________________
૫૬૧
શારદા સિદ્ધિ શાળામાં જઈને અઠ્ઠમ કરે છે, પછી સૈન્ય સહિત લવણ સમુદ્રમાં છેડે સુધી ગયા ને પછી ધનુષ્ય પર બાણ ચઢાવીને બોલ્યા કે જે નાગ, અસુર કે સુવર્ણદેવ હોય તે મારી આજ્ઞા સ્વીકારો. એમ કહીને બાણ છોડયું. તે બાણ બાર યોજન દૂર રહેલ માગધતીર્થના અધિપતિના ભવનમાં જઈને પડ્યું. બાણ જેઈને પહેલાં તે તે ખૂબ ગુસ્સે થાય છે, પણ જ્યારે તે બાણ ઉપર બ્રહ્રદત્ત ચક્રવર્તિનું નામ જોયું ત્યાં દેવ શાંત થઈ ગયે, અને પછી વિચાર કર્યો કે પૂર્વે થઈ ગયેલા, વર્તમાનમાં હું અને ભવિષ્યમાં જે કંઈ આ જગ્યાએ માગધતીથકુમાર દેવ થશે તે બધાને એ છત આચાર છે કે ચક્રીને ભેટ આપે. એમ વિચાર કરીને હાર, મુકુટ, વસ્ત્ર, આભરણ, તીર્થનું પાણી વિગેરે લઈને બ્રહ્માદત્ત ચકવતિ પાસે આવ્યા અને અંતરિક્ષ આકાશમાં રહીને નાની નાની ઘૂઘરીઓ ઘમકાવતે પાંચ રંગના ઉત્તમ વસ્ત્રો પહેરેલ એ તે દેવ બ્રહાદત્ત ચક્રવતિને બે હાથ જોડી ય વિજય શબ્દોથી વધાવીને કહેવા લાગ્યું કે,
બ્રહ્મદત્ત ચકીને ચરણમાં દે”:- હે દેવાનુપ્રિય! હું આપને આજ્ઞાધારક નોકર છું. આપ મારી આ ભેટ સ્વીકારે. બ્રહ્મદત્ત ચકવતિએ તેની ભેટ સ્વીકારી. તેને સત્કાર સન્માન કરી રવાના કર્યો, પછી બ્રહ્મદત્ત ચકીએ રથને પાછો ફેરવી માગધતીર્થથી લવણુ સમુદ્ર પાર કર્યો. ત્યાં પ્રજાને બેલાવી ૮ દિવસ આનંદ કરવા કહે છે, પછી ચક વરદામ તીર્થ તરફ ચાલે છે. બ્રહ્મદત્ત મહારાજા સૈન્ય સહિત તેની પાછળ ચાલે છે. પછી આગળની જેમ વરદામ તીર્થને દેવ બ્રહ્મદત્ત ચક્રીની પાસે આવે છે ને અનેક જાતની ભેટ આપે છે, પછી ચક પ્રભાસતીર્થ તરફ ચાલે છે. ત્યાં ચકી ૩ ઉપવાસ કરે છે. ત્યાં દેવ આવીને ભેટ આપે છે. પછી ચક્ર ત્યાંથી સિંધુ નદી તરફ ચાલે છે. ત્યાં ત્રણ ઉપવાસ કરે છે તેથી સિંધુ દેવીનું આસન ચળે છે. દેવી ઉપગ મૂકીને જુએ છે, પછી ભેટો લઈને બ્રહ્મદત્ત મહારાજા પાસે આવે છે અને ભેટો આપે છે. અઠ્ઠમનું પારણું કરી પ્રજાને લાવી આઠ દિવસને મહોત્સવ કરે છે. પછી ચક્ર વૈતાઢય પર્વત તરફ ચાલે છે. ચકી ૩ ઉપવાસ કરે છે. વૈતાય ગિરિકુમાર દેવનું આસન ચાલે છે. દેવ ઉપગ મૂકીને જુએ છે તે બ્રહ્મદત્ત ચક્રીને દેખે છે. તે ઉત્તમ પ્રકારનું ભેટશું લઈને ચક્રવતિને આપે છે કે દેવ ચાલ્યો જાય છે. પછી ચક્ર તિમિગ્ર ગુફા તરફ ચાલે છે. ચકી ૩ ઉપવાસ કરે છે. કૃતમાલ દેવનું આસન ચલે છે. તે ભેટયું લઈને ચકી પાસે આવે છે. આ દેવ જે ભેટયું લાવે છે તેમાં ખાસ કરીને ચક્રવતિના સ્ત્રીરત્ન માટે તિલક પ્રમુખ ૧૪ પ્રકારના આભરણ લાવે છે. તે આ પ્રમાણે (૧) હાર (૨) અર્ધહાર (૩) એકાવલી (૪) કનકાવલી (૫) રત્નાવલી (૬) મુક્તાવલી (૭) કેયુર (૮) કડા (૯) ત્રુટિત (૧૦) મુદ્રા (૧૧) ઉરસૂત્ર (૧૨) ચુડામણી (૧૩) કુંડલ અને (૧૪) તિલક.
અહીં સુધી ચક્રવતિએ છ તેલા (અઠ્ઠમ) કર્યા, પછી બ્રહ્મદત્ત ચક્રીએ પિતાના શા. ૭૧