________________
શારદા સિલિ
૫૨૩ સમરાદિત્ય કેવળી થઈ ગયા. એમના નવ ભવની વાત જેણે સાંભળી હોય એને તે હું માનું છું ત્યાં સુધી તે વૈરાગ્ય જ આવી જાય. મેહની તાકાત નથી કે એ આત્માને મૂંઝવી શકે. એની પાસે મેહનું શસ્ત્ર બહું થઈ જાય. મોહનું મર્મસ્થાન ભેદાઈ જાય. મિથ્યાત્વને અંધકાર નષ્ટ થઈ જાય ને સમ્યક્ત્વને પ્રકાશ ઝળહળી ઉઠે. એવી એ સમરાદિત્ય કેવળીના નવ ભવની વાત છે. તેમાંના છેલ્લા ભવને એક પ્રસંગે વિચારીએ. સમરાદિત્યને જીવ સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી ચવીને રાજકુમાર તરીકે જમ્યો છે. પિતાજીને ત્યાં વૈભવવિલાસ અને ઠાઠમાઠની કઈ કમીના નથી. ખૂબ લાડકોડથી ઉછરે છે. ધીમે ધીમે કુમાર મોટો થશે પણ એને સંસારના કેઈ કાર્યમાં રસ ન હતા. પૂર્વભવમાં આરાધના કરીને આવ્યો છે ને એ જ ભવમાં મેશે. જવાને છે એટલે એ બાળપણથી ઉદાસીન ભાવે રહે છે. આ જોઈને એના પિતાજીના મનમાં થયું કે મારે દીકરે તે વૈરાગી થઈ જશે. એને વૈરાગ્ય ઉતરી જાય ને કઈ રીતે એને સંસારમાં રસ જાગે તે માટે વસંત્સવ ઉજવવાનો એક પ્રસંગ યોજ્યો.
વસંત્સવ ઉજવવાના દિવસે આવ્યા એટલે આખા નગરને ખૂબ સારી રીતે શણગારવામાં આવ્યું. માર્ગમાં વિવિધ પ્રકારના દશ્ય ગોઠવવામાં આવ્યા. એ જમાનામાં એ રિવાજ હતું કે રાજાની સાથે પ્રજાએ ઉત્સવમાં ભાગ લેવા જોઈએ. નગર બહાર જઈને ઉજાણી કરવી જોઈએ, એટલે વસંત્સવની બધી તૈયારીઓ કરીને મહાજન રાજા પાસે આવ્યું અને રાજાને વિનંતી કરી કે મહારાજાધિરાજ ! બધા નગરજનો વસંતેત્સવ ઉજવવા માટે તૈયાર છે. જેમ કે ચંદ્રની રાહ જુએ અને ચક્રવાક સૂર્યની રાહ જુએ તેમ સૌ આપની રાહ જોઈ રહ્યા છે. પધારે....બાપુ....પધારે. રાજાએ બરાબર તક જોઈને કહ્યું મારા વહાલા પ્રજાજને ! મેં તે ઘણી વખત વસંત્સવ ઉજવ્ય ને ઘણી ઉજાણીઓ જોઈ છે પણ આજે તમે આ સમરાદિત્યકુમાર જે ભવિષ્યના તમારા રાજા છે એમને લઈ જાઓ. પ્રજાજનેએ આનંદથી એ આદેશને વધાવી લીધે ને સમરાદિત્યને સમાચાર આપ્યા. આમ તે સમરાદિત્યકુમાર એ બાબતમાં નિરસ હ પણ આજ્ઞાંકિત હતું એટલે પિતાજીની આજ્ઞાનું પાલન કરવા માટે વસ તેત્સવમાં જવા તૈયાર થશે. મોટી સવારી નીકળી. કુંવર પ્રજાજનેની સાથે અનેક પ્રકારના દશ્યો જોત જોતે ઝળહળતા સોનેરી રથમાં બેસીને પસાર થઈ રહ્યો છે. બંદીજને છડી પોકારી રહ્યા છે, વાજિંત્રના મધુર સ્વરે ગુંજી રહ્યા છે. આખું નગર એના આનંદમાં ગરકાવ છે ત્યારે પવિત્ર આત્મા સમરાદિત્યકુમારની નજર જુદું જ નિહાળી રહી છે.
શબ જોતાં કંવરે સારથીને કરેલા પ્રશ્નો” – સ્વારી જઈ રહી છે. સમરાદિત્યે માર્ગમાં એટલા પર પડેલા એક માણસને જોઈને પૂછ્યું હે સારથી !