________________
૫૩૬
શારદા હિતિ છે? “આત્મવત સર્વ ભૂતેષ” જે મારે આત્મા છે તે જ દુનિયાના દરેક જીને આત્મા છે. એ અપેક્ષાએ “વસુધૈવ કુટુમ્બકમ” આખી પૃથ્વી એટલે કે જીની સમાનતાની અપેક્ષાએ આખી પૃથ્વી ઉપર રહેલા સમસ્ત છે એ મારું કુટુંબ છે, એટલે અપેક્ષાએ કુટુંબ નાનું પણ છે ને હું પણ છે, છતાં સંયમી આત્માને કેઈને પ્રત્યે રાગ કે દ્વેષ નથી. સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ છે. સંયમી સાધકને જોઈતી ચીજ મળે કે ન મળે છતાં જીવનમાં અસંતોષ નથી. સંતોષ છે. ઝંડુ ભટ્ટના જીવનમાં ખૂબ સંતેષ હતું. સાદાઈભર્યું જીવન ગાળતા હતા ને બને તેટલી સેવા કરતા હતા. પિતે ગરીબ હોવા છતાં જે સુખ મેટા કરોડપતિ પાસે ન હતું તે આ ઝંડુ ભટ્ટ પાસે હતું. કહ્યું છે ને કે
संतोषामृत तुप्तानी, यत्सुख शांत चेतसाम् ।
कुतस्तद् धन लुब्धानां, मितश्चेत श्च धावताम्॥" સંતેષ રૂપ અમૃતથી તૃપ્ત શાંત હૃદયી પુરૂષની પાસે જે સુખ છે તે સુખ આમતેમ ભટકતા ધનના લોભી પુરૂષ પાસે નથી. ઝંડુ ભટ્ટ જેવા સંતેષી, નિખાલસ અને સેવાભાવી વૈદની ખૂબ વાહવાહ બેલાતી હતી છતાં એમનામાં કદી અભિમાન આવતું ન હતું. વેદના કામકાજમાંથી નિવૃત્ત થાય ત્યારે એમની પત્ની સાથે ધર્મધ્યાન કરવામાં લાગી જતા. આવી રીતે એમના દિવસો પસાર થતા હતા. એમને મુનિમ પણ એમના જે સંતેવી હતે. એનું કામકાજ પૂરી વફાદારીપૂર્વક કરતું હતું, પણ છેલ્લા થોડા દિવસથી એના મુખ ઉપર ઉદાસીનતા દેખાતી હતી. એના કાળજામાં ચિંતાના કાળા ડાઘ પડેલા હતા તે છાના રાખવા મુનિમજી હસતું મુખ રાખવા પ્રયત્ન કરતા પણ એ છાનું રહેતું જ ન હતું.
મુનિમજની ચિંતા બાબતમાં પૃચ્છા કરતાં ઝ ડુ ભટ્ટ” – ઝંડુભટ્ટ મુનિમજીને ઉદાસ ચહેરો જોઈને વિચાર કરવા લાગ્યા કે આ મુનિમજી વીસ વીસ વર્ષથી મારે ત્યાં કામ કરે છે. મારા એક આત્મીય જન તરીકે રહે છે છતાં એમને કહ્યું દુઃખ સતાવી રહ્યું છે? એ શા માટે ઉદાસ અને ચિંતાતુર રહેતા હશે? જે મારે આત્મીયજન દુઃખી હોય તે મારાથી આનંદમાં કેમ રહેવાય? એમના દુઃખનું કારણ તે મારે પૂછવું જોઈએ. આમ વિચાર કરીને ઝંડુભટ્ટે પૂછ્યું-મુનિમજી ! હમણુ હમણું એક મહિનાથી તમારા મુખ ઉપર ચિંતાની રેખાઓ દેખાય છે. તે તમારે ચિંતાનું કારણ છે? ત્યારે મુનિમે કહ્યું કાંઈ નથી. બંધુઓ ! આ સંસાર તે ઉપાધિને ઉકરડે છે, ચિંતાને ચેતરે છે, મતલબનું મેદાન છે ને કર્મબંધનનું કારખાનું છે. સંસારવત જીને અનેક પ્રકારની ચિંતાઓને કી કેરી ખાતે હોય છે, છતાં તે કોઈની પાસે વ્યક્ત કરી શકતા નથી. કેટલાય છની એવી સ્થિતિ હોય છે. બિલકુલ ચિંતા વગરના અને સુખી હોય તે માત્ર વીતરાગી સંતે છે.