________________
પર દે
શારદા સિદ્ધિ
ઘડપણ આવતાં ઘરડી થઈ જાય છે. એટલે સમરાદિત્ય કુમાર પૂછે છે કે આવુ' ઘડપણ જો અવશ્ય'ભાવી આવતુ હાય તેા પછી આટલા ઉત્સવ અને ઉજાણીના શે અથ ? જો ઘડપણ આવવાનુ જ હાય અને ભાવિ ભવાના પણ ઘડપણ એ નિવારી શકતું ન હોય તે ખરેખર એવા કાર્યાંમાં લાગી જવુ જોઈએ કે જેથી ઘડપણના નિર્મૂÖલ નાશ થઈ જાય. આપણે તે જન્મજન્મ આવતા ઘડપણને રોકવાના છે, તેથી ઘડપણના સંસારી જીવન સામે સગ્રામ ખેલી લેવાના છે પણ એ કયારે ખની શકે? આવા સોનેરી સમયને આવા ગીત નૃત્યાદિ ઉત્સવમાં દુરપયોગ ન કરાય ત્યારે. ઘડપણ આવતા પહેલાં ખોટી લાલચે અને લાગણીઓ રૂપી પાપ પ્રવૃત્તિએ સામે પૂર્વાવસ્થાના જીવન કાળમાં સંગ્રામ ખેલી એને હટાવવની છે, પછી વૃદ્ધાવસ્થાના સમયમાં થાય તેટલી સાધના કરીને સંગ્રામનુ બાકી રહેલુ કાર્ય સાધવાનુ` છે.
“સમરાદિત્યે જોયેલું ત્રીજું દૃશ્ય ” :– આગળ ચાલતા સમરાદિત્યકુમારે ત્રીજું એક દૃશ્ય જોયું. એક માણસને ખાટલામાં નાંખીને ચાર જણા ખાટલો ઉચકીને લઈ જાય છે. આ દૃશ્ય જોઈ ને કુમારે સારથીને પૂછ્યુ - –આ દૃશ્ય વળી કેવું છે ? સારથીએ કહ્યુ', કુમારસાહેબ ! આ દેશ્ય નથી પણ આ માણસ રોગથી પીડાયેલો છે એટલે તેને વૈદને ત્યાં લઈ જવામાં આવે છે. કુમારે પૂછયુ-ભાઈ ! વ્યાધિ એટલે શુ' ? વ્યાધિ જેની ચેાટલી પકડે છે તેની શું આટલી બધી કરૂણ દશા થાય છે ? મારા પિતાજી આવી ક શા ડાકણને તલવારથી કેમ મારી નાંખતા નથી? આટલું બેલીને કુમારે મ્યાનમાંથી તલવાર કાઢી હાથમાં લઈને એવા દેખાવ કર્યાં કે જાણે વ્યાધિ રૂપ ડાકણીને હમણાં ને હમણાં હણી નાંખશે. સારથીએ કહ્યું– ભાગ્યવાન કુમાર ! ઘણી ખમ્મા તમને ! જરા શાંત થાઓ, ધીરા પડેા. આપ તે જાણકાર છે, ધીર, વીર ને ગંભીર છે. હું જાણુ` છું કે આપ ખીજાને પ્રતિધ આપવા માટે આવી પવિત્ર પ્રવૃત્તિ કરી રહ્યા છે. ધન્ય છે તમને ! સારથીના કહેવાથી કુમારે તલવર મ્યાન કરી ત્યારે સારથીએ કહ્યુ કે કુમાર સાહેબ ! આપની પુણ્ડાઈ જબરી હોય તે આપને વ્યાધિના અનુભવ ન હોય એ બનવા જોગ છે. બાકી વ્યાધિ પણ જરાની જેમ મૃત્યુનુ' દૂત કાર્ય કરે છે. વ્યાધિ, જરા અને મૃત્યુની યોજનામાંથી જીવ છટકી શકે તેમ નથી.
આ સાંભળીને કુમારે એક જ વાત કરી કે જો માણસ મૃત્યુ, જરા અને બ્યાધિને શિકાર છે તેા પછી આવા ઉત્સવ, નૃત્ય વગેરે ધાંધલ ધમાલ કરવાના શે। અર્થ ? કુમારે તે ત્રણે પ્રસંગે આ એક જ પ્રશ્ન કર્યાં છે. એની પાછળ ગઢ તત્ત્વજ્ઞાન છૂપાયેલુ છે. એના કહેવાના આશય એમ નથી કે તમે ઉત્સવ, મહાત્સવની માજ છોડીને ઘરમાં બેસી રહેા પણ કુમારનુ કહેવુ' એમ છે કે જે જીવનના માથે રાગ–જરા અને મૃત્યુના ડંડા ઝઝૂમે છે એને દૂર કરવા તપ ત્યાગાદિ સાધના કરવાને બદલે રોગ જરા અને મૃત્યુની વૃદ્ધિ કરાવનારા ઉત્સવ નૃત્યાદિમાં આવું અમૂલ્ય જીવન વેડફી