________________
શારદા સિદ્ધિ
૫૧૯
રત્ના સહિત માટુ' લાવલશ્કર લઈને આવ્યો છે. તેા હવે એમણે સમજવું જોઈ એ કે ચક્રવર્તિના બળ આગળ મારુ' અળ કેટલું ? ચક્રવતિ તે મહા ખળવાન હેાય છે. દાખલા તરીકે નદીના કિનારે માટુ' લશ્કર દોરડાના એક છેડા પકડીને ઉભું હોય ને ખીજે છેડા સામે કિનારે એકલા ચક્રવર્તિ પકડીને ઉભા છે પણ જો ચક્રવતિ' એક જ આંચકે મારે તા આખું લશ્કર દિરયામાં પડે. આવુ છે ચક્રવતિનું ખળ. એમની સાથે બાથ ભીડવી એ સામાન્ય વાત નથી, પણ દીઘરાજાએ એ વાતના વિચાર ન કર્યાં. કહેવત છે ને કે (6 વિનાશકાળે વિપરિત બુદ્ધિ.” તે અનુસાર બ્રહ્મદત્તકુમાર સામે યુદ્ધ કરવા તૈયાર થયા. હવે બ્રહ્મદત્તકુમાર અને દીઘરાજા વચ્ચે કેવુ... ભય'કર યુદ્ધ થશે ને શું બનશે તેના ભાવ અવસરે.
-
ચરિત્ર “ ભીમસેનને શેઠના મળેલા પૂરા સહકાર ” :- ભીમસેનને જાણે દુઃખના વાદળા વિખરાતા હોય તેમ લાગ્યું ને નિરાશાનો અધકાર ભેદ્દાતા લાગ્યા. એણે શેઠને નમ્રતાથી કહ્યું કે આપના પ્રેરક વચનાથી મને ઘણી શાંતિ થઈ છે, પણ મારી શાંતિ કાયમ માટે ટકી શકે તે માટે આપ મને નાકરીએ રાખે। તે મારુ ગરીબાઈનુ દુઃખ ટળે. હું આપના ઉપકાર કદી નહિ ભૂલું. આપ જે કામ બતાવશે તે હુ' કરીશ, ત્યારે શેઠે કહ્યુ` ભાઈ! તું મારા સ્વધમી ભાઈ છે એટલે મારા સગે ભાઈ. હવે તું ચિંતા ન કરીશ. શેઠે કહ્યું કે જો ભાઈ! અહીથી ધન્નાપન્ના દેશ છે. ત્યાં રાહણાચલ નામના પત છે ત્યાં ઝવેરાતની ઘણી ખાણેા છે. એ ખાણેામાં રાજાએના મુગટમાં જડવાના, સૌદર્યવતી સ્ત્રીઓના ગળામાં શેલતા નવલખા હારમાં જડવાના હીરાએ છે. પન્ના, મેાતી, માણેક, નીલમ વિગેરેની ખાણેા છે. ત્યાં તું ખાદ્ય, જો તારા ભાગ્યમાં હશે તે તને રત્ના મળશે અને નહિ મળે તેા હું તને મહેનતાણું આપીશ. હવે આજીવિકાની તું ચિંતા ન કરીશ. નવકારમંત્રનુ સ્મરણુ કરીને તું અમારી સાથે ચાલ. આ પ્રમાણે શેઠે ભીમસેનને આશ્વાસન આપ્યુ' ને કહ્યુ હવે સવારે અહીથી જવાનુ છે માટે અત્યારે શાંતિર્થા ત ંબૂમાં સૂઈ જાએ. એમ કહીને સરસ પલંગ ઉપર પાચુ' ગાદલું પાથરેલું હતુ. ત્યાં શેઠે ભીમસેનને સૂવાડયેા.
ઘણા સમયે ભીમસેનને આવા સરસ ગાદલા ઉપર સૂવાનુ` મળ્યું. એ સૂતા તે ખરો પણ ઉંઘ આવતી નથી. આકાશમાં પૂર્ણિમાનેા ચ'દ્ર ખીલ્યેા હતેા. એના અજવાળા તંબૂમાં પથરાતા હતા. એ ચંદ્ર સામે જોઈને વિચાર કરવા લાગ્યા કે અહા ! હું તે। આવા મખમલના સુવાળા ગાદલામાં સૂતા છું પણ મારી પત્ની અને બાળકાની કેવી ક’ગાલ દશા છે! એ બિચારા કુમળા બાલુડાએ થરથર ધ્રુજે છે ને એક વખતની રાજરાણી સુશીલા આજે રાંકડી બનીને બેહાલ દશામાં બેઠેલી મેં નજરે જોઈ છે. ખમ્બે દિવસથી ખાવા અન્નના કણ મળ્યા નથી. એ બધા આવા દુઃખ ભોગવતા હાય તે મારાથી પલંગમાં કેમ સૂવાય ? તરત જ પલંગમાંથી ઉભા થઈ ગયા ને જમીન