________________
૫૧૨
શારદા સિિ
રૌદ્રધ્યાનના યોગે નરકગતિને પામે છે. તું તે સુન્ન અને સમજદાર લાગે છે માટે તારે આ રીતે હિંમત હારીને જીવનના 'ત લાવવા તે યોગ્ય નથી. તું જીવતા હશે તેા કઈક પામી શકશે. કહેવત છે ને કે “જીવતા નર ભદ્રા પામે.” માટે ભાઈ તું હિંમત ન હાર. નિરાશ ન થા. સાંભળ, સુખ-દુઃખ એ તે સમય સમયની છાંયડી છે. કર્માનુસાર સુખ દુઃખ દરેક જીવાને આવે છે પણ એથી ગભરાવાની જરૂર નથી. ભાઈ ! એમ દુઃખાથી હારી જઈને આવુ. અવિચારી સાહસ કરીએ તે એનું પરિણામ ખરાબ આવે છે. પૂર્વ કર્માં બાંધ્યા હાય તે દુઃખ આવે છે. એને ભાગવતાં આ ધ્યાન રૌદ્રધ્યાન કરીએ તેા નવા કર્યાં અધાય છે. રામચંદ્રજી, હરિશ્ચંદ્ર રાજા, નળરાજા અને પાંચ પાંડવાને કર્માંના ઉદયથી કેવા દુઃખા ભાગવવા પડયા ! ઘેાર કષ્ટ સહન કર્યાં પણ હિંમત ન હાર્યાં ને જીવતા રહ્યા તે જે સુખ હતું તેનાથી પણ વધારે સુખ-સ ́પત્તિ પામ્યા. કમે તે ખુદ તીર્થંકર ભગવાન અને ચક્રવતિ જેવા પુરૂષને પણ છેડયા નથી તે મારા ને તારા જેવાની તેા શું તાકાત ! માટે તું સમભાવ રાખ. આ તારા અશુભ કર્માંનું પિરણામ છે. તારા પુણ્ય પ્રગટશે ત્યારે જરૂર તારા દુઃખને અંત આવશે. આ રીતે શેઠે ભીમસેનને આશ્વાસન આપ્યુ. એટલે ભીમસેનનુ... હૈયુ હળવુ' અન્ય. હવે આગળ શું ખનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ન ૫૦
ભાદરવા વદ ૨ ને શુક્રવાર
તા. ૭-૯-૭૯
અનંત ઉપકારી, શાસનપતિ ભગવાન જગતના જીવાને પડકાર કરીને જગાડતા કહે છે હું જીવે!! હવે તેા જાગેા. કયાં સુધી સૂઈ રહેશે ? માતા પિતા પેાતાના સંતાનેાને દ્રવ્ય નિદ્રામાંથી જગાડે છે જ્યારે ભગવાન આપણને ભાવ નિદ્રામાંથી જગાડે છે. ભાવનિદ્રા એટલે શું? સમજો છે? આંખ ખુલ્લી છે, જાગતા છીએ, સંસારના કાર્યામાં પૂરવેગથી પ્રવČમાન છીએ પર`તુ જો આત્મહિતના ઉપયાગ નથી, ભાન નથી, લક્ષ નથી તે। ભાવનદ્રામાં પાઢયા છીએ. દ્રવ્ય નિદ્રામાં કાયા કે બહારના પદાર્થાનું ભાન નથી અને ભાવનિંદ્રામાં આત્માનુ કે આત્મહિતનું ભાન નથી. દ્રવ્ય નિદ્રાથી એટલુ` નુકસાન કે ઘરનું કામકાજ કે ધા બધ રહે ત્યારે ભાવનિદ્રાથી તા નુકસાન અપર’પાર. જીવને અજ્ઞાન, રાગ-દ્વેષ, તૃષ્ણા, કષાયા રૂપી કેટલાય સાઁ અને વીંછીએ કુરડી ખાય છે છતાં ભાવનિદ્રાથી બેભાન બનેલાઓને કરડયાની ખબર નથી પડતી. કરડયાનુ... દુ:ખ કે શોક નથી. મનુષ્યભવ આમ ને આમ પસાર થઈ જાય એ કેટલી મેાટી કમનસીબી! ભગવાનનુ વિરાટ શાસન મળ્યા છતાં જાગવું નથી તે પછી કયાં જગાશે ? માટે જાગે. જાગેા. એ માટે આત્મચિંતા, પરમાત્મચિ’તન, મૈત્રી આદિ ભાવે, વૈરાગ્ય ભાવનાઓ, દાન, શીલ, તપ વિગેરેમાં જોડાઈ જાઓ,