________________
૫૧૬
શારદા સિદ્ધિ છે એમ આ પણ તારે જ દીકરે છે. તે જ જેને જન્મ દીધે એને આમ તરછોડી દેવાય? જરા વિચાર કર, ત્યારે બ્રાહ્મણીએ ગુસ્સાથી કહ્યું કે હું તમને સાફ શબ્દોમાં કહી દઉં છું કે જે આ છોકરે મારી પાસે રહેશે તે હું મારી નાંખીશ. એને જીવતે નહિ મૂકું એવો મને એને જોઈને કોધ આવે છે.
બ્રાહ્મણે એક ધાવમાતાને બાળક સેંપી દીધે. એને ખર્ચ વિગેરે આપવાનું નક્કી કર્યું. આ છોકરાને ધાવમાતા એને ઘેર ઉછેરવા લાગી. જોઈ લેજો. કર્મના ખેલ કેવા છે! વૈરભાવથી બંધાયેલા કર્મને કે કવિપાક છે! મોટો દીકરે એના માતા પિતાના લાડપ્યારમાં ઉછરી રહ્યો છે ને નાને ધાવમાતાને ત્યાં મોટો થાય છે. બ્રાહ્મણને પૂર્વભવનું વેર છે પણ બ્રાહ્મણને વેર નથી, એટલે એ અવારનવાર છોકરાની ખબર લે છે. એ છોકરે માટે થયે. નજીકમાં જ રહે છે તેથી નાનું અને મોટો બંને ભાઈ અવારનવાર ભેગા થઈ જાય છે. એક જ લોહીની સગાઈ છે એટલે એકબીજા પ્રત્યે ખૂબ લાગણી છે. મોટાભાઈને એની માતા કંઈ ખાવાનું આપે તે એ છાને માને નાના ભાઈને આપી આવતું. બંને વચ્ચે ખૂબ પ્રીતિ જાગી એટલે એક વખત ના ભાઈ મોટાભાઈને કહે છે ભાઈ! જાણે આપણે બંને સગા ભાઈઓ જ ન હોઈએ એવું લાગે છે. આપણે બંને એક માતાના પુત્રો હોત તે કેવું સારું થાત? મેટેભાઈ તે જાણ હતું કે અમે બંને સગા ભાઈએ છીએ પણ નાનાને બિચારાને તે જમ્યો ત્યારથી માતાએ એને ધાવમાતાને સોંપી દીધું હતું, એટલે એ એમજ સમજે છે કે આજ મારી માતા છે.
એક દિવસ એકરાના બાપને બહારગામ જવાનું થયું એટલે જતાં જતાં મોટા દીકરાને ભલામણ કરતો ગયો કે તું નાનાભાઈને લઈને કદી તારી માતા પાસે જઈશ નહિ, કારણ કે માતા એની પૂર્વભવની વૈરી છે, એટલે એને જોશે તે મારી નાંખશે. મોટાએ કહ્યું કે ભલે, બાપુજી! બાપ તે બહારગામ ગયે. એક દિવસ બંને ભાઈઓ શેરીમાં રમતા હતા ત્યારે નાનાભાઈએ ફરીને મોટાભાઈને કહ્યું કે આપણે બંને એક જ માતાના પુત્ર હેઈએ તે કેવું સારું! ત્યારે મોટાભાઈને કહ્યું કે ભાઈ! આપણે બંને એક જ માતાના પુત્રો છીએ. મારી મા એ જ તારી મા છે, ત્યારે નાનો ભાઈ કહે છે ના. મારી માતા તે આ છે, ત્યારે મોટે કહે છે કે ના ભાઈ આપણે બંને સગા ભાઈઓ છીએ, પણ કઈ કારણસર તને અહીં રાખ્યો છે. અત્યાર સુધી એને ખબર ન હતી કે મારી સાચી મા કેણુ છે ? પણ હવે ખબર પડી કે આ મારી સાચી માતા છે, એટલે એને મા પાસે જવાનું મન થઈ ગયું. તે મોટાભાઈને કહે છે તે ચાલ. મારે પણ માતા પાસે આવવું છે. એને માતાને મળવાના કેડ જાગ્યા પણ મોટાભાઈએ કહ્યું ના.... હોં. તું કદી માતા પાસે આવવાનું નામ ન લે. બાપુજી ના પાડીને ગયા છે, પણ એ તે હઠે ચઢયો કે મારે તે માતા પાસે આવવું જ છે. મોટાએ ઘણું