________________
૫૧૮
શારદા સિદ્ધિ કટક રાજા જેમ બ્રહ્મરાજાનું સ્વાગત કરતા હતા તેમ બ્રહ્મદત્તકુમારને હાથી ઉપર બેસાડીને ઠાઠમાઠથી નગરમાં પ્રવેશ કરાવ્ય ને પિતાના રાજમહેલમાં લઈ ગયા, પછી એકબીજા પ્રેમથી ભેટી પડયા, અને કટક રાજાએ બ્રહ્મદત્તકુમારને પૂછયું બેટા! તું ઘણા વખતે મળે. રાજમાતા ચુલની દેવી તે મઝામાં છે ને ? એમ કુશળ સમાચાર પૂછ્યા ત્યારે બ્રહ્મદત્તકુમારે સઘળી વાત વિસ્તારથી કહી સંભળાવી. આ વાત સાંભળીને કટક રાજાએ એક લાંબે નિસાસે નાંખે ને બેલી ઉઠયા કે હાય! કયાં એક વખતની શીલવંતી ચુલની “અને કયાં આ કુલટા, પતિ દ્રહિણી, પુત્રઘાતિની ચુલની! ખેર, બેટા ! કર્મની આ બધી રમતે છે. હવે તું જરા પણ ચિંતા ન કરીશ. તારું જ ઘર સમજીને અહીં આરામથી રહે.”
કટક રાજાના શબ્દો સાંભળીને બ્રહ્મદત્તકુમારને જાણે એના પિતાજી મળ્યા ન હોય એ આનંદ થયે. કુમાર આટલી કન્યાઓ પરણીને આવ્યો છે, એને આટલો બધે ઠાઠમાઠ છે ને આટલું માન છે, વળી પરાક્રમી પણ ખૂબ છે. આ બધું જોઈને કટક રાજાએ પણ પિતાની કનકાવતી નામની પુત્રી બ્રહ્મદત્તકુમાર સાથે પરણાવી. કરિયાવરમાં રાજાએ હાથી, ઘોડા, જર ઝવેરાત, દાગીના વિગેરે ઘણું આપ્યું અને રહેવા માટે એક સુંદર અને ભવ્ય મહેલ આપે. ત્યાં બ્રહ્મદત્તકુમાર કનકવતી સાથે રહેવા લાગ્યો. ત્યાં ચકવતિ પદના દ્યોતક ચકાદિ રત્ન પ્રગટ થયા એટલે ચકવતિએ એની જે વિધિ કરવી જોઈએ તે કરી. કટકરાજાને ચકારિ રને પ્રગટ થયાની ખબર પડી એટલે એમણે વિચાર કર્યો કે આ બ્રહ્મદત્તકુમાર ચક્રવતિ બનવાના છે તે હવે અમારે તેમને રાજ્યા. ભિષેક કરે જોઈએ. આમ વિચાર કરીને કટક રાજાએ પોતાને તેને પુષ્પગુલ, કણેરદત્તા આદિ જે પિતાના મિત્રો હતા તેમની પાસે પિતાપિતાની સૈન્યાદિ સામગ્રી લઈને વારાણસી આવવા માટેનું આમંત્રણ આપવા મોકલ્યા, એટલે બધા રાજાએ પોતાની સૈન્ય સામગ્રીથી સુસજજ થઈને વારાણસી આવ્યા. બધાએ ભેગા થઈને એક શુભ દિવસે બ્રહ્મદત્તકુમારને રાજ્યાભિષેક કર્યો અને વરધનુને સેનાપતિનું પદ આપવામાં આવ્યું.
હવે બ્રહ્મદત્તકુમારે વિચાર કર્યો કે હું મારા બાહુબળથી મારા પિતાનું રાજ્ય પાછું મેળવું. એ બાબતમાં કટકાદિ બધા રાજાઓ સંમત થયા. હવે બ્રહ્મદત્તની પાસે પીઠબળ ઘણું છે. એક તે ચક આદિ રને પ્રગટ થયા છે ને બીજા પિતાના મિત્ર રાજાઓની પૂરી સહાય મળી એટલે બ્રહ્મદત્ત ચક્રવતિ બધા રાજાઓ સાથે મેટું લશ્કર લઈને દીર્ઘરાજા સાથે સંગ્રામ કરવા નીકળે. ચાલતાં ચાલતાં બ્રહ્મદત્તકુમાર એક દિવસ કાંપિલ્યપુર નગરની બહાર આવી પહો, અને તે દ્વારા દીર્ઘરાજાને સંદેશે આ કે તમારે શત્રુ બ્રહ્મદત્તકુમાર યુદ્ધ કરવા માટે આવી પહોંચે છે માટે તમે યુદ્ધ કરવા તૈયાર થાઓ.
દીર્ધરાજાને પણ ખબર પડી પઈ કે બ્રહ્મદત્ત ચક્રવર્તિ બનવાનું છે, અને ચક્રાદિ