________________
શારદા સિદ્ધિ
૧ર૭
નાંખવું એ કેટલી મૂર્ખાઈ છે. આ ત્રણ દૃશ્ય નજર સમક્ષ રાખીને માણુસે પોતાના ધ્રુણા અને દુષ્કૃત્યાથી પાછા ફરી જવુ... જોઈ એ. હવે તેા આ રગ-રણ, ઇર્ષ્યા, અનીતિ, ક્ષુદ્રતા વિગેરે દોષોથી હું થાકી ગયા છું. મારે એમની જરૂર નથી. હવે તે મારે વિરાગ–પ્રમાદ–મૈત્રી આદિ ગુણા વિકસાવીને દુર્ગુણ્ણા સામે ઝઝૂમવુ' છે. સદ્ગુણા પ્રગટાવીને દુગુ ણેાની સામે ઝઝૂમવુ. એવુ' નામ જીવન સગ્રામ.
સમરાદિત્યકુમાર પ્રજાજનાને ઉદ્દેશીને કહે છે કે પ્યારા પ્રજાજના ! જન્મ પામેલા માટે વ્યાધિ અને વૃદ્ધાવસ્થા તે આવે ત્યારે આવે પણ મૃત્યુ તે નિશ્ચિત છે. તે આ ગીતગાન, નાચર’ગ વિગેરે જલસા અને ઉજાણીના કોઈ અર્થ નથી. જેમ પતગિયું દીવાની આસપાસ ઘૂમતા થોડી વારમાં સ્વાહા થઈ જાય છે તેમ આપણી આસપાસ ઘૂમતા કાળરાજા કયારે આપણને સ્વાહા કરી જશે તેની ખખર નથી. હુવે તમે જ કહેા. જેનુ' પિરણામ આખરે વિનાશ અને વિલાપમાં આવે એવા રંગરાગમાં શુ' જીવનના ક"મતી સમય ફેકી દેવા ? ના.’ આ અમૂલ્ય અવસર તે આ ત્રણેની સામે ઝઝૂમવાના છે. મૃત્યુ–જરા અને વ્યાધિ આ ત્રણેનુ' મૃત્યુ થઈ જાય તે માટે આત્મસાધનામાં
મથવાના છે.
આ શું બતાવ્યુ` ? જીવનસંગ્રામ. કુમારે પ્રજાજનાને એવી છટાથી ઉપદેશ આપ્યો કે લોકેાને માગ માં જ સ્થભિત કરી દીધા ને કાંઈક જીવાને વૈરાગ્યના રગે રગી દીધા. ઉજાણી ઉજાણીના સ્થાને રહી ને મામલો ખદલાઈ ગયો. આ બાજુ અધિકારીઓએ જઈ ને રાજાને વિનયપૂર્વક આ વાત કરી. રાજાએ કુમારને મેકલ્યા ત્યારે એમને સ્હેજ પણ એવી કલ્પના ન હતી કે મારા દીકરા વેરાગી બની જશે. રાજાએ તેા કુમારના જીવનમાં સ'સારના રસ પ્રગટે એ માટે આ વસતાત્સવની ઉજાણી કરવાનું આયેાજન કર્યુ હતુ. તેના બદલે ઉત્સવના એકેક દૃસ્યા જોઈને કુમારનું હૃદય પીગળી ગયું ને એના વૈરાગ્ય દૃઢ બન્યા. હવે સમરાદ્વિત્યકુમાર સ`સારમાં અનાસક્ત ભાવથી રહે છે ને જગતના જીવાને સંસારથી અનાસક્ત રહેવા માટે સમજાવે છે. મેાક્ષમાં જવું હેાય તેા કર્મોની સામે જીવનસ’ગ્રામ ખેલવા પડશે. એ સંગ્રામ ખેલવા માટે તપશ્ચર્યા, જ્ઞાન, યાન, વિનય, ભક્તિ આદિ સાધનામાં રચ્યાપચ્યા રહેવું પડશે તે જ જીવન સાથે કમ સ’ગ્રામ ખેલાશે.
આપણે મેક્ષ પ્રાપ્તિ માટે કર્માંની સામે જીવનસંગ્રામની વાત કરી ત્યારે બ્રહ્મદત્ત કુમાર પિતાજીનું રાજય પાછું મેળવવા માટે દીર્ઘરાજા સાથે સ ંગ્રામ ખેલવા આવી રહ્યો છે. દીર્ઘરાજાને ખબર પડી કે બ્રહ્મદત્ત ચક્રવતિ બનનાર છે, એને અનેક રાજાઓની સહાય છે છતાં બ્રહ્મદત્ત સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. આ બાજુ દીર્ઘરાજામાં મેહાંધ બનેલી ચુલની રાણીને ખબર પડી કે બ્રહ્મદત્તકુમાર મોટું લશ્કર લઈને યુદ્ધ કરવા આવ્યો છે, એ તે જાણતી હતી કે મારા પુત્ર કોણ છે? પાતે ચૌદ સ્વપ્ના જોઈને