________________
પ૨૪
શારદા સિદ્ધિ આ કઈ જાતનું દશ્ય રાખ્યું છે? એનું રહસ્ય શું છે ? સારથીએ કહ્યું–બાપુ! એ કઈ દશ્ય નથી. એ તે એક માણસ મૃત્યુ પામે છે. અરે ભાઈ! મૃત્યુ પામ્યો એટલે શું થઈ ગયું? ભલે ને એ મૃત્યુ પામ્યો. એ આ બધા લોકો સાથે કેમ બેલત, ચાલો કે નાચ કૂદતો નથી? સારથી કહે એને જીવ જ ઉડી ગયો પછી કઈ રીતે એ બેલે ચાલે? આ તે એનું શબ છે. કુમાર કહે શું મૃત્યુ આવુ જુલમગાર છે ? મારા પિતાજી તે એક હાકે ધરતી ધ્રુજાવે એવા બળવાન છે. તેઓ પોતાના રાજ્યમાં ચર ડાકુને પણ રહેવા દેતા નથી તે પછી આવા પ્રાણ હરનારા જુલમગાર મૃત્યુને પોતાના રાજ્યમાંથી શા માટે હાંકી કાઢતા નથી? સારથીએ કહ્યું કુમાર ! એ મૃત્યુ ઉપર તમારા પિતાજીની સત્તા ચાલે તેમ નથી. ખુદ તમારા પિતાજીને પણ એક દિવસ મૃત્યુના તાબે થવું પડશે. તીર્થકર, ચક્રવતિ, બધાને એક દિવસ મૃત્યુને તાબે થવું પડે છે. તત્ત્વજ્ઞકુમારે કહ્યું–ભાઈ! જે એક દિવસ બધાને મૃત્યુ આવવાનું છે તે પછી આ બધી ધાંધલ અને ધમાલ શા માટે ? આ બધા દશ્યોના ધાંધલ શું મૃત્યુથી બચાવશે ખરા ? ગમે તેવી બળવાન સરકાર પ્રજાનું રક્ષણ કરવાને દાવ રાખતી હોય તે પણ મૃત્યુ તે પ્રાણને હરી લે છે. પ્રાણ લૂંટાવાની સાથે એનું બધું લૂંટાઈ જાય છે.
મૃત્યુને તે રાજા-રંક, રેગી. નિરોગી, બળવાન-નિર્બળ, સજજન-દુર્જન, જ્ઞાની કે અજ્ઞાની કેઈની પરવા નથી. એ તે બધા ઉપર એને એક સરખો ડંડ ફેરવે છે. માણસે મનમાં ગમે તેટલા મને રથના હવાઈ મહેલ ચણ્યા હોય પણ મૃત્યુ એ બિચારાના મનેરના મહેલને એક ઝપાટે જમીનદેસ્ત કરી નાંખે છે. માણસે ગમે તેવી જના ઘડી રાખી હોય તે એ બધી મૃત્યુથી એમ જ સ્થગિત થઈ જાય છે. માણસના ધનમાલ ઉપર ગમે તેવા મજબૂત ચેકીપહેરા હેય અને કાયા ઉપર ઉંચામાં ઉંચા વૈદ કે ડોકટરની જોરદાર દેખરેખ હેય છતાં મૃત્યુ તે બધાને એમ જ કહે છે કે તમારા વૈદ, ડેકટર અને ચોકીપહેરા ભલે સલામત હેય પણ ખુદ તમે પોતે અસલામત છે માટે તમે પોતે અહીંથી નીકળે. તમારા વેદ અને ડોકટરે ભલે તમારી કાયાની નાડ પકડીને ઉભા રહે, ઇજેકશન આપે પણ તમે પોતે જ આ કાયામાંથી “ગેટ આઉટ” થાઓ. (બહાર નીકળી જાઓ.) જે માણસ એક મટે વહેપારી ગણાતે હતું. જેને કરચાકરે છે સાહેબજી સાહેબ કરતા હતા એ બધું મૃત્યુનું આક્રમણ થતાં હતું ન હતું થઈ જાય છે.
સમરાદિત્ય કુમારનું તત્વજ્ઞાન” :- સમરાદિત્યકુમાર કહે છે કે જે મૃત્યુ નિરંકુશપણે જીવનની બધી બાજી રદબાતલ કરનાર છે તે પછી આવા ઉત્સવને શું અર્થ? શું આ ઉત્સવ ઉજવવાથી મૃત્યુની જાલિમ જોહુકમી અટકાવી શકાશે? ના. શું આ મૃત્યુની પીડા એક જ વાર છે? “ના, જ્યાં સુધી મોક્ષમાં ન પહોંચીએ ત્યાં સુધી એ વેદના ચાલુ છે. તે પછી તમને એમ નથી લાગતું કે જગતમાં એવી