________________
૫૫૮
શારદા સિદ્ધિ
કાલ ઉપર કોઈ કામ રાખશે નહિ. કાલે કરવાનું શુભકાર્ય આજે જ કરી લો, કારણ કે મૃત્યુ મુખ ફાડીને સામે ઉભું છે. કાલે આપણે અહીં રહીશું કે નહિ તેની આપણને ખબર નથી. આ લેક આપણને કેવી સુંદર હિત શિખામણ આપે છે કે કઈ પણ શુભકાર્ય કાલ ઉપર રાખે નહિ. કાલ ઉપર રાખવાથી શું ફાયદો ? શુભ કાર્યમાં આત્મસાધના કરવાના અમૂલ્ય સમયમાં આળસ અને પ્રમાદ જે પગદંડે જમાવીને બેસી જશે તે જે કરવા જેવું છે તે બાજુમાં રહી જશે. મહાન પુરૂષ માનવ સામે એક પ્રશ્ન કરે છે કે હે માનવ ! આ ઉત્તમ માનવદેહ પામીને તારું કર્તવ્ય શું? ત્યારે કોઈ કહેશે કે ધન મેળવવું અને માન, પ્રતિષ્ઠા મેળવવા માટે મરી ફીટવું એ કર્તવ્ય છે, ત્યારે બીજા કેઈ એમ કહે છે કે આનંદ મેળવવા માટે કટિબદ્ધ બનવું એ કર્તવ્ય છે, કોઈ કહે છે કે ખાવું, પીવું, ખેલવું, સારા વસ્ત્રાભરણથી શરીરને સજાવવું ને મોજમઝા માણવી એ કર્તવ્ય છે. આ રીતે જુદા જુદા કર્તવ્યના સંબંધમાં ફસાયેલ માનવ એ જ દિશામાં ડગ ભરે છે ને પરિણામે જે કરવા જેવું છે તે કાલ ઉપર રહી જાય છે.
આજને માનવ કયાંય પગ વાળીને બેસતું નથી. જેટલી ઝડપે તે દેડી રહ્યો છે, આકાશને આંબી રહ્યો છે ને પૃથ્વીના પેટાળમાં પેસી રહ્યો છે, જગતને ખૂણેખૂણે એ ખૂદી રહ્યો છે છતાં એને હજુ કર્તવ્યની દિશા મળી નથી ને શાંતિને સાચે રાહ એણે અપનાવ્યો નથી. આનંદના અખૂટ ભંડાર એના અંતરના ઓરડામાં ભરેલા છે. પણ આત્મસાધના દ્વારા ખેલવા માટે જરા પણ પ્રયત્ન કરતું નથી, માટે માનવે કર્તવ્યની ભૂમિકા સમજવાની ખાસ જરૂર છે. કર્તવ્ય સમજાશે તે કઈ કામ કાલ ઉપર રાખવાનું મન નહિ થાય. અરે ! વ્યવહારમાં પણ આજનું કામ કાલ ઉપર રાખવા જતાં ઘણાં માણસે જીવનમાં હાર ખાઈ જાય છે પછી એ જલદી ઉંચા આવી શકતા નથી.
ચિકાગોથી ભરેલું વહાણ દરિયા કાંઠે આવી પહોંચ્યું ને શેઠને સમાચાર આપવામાં આવ્યા કે વહાણ આવી ગયું છે. આપ આવે તે માલ ઉતારી લઈએ. આ વખતે શેઠ પત્તાની રમત રમવા મશગૂલ હતા. ઉંચું જોવાની એમને કુરસદ ન હતી. થેડી વાર પછી આવું છું એવો જવાબ આપ્યો. રમતને રંગ બરાબર જામ્યો હતો. શેઠને બીજે કઈ વિચાર કરવાની ફુરસદ ન હતી. સાંજ પડવા આવી. દરિયા કિનારેથી વારંવાર તેડા આવવા લાગ્યા છતાં શેઠ ન ગયા, છેવટે કહેવડાવી દીધું કે આજની રાત એમ જ રહેવા દે. કાલે માલ ઉતારી લઈશું. રાત્રે સમુદ્રમાં ભયંકર તેફાન જાગ્યું, શેઠનું વહાણ ભાંગીને ભુક્કો થઈ ગયું, અને ધનવાન શેઠ રસ્તે રખડતા ભિખારી જેવા થઈ ગયા. થોડી આળસને કારણે પરિણામ વિપરિત આવ્યું. આટલા માટે મહાન પુરૂષે વારંવાર આપણને કહી રહ્યા છે કે કાલે કરવાનું કાર્ય આજે કરે ને આજે