________________
શારદા સિદ્ધિ
પર૧
ર'ગબેર’ગી પથ્થરા, માટીમાં જડાઇ ગયેલા હીરા અને રત્ના લઈને શેઠની પાસે ગયા. શેઠ તા એના માલ જોઈને ખુશ ખુશ થઈ ગયા. તેના કામને ધન્યવાદ આપતા શાબાશી આપીને ખરડા થાખડયા. બંધુએ! ભીમસેને ઘણી મહેનત અને સખત પરિશ્રમ કરીને રત્ના મેળવ્યા હતા. એ રત્ના પાતે રાખી લે તે પેઢીઓની પેઢીએનુ દરિદ્ર ટળી જાય એવા કિ"મતી રત્ના હતા પણ ભીમસેને તે એમાંથી એક પણ રત્ન લીધું નહિ ને તમામ રત્ના શેઠને આપી દીધા. શેઠે કહ્યુ` ભાઈ! તું આ રત્નો લઈ ને ગામમાં જઈને ઝવેરીની દુકાને વેચી આવ. શેઠને ભીમસેન ઉપર ખૂબ વિશ્વાસ હતેા. ભીમસેન રત્નાને લઈને ગામમાં ગયા. જઈને ઝવેરીને બધા રત્ના બતાવ્યા. તે કોઈ એ તેની ક'મત એ લાખ, કોઈ એ ત્રણુ લાખ એમ અલગ અલગ કહી. એમ કરતાં એક પ્રમાણિક ઝવેરી મળી ગયેા. એણે કહ્યું જો ભાઈ! આ માલ દશ લાખ રૂપિયાના છે પણ હું તને દશ લાખ આપી દઉં તે મને શું કમાણી થાય? માટે હુ. એક લાખ રૂપિયા નફા ખાઉ” છું ને તને નવ લાખ રૂપિયા આપુ છું. ભીમસેન નવ લાખ રૂપિયા લઈને શેઠ પાસે આવ્યેા ને વિનયપૂર્ણાંક કેવી રીતે માલ વેચ્યા, કયાં વેચ્યા, બધી હકીકત જણાવી.
· ભીમસેનની પ્રમાણિકતા ઉપર તાજીબ થયેલા શેઠ '' :- શેઠ તે ભીમસેનની પ્રમાણિકતા જોઈને ખુશ થયા. તેમના મનમાં થયું કે આ માણસ કેટલો પ્રમાણિક છે! નવલાખને બદલે એણે મને ફક્ત ચાર કે પાંચ લાખ આપ્યા હોત તે પણ મને શું ખબર પડવાની હતી. ખરેખર જો એણે એની પ્રમાણિકતા નથી છેડી તે મારે પણ એની કદર કરવી જોઈએ. શેઠે કહ્યુ' ભીમસેન ! તેં તે ઘણી મહેનત કરી છે ને ઘણું સરસ કામ કર્યુ છે માટે આ નવ લાખ રૂપિયા તે તું જ લઈ લે. ભીમસેને કહ્યું શેઠ ! મારે આટલા બધા પૈસા નથી જોઇતા, તમે મને મારી મહેનતનુ ફળ આપેા. બાકી મારે ન જોઈએ. શેઠે કહ્યુ કે ભલે, તને એમ થાય છે તે આ નવ લાખ તને હું તારી મહેનતના ફળ રૂપે મહેનતાણું આપુ છું અને હવે તું જે રત્ના મેળવી આપે તે મારા, પણ આ નવલાખ રૂપિયા ઉપર તાશે અધિકાર છે. શેઠના ઘણા આગ્રહથી ભીમસેને લઈ લીધા ને ફરીને ખાદ્યકામ શરૂ કર્યુ.. ખાદતા ઘણા મૂલ્યવાન હીરા વિગેરે નીકળ્યું તે શેઠને બધુ સોંપી દીધુ. શેડ ખૂબ ખુશ થયા, પછી ભીમસેન કહે કે હવે આ ધરતીમાં માલ નથી. આપ મને રજા આપે તે હું જાઉં. મારા બાળકો, પત્ની બધા મારા વગર ઝૂરે છે. શેઠને ભીમસેનને જવા દેવાનું મન નથી પણ ન છૂટકે શેઠે આંખમાં આંસુ પાડતા રજા આપી. બંને જણા એકબીજાને ભેટીને ખૂબ રડયા. હવે ભીમસેન હભેર નવલાખ લઈને જઈ રહ્યો છે. ઘણાં વર્ષે આટલી મિલ્કત મળવાથી તેને ખૂબ આનંદ થયા છે. મનમાં અનેક વિચાર કરતા ભીમસેન જઈ રહ્યો છે. હવે તેનુ શું થશે તેના ભાવ અવસરે,
શા. ૬૬