________________
૫૭e
શારદા સિદ્ધિ કરે છે તે મનુષ્ય શીલવ્રતનું પાલન કરે તે કેટલી સુગંધ મહેકાવી શકે ! શીલની સુગંધ અલૌકિક છે. ઘણી વખત પતનના પંથે ગયેલો આત્મા પણ પોતાના જીવનને પવિત્ર બનાવી શીલની સુગંધ કેવી રીતે પ્રસરાવે છે ને શીલ માટે કેટલી કુરબાની કરે છે એ એક દૃષ્ટાંત દ્વારા સમજાવું.
ઔરંગઝેબ બાદશાહના સમયની આ વાત છે. એક નગરમાં એક રામદુલારી નામની વેશ્યા રહેતી હતી. અકા નામની એની નાયિકા ખૂબ હોશિયાર હતી. એક વખત રામદુલારી વેશ્યાને એક દીકરો થયો. માતા બનેલી વેશ્યા બાબાને લાડ લડાવવામાં એવી ગૂંથાઈ ગઈ કે હવે એ પોતાના ધંધા તરફ બેધ્યાને રહેવા લાગી. પરપુરુષની સામે પ્રેમ દષ્ટિથી જેતી નથી. હાવભાવ કરતી નથી. બસ, એનું ધ્યાન, એનું ચિત્ત એના વહાલા બાળકમાં મસ્ત રહેતું હતું. આ જોઈને એની નાયિકા અક્કા વિચાર કરવા લાગી કે આ રામદુલારી તે એને બાળકમાં જ મુગ્ધ બની ગઈ છે. મારે ધ છે તે કરતી જ નથી. મારે આવક બંધ થઈ છે, એક દિવસ રામદુલારી કઈ કામ પ્રસંગે બહાર ગઈ ત્યારે એની નાયિકાએ છ મહિનાના ફૂલ જેવા હસતા ને ખેલતા બાબાને મહેલના ત્રીજે માળેથી ફેંકી દીધે. ફૂલ જેવું બાળક ત્રીજે માળેથી ફેંકાઈ જાય તે
જીવી શકે? એનું શું ગજું! બા તરત મરણ પામે. રામદુલારી બહારથી આવી. " પિતાના બાબાની આ દશા જોઈને એના અંતરમાં જમ્બર આંચકો લાગ્યો. અહ....
આ સંસારમાં કેણ કોનું છે? આ દુઃખદ ઘટનાથી રામદુલારી પાગલ જેવી બની ગઈ એણે ધંધે સાવ છોડી દીધું. રાત દિવસ એના બાબાનું રટણ કરવા લાગી. એની જિદંગી ઝેર જેવી બની ગઈ.
એ નગરની બહાર એક બ્રહ્મચારી સંત રહેતા હતા. રામદુલારીની સખી એક વખત એને સંત પાસે લઈ ગઈ. બ્રહ્મચારી સંતના મુખ ઉપર રહેલા બ્રહ્મચર્યને તેજ અને મસ્તી જોઈને વેશ્યા સ્તબ્ધ બની ગઈ. સંતના દર્શન કરી એમની સામે બેસી ગઈ એટલે સંતે એને ધર્મને ઉપદેશ આપ્યું. આ સાંભળીને રામદુલારીના દિલમાં લાગ્યું કે સંસાર અસાર છે. જીવનને સાચો આનંદ આવા ત્યાગી મહાન સંતે પાસેથી મળે છે. એણે સંતને પૂછયું–મહાત્માજી! જીવનમાં આ આનંદ ને મસ્તી ક્યાંથી મળે છે? સંતે કહ્યું ભગવાનની ભક્તિથી. એના મનમાં થયું કે તે હું પણ હવે આજથી ભગવાનની ભક્તિ કરું. બસ, એ જ દિવસથી રામદુલારી ભગવાનની ભક્તિમાં મસ્તાની બની ગઈ. ત્રણ ચાર કલાક તે એ ભગવાનની ભક્તિમાં મસ્ત બનીને મંદિરમાં રહેતી હતી.
ભગવાનમાં મસ્ત બનેલી રામદુલારી”:- જેમ મીરા સંસારને મેહ છોડીને કૃષ્ણની ભક્તિમાં મસ્ત રહેતી હતી, આનંદવિભેર બનીને પગે ઘૂઘરા બાંધી હાથમાં કરતાર લઈને નાચતી કૂદતી હતી ત્યારે એને દુનિયાનું કોઈ ભાન રહેતું ન