________________
શારદા સિદ્ધિ
૫૬૫ શક્તિવાળી હોય છે ત્યાં ઉત્પન્ન થયે, અને અનંતા જી વચ્ચે એક શરીર પામે એટલું જ નહિ પણ સૂક્ષ્મ અને બાદર નિગોદમાં થઈને અનંત કાળ સુધી નિવાસ કર્યો. એકેન્દ્રિયમાં ભ્રમણ કરતાં, દુઃખ વેઠતાં કર્મો ઓછા થયા ત્યારે કંઈક ઉંચી પદવી પર આવ્યો, એટલે એકેન્દ્રિયમાંથી બેઈન્દ્રિય થયું. ત્યાં સંખ્યાતકાળ સુધી પર્યટન કરીને અનુક્રમે તેઈન્દ્રિય અને ચઉરિદ્રિયમાં ઉત્પન્ન થયું. ત્યાં પણ દુઃખ ભેગવતા સંખ્યાત કાળ સુધી ભમ્યું, ત્યાર પછી પંચેન્દ્રિયમાં પ્રવેશ કર્યો. તેમાં પણ નારકી તિર્યંચ કે જ્યાં દુઃખ જ છે ત્યાં સુખ વગરને કાળ વ્યતીત કર્યો.
બંધુઓ! જીવને ઉપજવાનું ક્ષેત્ર લોકાકાશ પરિમિત છે. ઉપજવાની ચેનિઓ અનેક છે, પણ કાળ અપરિમિત છે. આ કારણે કર્મવશ જીવને ઘણું પરિભ્રમણ કરવું પડયું છે. આ સંસાર સમુદ્રમાં તરવાના સાધને કરતા ડૂબવાના સાધને ઘણું વધારે છે. શાસ્ત્રમાં પુણ્ય બાંધવાના નવ પ્રકાર કહ્યા છે ને પાપ બાંધવાના અઢાર પ્રકાર કહ્યા છે. ધર્મ કરવાને કાળ સ્વલ્પ છે ત્યારે પાપને માટે તે અનંતકાળ છે. સાધારણ રીતે જોઈએ તે જ્યાં ને ત્યાં આ જીવને પાપને વેગ મળવાથી અશુભ કર્મને લેપ થવાથી નીચ નિમાં ઘણે સમય પસાર કરે પડશે. એકેક ઠેકાણે કેટલો કાળ પસાર કરે પડે તે વાત આપણે પહેલાં કહી ગયા
આ લોકમાં નિકૃષ્ટમાં નિષ્કૃષ્ટ સ્થાન હોય તે તે નિગદનું છે, કારણ કે ત્યાં અનંત જીવોની ભાગીદારી વચ્ચે એક જ શરીર હોય છે. તમે વહેપારમાં ભાગીદારી કરે, એક બાપને ચાર દીકરા હોય ને રહેવા માટે એક જ ઘર હોય તે તે પણ સરખે ભાગે વહેંચી આપવું પડે એટલે એક ઘરમાં ચાર ભાઈઓ વચ્ચે ભાગીદારી થઈ શકે છે. બાપની મિલકતમાં જેટલા દીકરા હોય તેટલા ભાગીદારી કરી શકે છે. બીજી દરેક ચીજોમાં ભાગીદારી કરી શકાય છે પણ શરીરમાં ભાગીદારી કરી શકાતી નથી, પણ નિગોદમાં તે જીવે શરીરમાં ભાગીદારી કરી છે. એક શરીરમાં ભાગીદાર ઘણું ને પાછું શરીર કેટલું ? કીડી કે કંથવા જેટલું હોત તે હજુ પણ ઠીક પણ એ તે એનાથી પણ અત્યંત સૂક્ષ્મ હોય છે. જેમ કે એક સેયના અગ્ર ભાગ ઉપર કંદને જેટલો ભાગ રહી શકે તેટલામાં અસંખ્યાત શ્રેણી અને પ્રતર છે. એકેક શ્રેણી ઉપર અસંખ્યાત ગળા છે અને એકેક ગાળામાં અસંખ્યાત શરીરે છે તે વિચાર કરો કે એક શરીરમાં કેટલી થેડી જગ્યા આવી? આવા નિકૃષ્ટ ક્ષુદ્ર શરીરમાં ઈન્દ્રિય માત્ર એક પશેન્દ્રિય છે અને પર્યાપ્તિ ચાર છે, પણ તે અનંત છ વચ્ચે છે. એટલે અનંતા જીવને એક શ્વાસોચ્છવાસ પર્યાતિથી શ્વાસ લેવાનું હોય છે. તે જેની ભવસ્થિતિ ઘણી ગેડી છે. તંદુરસ્ત માણસના એક શ્વાસે શ્વાસ જેટલા સમયમાં તે તેના ઝાઝેરા સાડાસત્તર ભવ થઈ જાય છે. એટલી વાર જન્મે છે ને મરે છે. આશ્ચર્યની વાત તે એ છે કે મરીને પુનઃ તે કાયમાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ સૂમ નિગેદ