________________
૫૩૮
શારદા સિદ્ધિ ઉદાર હતી. એણે કહ્યું કે નાથ ! આપણી પાસે બીજું તે કંઈ નથી, પણ મારું પાનેતર મેં લગ્ન વખતે પહેર્યું છે પછી કઈ દિવસ પહેર્યું નથી. એ પાનેતર ઘણું કિંમતી છે તે તે આપણે દીકરીને આપી દઈએ. ઝંડુ ભટ્ટે કહ્યું કે મારી પણ એવી જ ઈચ્છા હતી. ખરેખર તને ધન્ય છે ! તું મારી પત્ની જ નહિ પણ સાચી ધર્મપત્ની છે. ખરા સમયે તું મારા મનના ભાવને બરાબર પારખી ગઈ. પત્નીએ પેટીમાં સાચવીને રાખેલું પાનેતર કાઢીને હર્ષભેર પતિના હાથમાં મૂકી દીધું. ઝંડુભટ્ટ આત્મ સંતેષથી છલકાતા હર્ષભેર મુનિમજી પાસે આવ્યા ને પાનેતર આપતા કહ્યું, મુનિમજી! હું આ મારી દીકરીને કરિયાવરમાં આપું છું. ઝંડુ ભદની ઉદારતા જોઈને મુનિમનું મસ્તક એમના ચરણમાં ઝૂકી પડયું. ઝંડુભટના મુખ ઉપર પણ હર્ષને ભાવ ઉભરાતે હતે. એમની પત્નીને પણ પોતાના લગ્નની યાદીના પ્રતીક સમું વહાલું પાનેતર દીકરીને કરિયાવરમાં આપ્યાને પૂરો આત્મસંતેષ હતે. સંતેષી, ઉદાર અને સેવાભાવી, દયાદ્ધ ચિત્તવાળા ઝંડુ ભટ્ટના શુભ ગુણેની યાદી માટે ઝંડુ ફાર્મસી સ્થાપવામાં આવી. સાદા-સરળ-અને અકિંચન છતાં પણ દદીઓના દર્દનું સચોટ નિદાન કરનાર એ સેવાભાવી વૈદ સૌના દિલમાં વસી ગયા. કેવા એ પવિત્ર અને સંતોષી જ હશે કે પિતાની મૂડીમાં રહેલું પાનેતર પણ હર્ષભેર મુનિમની દીકરીને દઈ દીધું. આજે - તે પિતાના સ્વમ બંધુ અગર સગા ભાઈ સામું પણ જનાર બહુ અલ્પ છે. આ દુનિયામાંથી ચાલ્યા જવા છતાં જે તમારું નામ ભારતના ઇતિહાસના પાને અમર બનાવવું હેય તે ઠંડુભટ્ટ જેવા ઉદાર બનજો. ઝંડુભટ્ટને દુનિયામાંથી વિદાય થયા ને કેટલાય વર્ષો વીતી ગયા છતાં આજે એમનું નામ ગાજે છે.
આપણા ચાલુ અધિકારમાં બ્રહ્મદર અને દીર્ઘ રાજા વચ્ચે ઘોર યુદ્ધ મચી ગયું. એકબીજા પોતપોતાના શસ્ત્ર અને અસ્ત્રને એકબીજા ઉપર છૂટથી ઉપયોગ કરવા લાગ્યા. બ્રાદત્તકુમારે ભારે કૌશલ્યથી દીર્ઘરાજાના સઘળા શસ્ત્રોને નાકામિયાબ બનાવી દીધા એટલે એની પાસે શસ્ત્રો પણ ખૂટી પડયા, છતાં બંને વચ્ચે ઘણુ સમય સુધી યુદ્ધ ચાલ્યું. બંનેમાંથી કોઈ કેઈને હરાવી શકયું નહિ. બ્રહ્મદત્ત તે ચક્રવતિ હતા એટલે હારે નહિ પણ દીર્ઘરાજા ચક્રવતિ ન હતા છતાં એમનામાં બળ ખૂબ હોવાથી કોઈ રીતે એમને પરાજય થતું નથી, ત્યારે બ્રહ્મદ વિચાર કર્યો કે દીર્ઘરાજા સામાન્ય શસ્ત્રોથી પરાજિત થઈ શકે તેમ નથી એટલે હવે મારે એમના ઉપર મારું છેલ્લું શસ્ત્ર ચક છેડયા વિના છૂટકો નથી. આ દીર્ઘરાજાએ બ્રહ્મદત્તને મારી નાંખવા માટે કાવતરાં ઘડયાં ને એને પકડવા માટે સૈનિકે દોડાવવામાં બાકી રાખી નથી. એ જ બ્રહ્મદત્તના હાથે એનું મેત થવાને પ્રસંગ આવ્યો. કહેવત છે ને કે “વારા પછી વાર ને મારા પછી તારો”. સોય પછી દેર ને દેરા પછી સેય. ક કોઈને છેડતા નથી. બ્રાદરો દીઘરાજા ઉપર ચકરત્ન છેડયું. જ્યાં ચક્રવર્તિનું ચક્રરત્ન છૂટે