાદશાહે પિતાની મલીન ઈચ્છા પૂરી કરવા વિનંતી કરી, ત્યારે રામદુલારીએ બાદશાહને કહ્યું–હવે મને છેલી વખત મારા ભગવાનની સામે મન મૂકીને નૃત્ય કરી લેવા દે, પછી આ દેહ તમને સેંપી દઈશ. પછી આ દેહ તમારો ને હૈયાને પ્યાર પણ તમારે, બાદશાહે આ વાત
કબૂલ કરી.
ચારિત્ર માટે પ્રાણુ આપતી દુલારી” – એ દિવસે પૂનમની રાત હતી. સોળ શણગાર સજીને દુલારીએ રાતના દશ વાગે મંદિરમાં જઈ નૃત્ય શરૂ કર્યું. સામે બાદશાહ પણ ગાદી તકિયા પર બેસી ગયા. રાત વીતતી ગઈ તેમ દુલારીની ભક્તિ પણ જામતી ગઈ. આમ કરતા પરેઢિયાના ચાર વાગ્યા. દુલારી નૃત્ય કરી કરીને થાકી ગઈ હતી એટલે નીચે બેસી ગઈ ને મહાદેવના ચરણમાં શીશ ઝુકાવ્યું. સાષ્ટાંગ દંડવતને અભિનય શરૂ કર્યો. આંગળીએ પહેરેલી વિષ પાયેલી હીરાની વીંટી ચૂસી લઈને રામદુલારીએ મહાદેવને સાષ્ટાંગ પ્રણામ કર્યા. એ જ સમયે એના પ્રાણ ચાલ્યા ગયા. ઘણી વાર એમને એમ પ્રણામ કરતી જોઈને બાદશાહના મનમાં થયું કે આ કેમ હાલતી નથી? ઉઠીને જોયું તે રામદુલારીને દેહમાંથી પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. આ જોઈને બાદશાહના દિલમાં પારાવાર દુઃખ થયું. ધિક્કાર છે મારી કામવાસનાને! હું એની પાછળ પડી ત્યારે એને પ્રાણ તજવા પડયાને ! એનું અંતર કકળી ઉઠયું, અને “યા ખુદા”! કહેતે ઔરંગઝેબ દિમૂઢ બનીને દુલારીના નિપ્રાણ દેહની સામે જેતે રહી ગયે ને દુલારી તે ચાલી ગઈ.
બંધુઓ ! આ દષ્ટાંતમાંથી મારે તે તમને એક જ વાત સમજાવવી છે કે એક વખત પતીત બનેલી વેશ્યા પણ ચાંટ લાગતા કેવી પવિત્ર બની ગઈ!, શીયળ માટે કાયા કુરબાન કરી પણ શીયળ છેડ્યું નહિ. શીલ ધર્મની સૌરભ પ્રસરાવીને ઇતિહાસના પાને એનું નામ અમર બનાવી ગઈ. ફૂલની સુગંધ તે ઘડી બે ઘડી ટકે છે પણ શીલની સુગંધ તે યુગોના યુગો સુધી મહેકતી રહે છે. બ્રહ્મદત્ત ચક્રવતિ નાટક જોતાં જોતાં સુગંધિત ફૂલની છડી પ્રેમથી સૂંઘી રહ્યા છે. હવે સૂંઘતા સૂંઘતા તેમને શું વિચાર આવશે તે અવસરે.
ચરિત્ર – ભીમસેન અને સંન્યાસી બંને જણે સુવર્ણ રસના તુંબડા ભરીને ક્ષિતિપ્રતિષ્ઠ નગરની બહાર યક્ષના મંદિર પાસે શીલા ઉપર બેઠા. ભીમસેનને જલદી જવું છે પણ ભેગી કહે કે મને ગામમાંથી મીઠાઈ લાવી આપ, પછી જજે. ભીમસેનને થયું કે જેણે મારા ઉપર ઉપકાર કર્યો છે તેનું કામ કરવું જોઈએ એટલે હા પાડી. ભીમસેન પિતાની તુંબડી લઈને જાય છે ત્યારે સંન્યાસી કહે તુંબડી મૂકીને જા. પછી લઈ જજે. ભીમસેન સંન્યાસીને વિશ્વાસે મૂકીને ગયે.
ઉઠાવગીરી કરતે સંન્યાસી ” – ભીમસેન દેખાતે બંધ થયો કે તરત