________________
૫૪૦
શારદા સિદ્ધિ ને વિરક્તિ ત્યાં મુક્તિ. જ્યાં આસક્તિ છે ત્યાં આપત્તિ-દુઃખ છે ને જ્યાં વિરક્તિ છે ત્યાં મુક્તિ જેવું અનંત સુખ છે. તમે પણ આવી સમજણવાળા શ્રાવક બને. તમારી જિંદગીનો અમૂલ્ય સમય સંસારની જૂઠી વાતોમાં, હરવા ફરવામાં ને ખાવાપીવામાં ગુમાવો નહિ. સમય તે પાણીના વહેણની જેમ ચાલ્યા જશે ને પછી પેલા ખલાસીની જેમ પસ્તાવો થશે.
એક ખલાસી દરિયા કિનારે હોડી ચલાવતું હતું. દરિયા કિનારે સહેલ કરવા આવતા સહેલાણીઓને તે સામે પાર લઈ જતે ને સામે પારથી આ પાર લાવતો હતે. ને પિતાનું જીવન ગુજારતા હતા. એક દિવસ સાંજના સમયે નાવિક પિતાની હેડી ઘર તરફ હંકારી જતા હતા. એવામાં નાવિકની નજર એક બેટ ઉપર પડી. એ બેટમાં પડેલા ચળકતા કાંકરાઓ જેઈને નાવિકનું મન હર્ષથી નાચી ઊઠયું. પોતાની હોડીને
ભાવીને એણે એ બધાં કાંકરા હોડીમાં ભરી દીધા ને પછી હોડી ઘર તરફ હંકારી, પણ એણે તે હોડીમાં બેઠા બેઠા નાના બાળકની જેમ એક એક કાંકરે ઉપાડીને પાણીમાં દૂર દૂર ફેંકવા લાગે. કિનારે પહોંચતા સુધીમાં તે બધા કાંકરા રમત કરતા સાગરમાં ફેંકી દીધા. માત્ર ત્રણ ચાર કાંકરા રહી ગયા છે ત્યાં ને ત્યાં રહેવા દઈ નાવિક પિતાને ઘેર ચાલ્યો ગયો. જે બીજે દિવસે સવારમાં મુસાફરોને લઈને હેડી હંકારી. સૂર્યના તેજસ્વી કિરણે હેડીમાં પડતાં ગઈ કાલના રહી ગયેલા ત્રણ ચાર ચળકતા કાંકરા પ્રકાશથી ઝગમગી ઉઠયા. એને અનુપમ પ્રકાશ જોઈ નાવિક તે સ્તબ્ધ બની ગયે. એના મનમાં થયું કે કાંકરા નથી પણ કિંમતી રત્ન છે. એણે પેલા ત્રણ ચાર કાંકરા લઈને ખિસ્સામાં મૂકી દીધા, અને બીજા કાંકરા હોડીના ખૂણે ખાંચરે પડ્યા હોય તે શોધવા લાગે, પણ કયાંય કાંકરે મળે નહિ ત્યારે જાણે એના બાર વહાણ દરિયામાં ડૂબી ગયા હોય એવું દુઃખ થયું અને મુખ ઉપર નિરાશાની છાયા છવાઈ ગઈ.
હોડીમાં બેઠેલા મુસાફરોમાંથી એક મુસાફરે નાવિકને પૂછયું કેમ ભાઈ ! અમે બધા તારી હોડીમાં બેઠા ત્યારે તું આનંદમાં હતું ને આમ અચાનક એકદમ ઉદાસ ને નિરાશ કેમ બની ગયે? નાવિકે પોતાની વાત કરી. પેલા ચાર કાંકરા મુસાફરની સામે ધર્યા. આ મુસાફર દેવચંદભાઈ અને બાબુભાઈ જેવા ઝવેરી હતા, એટલે તરત કાંકરાને પારખી લીધા ને કહ્યું ભાઈ ! આ તે મહામૂલ્યવાન રત્ન છે. આવા રને મળ્યા તે હવે તારું તો ભાગ્ય ખુલી ગયું. તારે હવે આ બંધ નહિ કરે પડે, ત્યારે નાવિક કપાળ કૂટીને કહે છે શું ખુલી ગયું ? મારું ભાગ્ય તે ફૂટી ગયું. ગઈ કાલે સાંજે મેં મૂર્ખાએ આવા અનેક રત્ન રમતમાં ને રમતમાં પાણીમાં ફેંકી દીધા. બસ, હવે તે આ બે ચાર રહી ગયા છે તેથી મારું મન ઉદાસ થઈ ગયું છે.
ઝવેરીઓએ નાવિકને આપેલું આશ્વાસન”:- નાવિકની વાત સાંભળીને