________________
શારદા સિદ્ધિ
૫૧૭ સમજાવ્યો પણ સમજ્યો નહિ. એ મોટાભાઈની સાથે ઘરમાં આવ્યો. આ વખતે માતા ગરમાગરમ ભજીયાં બનાવી રહી હતી કે આ છોકરે મામા કરતે હેત કરવા જાય છે ત્યાં તે એને જોઈને માતાને એ ક્રોધ આવ્યો કે ભજીયાં તળવા માટે જે તેલની કડાઈ મૂકી હતી તે ઉકળતું તેલ એના ઉપર રેડી દીધું. પાંચ છ વર્ષને કુમળો ફૂલ જે બાલુડે કેટલું સહન કરી શકે ? એ ખૂબ દાઝી ગયો.
મોટેભાઈ પૂર્વભવથી સંસ્કારી હતો એટલે એણે કહ્યું જે ભાઈ! તું મા ઉપર ક્રોધ ન કરીશ. તારે પૂર્વભવનું એવું કઈ મા સાથે વેર હશે જેથી આવું બન્યું છે. એમ કહી એને અંતિમ સમયે નવકારમંત્ર સંભળાવ્યા. તે બાજુમાં વસતા જૈનના છોકરા સાથે સાધુ પાસે ગયેલો ત્યારે સંતે એને નવકારમંત્રનું સ્વરૂપ સમજાવેલું. ત્યારથી એ નવકાર મંત્ર શીખી ગયો હતે. એને નવકારમંત્ર ઉપર ખૂબ શ્રદ્ધા હતી. અંતિમ સમયે ભાઈને નવકારમંત્ર સંભળાવ્યા. છેક ખૂબ દાઝ હતે પણ અંતિમ સમયે ક્ષમા ભાવ રાખી નવકારમંત્રનું શ્રવણ કરતે દેવલોકમાં ગયે. જે એણે મા ઉપર વર રાખ્યું હતું તે વૈરની પરંપરા ચાલત પણ આ છોકરાએ ક્ષમાં રાખી તે પરસ્પર વૈર પતી ગયું.
ટૂંકમાં આપણે તે આ દૃષ્ટાંતમાંથી એટલો સાર ગ્રહણ કરવાને છે કે જીવ .. કર્મબંધન કરે છે ત્યારે એને ભાન નથી રહેતું કે મને આવા ગાઢ કર્મો બંધાશે. આપણે સહજભાવે કેઈની મજાક કરીએ તે પણ કર્મ બંધાઈ જાય છે. વડના બીજ જેટલું નાનકડું કર્મ પણ જ્યારે ભગવાને સમય આવે છે ત્યારે મોટું વડલા જેવું બની જાય છે, માટે ભગવાન કહે છે કે સંસામાં ક્ષણે ક્ષણે ખ્યાલ રાખો કે મારાથી કયાંય પાપકર્મ ન બંધાઈ જાય. આ સંસાર કર્મરાજાની સત્તા નીચે ચાલી રહ્યો છે. સંસારમાં કર્મ જીવને સુખી બનાવે છે ને કર્મ દુઃખી બનાવે છે.
આપણે ચાલુ અધિકાર બ્રહ્મદત્તકુમારે રિપુમર્દન રાજા પાસે જવાની રજા માંગી. સસરાએ શેકાવા માટે ઘણે આગ્રહ કર્યો, પણ બ્રહ્મદત્ત કાર્યો નહિ. મોટા રસાલા સાથે શિવપુરથી નીકળીને બ્રહ્મદત્તકુમાર અને વરધનુ બંને જણે બ્રહ્મરાજાના જિગરજાન મિત્ર કટક રાજા રહેતા હતા તે વારાણસી નગરીમાં આવ્યા. વારાણસી નગરીની બહાર ઉદ્યાનમાં પહોંચ્યા એટલે બ્રહ્મદત્તકુમારને ઉદ્યાનમાં બેસાડીને વરધનું કટક રાજા પાસે ગયે. જઈને એણે સંદેશે આપે કે આપના મિત્ર બ્રહ્મરાજાના પુત્ર બ્રહ્મદત્તકુમાર આવ્યા છે ને નગરની બહાર રોકાયા છે.
બ્રહ્મદત્તકુમારનું સ્વાગત કરતા કટક રાજા”:- આ સમાચાર સાંભળીને કટક રાજાને ખૂબ આનંદ થયે, કુમારનું સ્વાગત કરવા માટે આખું નગર વજા પતાકાઓથી શણગાર્યું, અને બડી ધામધૂમથી કટક રાજા બ્રહ્મદત્તકુમારનું સ્વાગત કરવા માટે મોટી સ્વારી લઈને નગર બહાર જ્યાં કુમાર હતું ત્યાં આવી પહોંચ્યા.