________________
શારદા સિદ્ધિ શકતું નથી કે તમે આ ગરીબની પડી શા માટે જલાવી દીધી ? કે એમને કઈ મદદ પણ કરતું નથી કે કોઈ આશ્રય આપતું નથી. ઝૂંપડીમાં એમના ફાટયા તૂટયા કપડા હતા તે પણ બળી ગયા. માટીના વાસણે હતા તે બધા ભદ્રા શેઠાણીએ કેડી નાંખ્યા. મહેનત કરીને માંડમાંડ ગૅસ બનાવી હતી તે પણ બળી ગઈ ને બધા ભૂખ્યા તરસ્યા રહી ગયા. હવે કયાં જવું ને શું કરવું તેને સુશીલા વિચાર કરવા લાગી. અન્ન, વસ્ત્ર અને ઘર બધાંથી નિરાધાર બનેલી સુશીલા પિતાના બાલુડાંને લઈને નવકારમંત્રનું સ્મરણ કરતી ઘણી વાર સુધી ત્યાં ને ત્યાં ઉભી રહી પણ આમ ને આમ કયાં સુધી ઉભા રહેવાય? અને ઉભા રહેવાથી શું વળે? થેડી વારે અંતરની પૂરી સ્વસ્થતા મેળવી સુશીલા કામની શોધ કરવા માટે ચાલી અને રહેવા માટે બીજા કોઈ સ્થાનની તપાસ કરવા લાગી.
“ઘરઘરમાં ભમતી સુશીલા”:- સુશીલા પિતાના બંને બાળકને લઈને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના ઘરઘરમાં ફરવા લાગી ને લોકેને પૂછવા લાગી કે હે બહેન! તમારે કોઈ કામ કરનારી બાઈની જરૂરત છે? હું તમારા ઘરનું તમામ કાર્ય કરીશ. અમને કેઈ નેકરી રાખો. લોકે એને જોઈને કહેવા લાગ્યા કે આ બાઈ કેવી સારી છે! કોઈ ઉત્તમકુળની સ્ત્રી હોય એમ લાગે છે પણ એના કમેં એને ઘેરી છે. આ બે બાળકો પણ કેવા મઝાના સરસ છે! આમ કહે છે પણ કેઈને એમ નથી થતું કે લાવ આવી દુખિયારી બાઈને આપણે આપણા ઘેર રાખીએ. ભાઈ! કર્મના ઉદયે દયાળુ માણસ પણ નિર્દય બની જાય છે. આ ભીમસેન અને સુશીલાના જીવનમાં પણ આવું બન્યું છે. જેના રાજ્યમાં હજારે માણસે નેકર તરીકે રહેવા માટે લાચારી કરતા હતા એ જ રાજ્યના રાજા-રાણી આજે એક રેટીને ટુકડો મેળવવા કરી માટે ઘરઘરમાં લાચારી કરે છે છતાં એને કેઈ આશ્રય આપતું નથી. ફરી ફરીને સુશીલાના પગ થાકી ગયા. બબ્બે દિવસ સુધી તે આખા ગામમાં સારા સારા શ્રીમંતના અનેક ઘરમાં ફરી પણ કયાંય એને કામ ન મળ્યું. સૌએ તેને તિરસ્કાર કરીને જાકારે આપ્યો. મા-દીકરા બન્ને દિવસો ભૂખ્યા ને ભૂખ્યા ફર્યા. છેવટે તેઓ સાવ નિરાશ થઈ ગયા. હવે કયાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ન. પર ભાદરવા વદ ૪ને રવિવાર “વિસામાને વહેલો જિનવાણી” તા. ૯-૭૯
- સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાનીના મુખકમળમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. ભગવાનની વાણી મંગલકારી, પાવનકારી અને ભવજલતારણ છે. તીર્થંકર પ્રભુની વાણી સાંભળતા ભૂખ-તરસ કે થાક કંઈ ન લાગે.