________________
વ્યાખ્યાન નં. ૫૧ ભાદરવા વદ ૩ ને શનિવાર “જીવન સંગ્રામ” તા. ૮-૯-૭૯
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આપણા જીવે અનતી વખત જન્મ મરણ કર્યા. તે આજ સુધી હજુ ચાલુ ને ચાલુ જ છે. એને અંત આવ્યો નથી. કયારે અંત આવશે એ પણ દેખાતું નથી, ત્યારે વર્તમાન જીવન ઉપર એવી કોઈ શાબાશી લઈ શકીએ એવું કોઈ કાર્ય કરે છે કે જેનાથી ભવિષ્યમાં જન્મ-મરણની ઘટમાળ બંધ થાય. જીવ અનંતી વખત માતાના ગર્ભમાં આવ્યો, નવ નવ મહિના સુધી ગર્ભની કોટડીના દુઃખ સહન કરીને જન્મ લીધે. જન્મ લીધા પછી આત્મા માટે કઈ પુરૂષાર્થ વિનાનું જીવન વિતાવવું અને કરૂણ રીતે મરણને શરણ થવું એમાં આત્માનું દળદર શું ફીટે? તમને આત્માનું દળદર ફીટે એવું લાગે છે ખરું? જો એમ જ ફીટતું હત તે આજ સુધી શા માટે રખડી રહ્યો છે ? આનું કારણ એક જ છે કે વસ્તુ સ્વરૂપના પ્રકાશને બદલે મહા અંધકારમાં આથડયા કરે છે તેથી આત્માની સ્થિતિ કેવી રીતે સુધરે ? જન્મમરણની ઘટમાળ ચાલુ છે તેને બંધ કરવા માટે જીવનસંગ્રામની જરૂર છે.
જીવનસંગ્રામ એટલે રાજા મહારાજાઓ એકબીજાનું રાજ્ય પડાવી લેવા માટે જે ' સંગ્રામ કરે છે એવા સંગ્રામની વાત નથી. આપણે જે સંગ્રામની વાત કરીએ છીએ તે સંગ્રામ જુદા પ્રકાર છે, અનાદિકાળથી ચાલી આવતી અને અહીં પણ જીવને સતાવતી અંતરની મલિન વૃત્તિઓ સાથે અને કર્મ સાથે ઝઘડવાનું છે. મોહાંધતા, ક્રોધાંધતા, વિષયાંધતા વિગેરેની મલિન વૃત્તિઓ સાથે જીવનભર ઝઘડી, મેહનિદ્રા ત્યજી, તત્ત્વ જાગૃતિમય જીવન જીવવું એનું નામ જીવનસંગ્રામ. જ્યાં સુધી મોક્ષમાં ન જવાય ત્યાં સુધી આ સંગ્રામ ખેલે પડશે. જીવનભર સંગ્રામ ખેલ્યા વિના આ હઠીલી પ્રકૃતિઓ આત્માથી અળગી નહિ થાય. અનાદિકાળથી આત્માની પાછળ લાગેલા કર્મ શત્રુ સામે ઝઝુમવામાં બધી શક્તિ ખર્ચી નાંખવી પડશે. તે જ આ જીવનસંગ્રામને અંત આવશે.
જ્ઞાની પુરૂષે કહે છે કે હે ભવ્ય જી ! તમે જીવનસંગ્રામ એ ખેલો કે જેથી શાશ્વત જીવન (સિદ્ધ અવસ્થા) મળી જાય. વારંવાર બદલવા પડતા જીવનની પર પર અટકે. આ જીવન ખાવાપીવા અને ખેલવા માટે નથી. એવું બધું તે કાગડા કતરાના ભાવમાં પણ જીવે ઘણું કર્યું છે. દેહ મળ્યો છે એને ટકાવવા માટે ખાવું પીવું પડે છે પણ દેહ ટકાવીને કરવા જેવી હોય તે તે ધર્મસાધના છે. એ વાત બિલકુલ ન ભૂલશે. સાધનથી સાધ્ય અવશ્ય સાધી લો. સાધ્ય અજબ કેટિનું છે એ વાત નજર સમક્ષ રાખો. જગતમાં શાબાશી મળે એવું જીવન જીવે, જીવનસંગ્રામને એક પ્રેરક પ્રસંગ હું તમને કહું સાંભળે.