________________
શારદા સિદ્ધિ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરની નજીકમાં આવી ગયા. હવે તમને એમ થશે કે એની પત્ની અને ખાળકાને મળી જશે ને નવ લાખના રત્ના હાથમાં આવ્યા છે એટલે એના દુઃખના અંત આવી જશે. પણ એના દુઃખના અંત આવે એ વિધાતાને માન્ય ન હતું, ક્ષિતિપ્રતિષ્ઠિત નગરની નજીક એક સુદર સરોવર હતું. તેના નિળ પાણીમાં ગુલાબી કમળે! ખીલી રહ્યા હતા.
“તૂટી પડેલા આશાના મિનારા” :- ભીમસેન ખૂબ ચાલવાથી થાકી ગયા હતા. એના વસ્ત્રો પણ ઘણાં મેલા ને ફાટેલા હતા. શરીર પર ઘણુા મેલ જામ્યા હતા એટલે વિચાર કર્યો કે હું આવા મિખારીના વેશે મારી પત્ની અને પુત્રોને મળીશ તે એ મારે માટે શું વિચાર કરશે ? એ તે મારો આવેા વેશ જોશે એટલે એમ જ માનશે કે લોટિયા ખાવા જેવા ગયા હતા તેવા જ પાછા આવ્યા લાગે છે. એક તા દુઃખથી કટાળી ગયા છે ને તેમાં જો હુ' આવા વેશે જઈશ તા મને જોઈને બેભાન થઈ જશે, માટે મારે આવા વેશે તેમને મળવું નથી. હવે કઈ નગર દૂર નથી. હું આ સરેવરમાં સ્નાન કરી ઠીક કપડા પહેરીને હું મારી પત્ની અને મારા વહાલા દેવસેન અને કેતુસેનને મળીશ. આ પ્રમાણે ભીમસેને મનથી નક્કી કર્યુ અને અરિહંતનુ‘ નામ લઈને સરોવરમાં સ્નાન કરવા ગયા. ભીમસેને સરાવરમાં ડૂબકી મારી. સરોવરના શીતળ જળના સ્પર્શથી એના થાક ઉતરવા લાગ્યા એટલે એકાદ એ વધુ ડૂબકી મારીને આનંદ અને ઉલ્લાસથી સ્નાન કરવા લાગ્યા. જુએ, એના કમ કેવા બળવાન છે ! એ કેટલી સાવધાનીથી ચારે બાજુ તપાસ કરીને ન્હાવા ગયા હતા પણ કમ કહે છે કે તું ગમે તેટલી સાવધાની રાખ પણ હુ' તે અદૃશ્યપણે તારી સાથે ને સાથે જ છું. ભીમસેન સરોવરમાં સ્નાન કરતા હતા તે સમયે એક વાંદરો દોડતા દોડતા સરાવરની પાળે આન્યા ને ભીમસેનની જીગરજાન વહાલી ગેાદડી લઈને ઝડપભેર સામેના ઝાડ ઉપર જઈને બેઠા. ભીમસેન સ્નાન કરીને સરેાવરમાંથી બહાર નીકળ્યે કે તરત એની નજર ગાદડી તરફ ગઈ પણ ગાડી હાય તા દેખાયને! ગાડી ન જોઈ એટલે ભીમસેનની આંખે અધારા આવવા લાગ્યા, જીવ ગભરાવા લાગ્યા. હજી નાહીને ભીના કપડા પણ બદલ્યા ન હતા તે પહેલાં આ બનાવ બની ગયા. ચારે બાજુ નજર કરી તે કઈ માણસ ન દેખાચા કે જમીન પર માનવના પગલાં પણ ન દેખાયા. તેા ગેાદડી કાણુ લઈ ગયું હશે ? ભીમસેન હતાશ બની ગયા. કિનારે આવેલી નૌકા ડૂબી ગઈ એટલે એની આશાના મિનારા તૂટી પડયા.
૫૪૮
“ ભીમસેનના ભગવાન પાસે પાકાર” :– ભીમસેન એકદમ નિરાશ થઈ ને ખેલ્યુ અરે વિધાતા ! આ મારા કમની કેવી કર વિટંબણા છે! આટલા દુઃખા સહન કર્યાં છતાં હજી મારા દુ:ખાના અંત આવતા નથી. ભગવાન ! તને મારી, મારી રાંક પત્ની સુશીલા કે કુમળા ફૂલ જેવા દેવસેન અને કેતુસેનની પણ યા ન આવી ! હું