________________
પપ૬ -
શારદા સિવિલ
એના મુખ ઉપર ભારે વિષાદના વાદળો છવાઈ ગયા અને કકળતા હૈયે વિચાર કરવા લાગે. અરે, ભગવાન! આ તે મારી કેવી જિંદગી છે! સુખને શ્વાસ તો મેં માંડ હજુ લીધું હતું ત્યાં હે વિધાતા ! તે આ દુઃખને દીર્ઘ નિઃશ્વાસ મને કયાં આવે? કેવા ઉમંગ અને ઉલ્લાસથી હું સ્નાન કરી રહ્યો હત! કેટલા અરમાનોથી હું મારા હૈયાને ભરી રહ્યો હતે. સુશીલાની સ્મૃતિમાં હું સ્કૂતિ અનુભવી રહ્યો હતે. ઘણું સમયે મને મારી પત્ની અને પુત્રોનું મિલન થશે. હાથમાં હવે આટલું બધું ધન આવ્યું છે એટલે અમારી ગરીબાઈ અને ભૂખમરાને અંત આવશે. સુખેથી જેટલો ખાઈને શાંતિથી નિંદર લઈશું, અને મારા વહાલા દેવસેન અને કેતુસેન પણ લાડ-પ્યાર અને સુખ સગવડમાં ઉછરશે. કેટલું રમ્ય સ્વપ્ન હું નિહાળી રહ્યો હતો. પણ...હાય...મારા ભાગ્યને કંઈ જુદું જ મંજૂર છે. આમ કહેતે કપાળ કૂટવા લાગે ને રડવા લાગે કે અરેરે...મારે સ્નાન કર્યા વિના શું તું ચાલતું ! ભિખારીને વેશે ગયા હોત તે શું સુશીલા મને કાઢી મૂકવાની હતી? આ મારી મૂર્ખાઈનું પરિણામ છે. હવે આ યાતનાઓ મારાથી સહન થતી નથી. સુશીલા અને કુમળા ફૂલ જેવા બાળકે તો બિચારા હજુ ખીલીને વિકસ્વર થાય તે પહેલાં એમના પર દુઃખની ઝડીઓ પડવા માંડી છે. એમની કેવી કરૂણ સ્થિતિ હશે ! હે ભગવાન! હવે તે હદ થઈ ગઈ. સ્વજનેની વેદના અને પરિતાપ મારાથી સહન થતા નથી. હવે કોઈ પણ રીતે જીવનને અંત લાવે છે.
બીજી વાર જીવનને અંત લાવતે ભીમસેન.”:- આ પ્રમાણે નિશ્ચય કરીને તરત જ ભીમસેને મરવાની તૈયારી કરી. ત્યાં નજીકમાં જ એક વડલાનું ઝાડ હતું ત્યાં ગયે. વડલાની વડવાઈએ જમીન સુધી પથરાયેલી હતી. તે તેણે પોતાના ગળે વીંટાળી બરાબર બાંધી ફાં બરાબર નાંખીને લટકવા લાગ્યા. વડવાઈ એના કઠણ પાશથી તેને શ્વાસ રૂંધાવા લાગ્યા. આંખે ઊંચે ચઢી ગઈ. ન તણાઈને બહાર ઉપસી આવી. રૂંવાડા ખડા થઈ ગયા. હવે જીવન અને મૃત્યુને બે ઘડીનું છેટું હતું, પણ દુઃખના સમયે મૃત્યુ પણ એને વહાલું નથી બનતું. જેટલા આવેગથી ને આવેશથી એ મૃત્યુને ભેટવા ગયો એના બમણા આવેગથી મૃત્યુ એનાથી દૂર ભાગતું હતું.
“મૃત્યુના મુખમાંથી બચાવતાં સંન્યાસી.” :-ભીમસેન જીવન અને મૃત્યુની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. તે જ વખતે એક જટાધારી સંન્યાસી બાવાએ લટકતા ભીમસેનને જે. આ દશ્ય જોતાં સંન્યાસીને મનમાં થયું કે આ યુવાન શા માટે આમ મરે છે? તેથી એકદમ ત્રિશૂળ વડે વડની વડવાઈને છેદી નાંખી. તરત ભીમસેન જમીન ઉપર પડે, ગળામાંથી ફાંસે કાઢી સંન્યાસીએ ભીમસેનને કમંડળમાં ઠડું પાણી હતું તે છાંટયું, અને પિતાના ખોળામાં એનું માથું લઈને પ્રેમથી પંપાળવા લાગ્યું. આ રીતે ઘણી વાર કર્યું ત્યારે ભીમસેન કંઈક શુદ્ધિમાં આવ્યું. જે શુદ્ધિમાં આવે એ જ એના મુખમાંથી શબ્દ નીકળે. “અરિહંત” આ સાંભળીને સંન્યાસીના મનમાં