________________
શારદા સિદ્ધિ
૫૧
મુસાફરીએ કહ્યુ` ભાઈ! આ એકેક રત્ના સવાલાખની ક'મતના છે. તને ચાર રત્નાના પાંચ લાખ રૂપિયા મળશે. શા માટે અફ્સોસ કરે છે ? નાવિક કહે એ વાત સાચી પણ જો વધારે રત્ના હાત તા વધારે પૈસા મળત ને ! એમ કહીને નાવિક રડવા લાગ્યા ત્યારે મુસાફાએ કહ્યું, ભાઈ! થઈ ગયુ. તે થઈ ગયું. હવે તું રડીશ કે ઝૂરીશ તેથી ક'ઈ સાગરમાં ફેંકાઈ ગયેલા રત્ના હાથમાં આવવાના નથી પણ જેટલા હાથમાં છે એટલાને પણ જો તુ સમજણપૂર્વક સદુપયોગ કરીશ તેા તારુ' જિંદગીનુ દરિદ્ર ટળી જશે. મુસાફરના આ શબ્દોથી નાવિકને આશ્વાસન મળ્યુ' પણ રત્નો ગુમાવ્યાને દિલમાં અક્સેસ જીવનભર સુધી રહ્યો. આ ન્યાય આપણા ઉપર ઘટાવવા છે. આપણા જીવનની એકેક ક્ષણ કિંમતી રત્ન સમાન છે. અરે, કિમતી રત્નોનું તેા મૂલ્ય અંકાય પણ માનવજીવનની ક'મતી ક્ષણેાનું મૂલ્ય આંકી શકાતું નથી. એવી અમૂલ્ય ક્ષણાને ખાવાપીવામાં, હરવાફરવામાં, વિષય વિલાસમાં તેા વ્ય ગુમાવતા નથી ને ? અજ્ઞાન દશામાં જે ક્ષણેા ગુમાવી તેના અસાસ ન કરતાં જે ક્ષણા હાથમાં છે એને સદુપયેગ કરીએ તે માનવજીવન સફળ અની જાય.
બ્રહ્મદત્તકુમાર હવે બ્રહ્મદત્ત ચક્રવતિ બન્યા. ચક્રવર્તિને ચૌદ રત્ના અને નવ નિધાન હૈાય છે. તેમના વૈભવ કેવા હેાય છે તે અવસરે.
ચરિત્ર :– સુશીલા કામ માટે આખા ગામમાં ને ઘરમાં ફરી પણ કયાંય કામ ન મળવાથી નિરાશ થઈ ગઈ, છેવટે ફરતી ફરતી ગામના કાટ પાસે એક કુંભારનુ ઘર હતું ત્યાં આવી. કુંભાર માટલા ઘડતા હતા ને કુભારણુ માટી ખૂંદતી હતી. ત્યાં આવીને સુશીલા કુંભારને કહે છે એ વીરા ! તું મને તારે ઘેર કામ કરવા માટે રાખ. તું કહેશે તે બધું કરીશ. અમે બબ્બે દિવસના ભૂખ્યા છીએ. તમે કઈ કામ આપેા તા મજૂરી કરીને એ પૈસા મેળવીએ અને ખાવા ભેગા થઈએ. સુશીલાના કરૂણ અને નમ્ર વચનો સાંભળીને કુભારને દયા આવી એટલે કહ્યું ભલે, મહેન ? હું તને કામ આપીશ પણ અમે જાતિના કુંભાર છીએ એટલે અમારે ત્યાં તે શું કામ હોય તે તુ' જાણે છે ને ? સાંભળ.
તારે ગધેડા ઉપર છાલકુ' નાંખીને માટી ખાણેથી માટી ખાટ્ટી લાવવી પડશે, પછી પાણી ભરવા જવુ પડશે, માટીને ખૂંદવી પડશે, વાસણ માંજવાના, દળણાં દળવાના અને એથી વધારે ટાઈમ હેાય તે આ તૈયાર કરેલા માટલા બજારમાં જઈને વેચવાના. આ બધા કામ પેટે પગારમાં તને આખા દિવસમાં છ રેટલી ખાવા આપીશું, માલ કબૂલ છે ? તારાથી કામ થાય તેા ખુશીથી મારે ઘેર કામ કર. આ કોટની પાસે થોડી જમીન છે ત્યાં ઝૂંપડી માંધીને રહેજે. કુંભારે કેટલું બધું કામ બતાવ્યું.. કામ આટલું બધું કરવાનું છતાં પગાર કહેા કે જે કહેા તે ફક્ત છ રોટલી જ આપવાની. છતાં સુશીલાએ કબૂલ કર્યું, કારણ કે પેટ માણસને બધી વેઠ કરાવે છે,