________________
પપ૦
થોરદા સિવિલ થાય તે તેમાં આત્મ સંકુચિત થઈને રહે છે, અને હાથી જેટલું મોટું શરીર હોય તે આત્માના પ્રદેશે વિસ્તૃતપણે રહે છે.
કર્મને ગમે તે એનિમાં આત્મા વર્તતે હોય પરંતુ આત્મપ્રદેશની સંખ્યા અસંખ્યાતી ત્રણે કાળમાં સમાન છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાં એક પણ આત્મ પ્રદેશને વધારે થતો નથી કે ઘટાડો થતું નથી, અને એ અસંખ્યાત આત્મપ્રદેશમાંથી એક પણું આત્મપ્રદેશ છૂટો પડતું નથી. પુદ્ગલ સ્કંધમાંથી પ્રદેશ છૂટા પડે અને નવા પ્રદેશ તેમાં આવીને મળે. પુદ્ગલમાં ભેદ અને સંઘાત બને છે પણ આત્માના પ્રદેશમાં એમ નથી બનતું. ચાર હાથના એક કપડાના બે, પાંચ કે તેથી વધારે ટુકડા થશે, સોનાચાંદીના પણ ટુકડા થશે. પરમાણુ સિવાય પુદ્ગલના પણ વિભાગ થઈ શકશે પણ આત્મપ્રદેશના વિભાગ નહિ થઈ શકે. આત્માનું છેદન ભેદન થતું નથી. જ્યારે ઉપસના પ્રસંગો આવે ત્યારે આત્માથી સંયમી પુરૂષે આત્માને એ જ શિક્ષણ આપે છે કે તે આત્મા તું સ્વયં અચ્છઘ, અભેદ્ય છે. જે છેદનભેદન થાય છે તે તત્ત્વદષ્ટિએ તારું છેદનભેદન થતું નથી, માટે તું સમતામાં ટકી જા. આર્તધ્યાનાદિ ન થાય તેને ઉપયોગ રાખ. કાયાના છેદનભેદનમાં તારું છેદનભેદન નથી. તું તે ત્રિકાળી અખંડ અવિનાશી દ્રવ્ય છે. ", બંધુઓ ! આપણે આત્માની વાત ચાલી રહી છે. જ્ઞાન અને દર્શન એ આત્માના સ્વાભાવિક ગુણ છે. પોતાના સ્વરૂપથી આત્મા પરિપૂર્ણ જ્ઞાનમય પ્રકાશથી યુક્ત છે. પરંતુ જેવી રીતે સૂર્યને વાદળાના આવરણ આચ્છાદિત કરી લે છે તેવી રીતે પ્રકાશપુંજ આત્મા કર્મોથી આચ્છાદિત થઈ રહ્યો છે. જેવી રીતે બુદ્ધિવાન પુરૂષ પણ મદિરાપાન કરીને વિવેક રહિત બની જાય છે તેમ આત્મા મોહનીય કર્મના નશાને કારણે વિવેક શૂન્ય બની જાય છે, પરંતુ જેવી રીતે વાદળાના આવરણ દૂર થતાં સૂર્ય પોતાના અસલી સ્વરૂપમાં પ્રકાશે છે અને મદિરાની અસર દૂર થવાથી મનુષ્ય પોતાના રૂપમાં આવી જાય છે તેવી રીતે મેહનીય આદિ કર્મોના નાશ થવાથી આત્માનું અસલ સ્વરૂપે પ્રગટ થાય છે ને બધી વિકૃતિ દૂર થાય છે. તીર્થકર ભગવંત મોહનીય આદિ કર્મોને નાશ કર્યા પછી સર્વજ્ઞ અને સર્વદશી બને છે, અને પછી ધર્મને ઉપદેશ આપે છે.
આમ તે બધા કર્મો આત્મામાં કઈને કઈ પ્રકારના વિકાર ઉત્પન્ન કરે છે પણ તે બધામાં મોહનીય કર્મ પ્રબળ છે. તે આઠ કર્મોમાં રાજા સમાન છે. આ કર્મના રહેવા પર બધા કર્મોની હયાતી રહે છે અને તેને નાશ થયા બાદ બધા કર્મોને નાશ થાય છે. મેહનીય કર્મમાં ઘણી તાકાત છે. તે આત્માના સમ્યગદર્શનને ઘાતક છે. ચારિત્રને પણ નાશ કરે છે. સમ્યગદર્શનને નષ્ટ કરવાવાળા દર્શન મેહનીય અને ચારિત્રમાં અટકાયત કરવાવાળા કમને ચારિત્ર મેહનીય કર્મ કહેવાય છે. જેવી રીતે ૧૦૫ ડિગ્રી તાવવાળાને ભેજનની રુચિ થતી નથી તે રીતે દર્શન મેહનીયના ઉદયવાળાને