________________
શારદા સિદ્ધિ
પક એવો તેમની વાણીને અદ્ભુત પ્રભાવ છે. પ્રભુની વાણીની અપ્રતિમ વિશેષતાઓ અવર્ણનીય હોય છે. દા.ત. ભગવાન એક જ ભાષામાં બેસે છતાં દેવો, અસુરો, માન, ભિન્ન ભિન્ન જાતિના પશુપક્ષીઓ પોતપોતાની ભાષામાં સમજી જાય છે. કેવી અજોડ એ વાણીની વિશેષતા ! એમ પ્રભુના એક વાકયથી હજારે શ્રેતાજના સંદેહને જવાબ મળી જાય. એ કેવી અનુપમ શક્તિ ! આવી વાણી આપણને સાક્ષાત સાંભળવા મળે તે કેટલો આનંદ આવે? ભગવાનની વાણીનું મહત્ત્વ સમજાવતા કવિઓએ એક રૂપક ગાયું છે. જિનમુખ દીઠી વાણી મીઠી સુરતરુ વેલડા, દ્રાક્ષ વિહાસે ગઈ વનવાસે પીલે રસ શેરડી, સાકર સેતી તરણું લેતી મુખે પશુ ચાવતી, અમૃત મીઠું સ્વર્ગ દીઠું સુરવધૂ ગાવતી.
પ્રભુના મુખેથી અપૂર્વ મીઠાશવાળી વાણી પ્રગટતી જોઈને કલ્પવૃક્ષની વેલડી તે જાણે વિહાશે–આકાશમાં એટલે કે દેવલોકમાં ભાગી ગઈ. દ્રાક્ષ બિચારીએ તે વનવાસનું શરણું સ્વીકાર્યું અથવા કલ્પવૃક્ષની વેલડી જેવી મીઠી વાણીને જોઈને પિતાની મશ્કરી લાગવાથી દ્રાક્ષ વનવાસ કરવા ચાલી ગઈ અને શેરડી તે બિચારી કેલમાં ભરાઈને બેઠી તેથી એને પીલાવાને વખત આવ્યો. જિનવાણી પાસે સાકર પણ મીઠાશમાં ઝાંખી પડી જવાથી શેષાઈ જાય છે. નાના સ્વરૂપવાળી બની ગઈ છે, ત્યારે ઘાસમાં મીઠાશ હોય છે પણ તેય હારી જવાથી કોઈ એને ભાવ પૂછતું ન હતું, તેથી જનાવરે એને મુખમાં લઈને ચાવવા લાગ્યા. બાકી અમૃત પણ જિનવાણી આગળ એવું પરાજ્ય પામી ગયું કે અહીંથી એ સ્વર્ગમાં ભાગી ગયું. એવી વિજયવંતી અને અમૃતથી પણ ઉત્કૃષ્ટ મીઠાશને અનુભવ કરાવનારી જિનવાણીના ગુણગાન દેવે, ઈન્દ્રો અને અપ્સરાઓ કરે છે. આવી વાણીના રસને અનુભવ કરનારને એને ખ્યાલ આવે છે.
પ્રભુએ ભવ્ય જીવોના કલ્યાણ માટે આગમની વાણી રેલાવી છે. એ વાણમાં કેટલી બધી મીઠાશ હોય છે તે જાણે છે? ગમે તેટલી કકડીને ભૂખ લાગી હોય કે ગમે તેટલો થાક લાગ્યો હોય તે પણ ભગવાનની વાણી એ ભૂખ અને થાક બધું ભૂલાવી દે છે. એવી અજબ શક્તિ અને મધુરતા પ્રભુની વાણીમાં રહેલી છે. જેમ કેઈ વૃદ્ધ ડેશીમા શરીરે ખૂબ અશક્ત છે. જંગલમાં લાકડા શોધતી નિરાશ થઈને પાછી આવી હોવાથી શેઠે ગુસ્સ કરીને ખાવાનું આપવાની ના પાડી, અને ફરીથી લાકડા લેવા માટે મેકલી. એ બિચારી વનવગડામાં ખૂબ મહેનત કરીને લાકડા લઈને માથે ભારે ચઢાવી સૂર્યના પ્રખર તાપમાં ચાલી આવતી હોય ત્યારે વિચાર કરે કે કેટલો થાક હશે ! કેટલી ભૂખ ! આ બધું હોવા છતાં પણ જે ત્યાં નજીકમાં સમવસરણમાંથી પ્રભુની વાણીને અવાજ કાને સંભળાય છે તે સમયે એ ડેશી પિતાના ભારામાંથી નીચે પડી ગયેલું લાકડું લેવા વાંકી વળી હોય તે એવી ને એવી વાંકી સ્થિતિમાં સ્થભી જાય