________________
શારદા સિદ્ધિ
૫૧૧ સુધી સસરાના ગામમાં સુખપૂર્વક રહ્યા. અહીં રહેવાથી બંનેની ખૂબ પ્રસિદ્ધિ થઈ હવે બ્રહ્મદત્તકુમારના બરાબર પુય જાગ્યા. મહાન રાજાના જમાઈ બન્યા ને બધાને સહકાર મળવા લાગ્યું. હવે આગળ કેવું પુણ્ય જાગશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – ભીમસેન ભાનમાં આવ્યું એટલે એના મુખમાંથી શબ્દ સરી પડયા કે “નમે અરિહંતાણું.” આ શબ્દો સાંભળીને શેઠ ચમક્યા, કારણ કે પિતે જૈનધમી હતા, એટલે વિચાર કરવા લાગ્યા કે આ માણસ આટલા દુઃખમાં પણ અરિહંત પ્રભુનું સ્મરણ કરે છે, માટે જૈન હવે જઈએ. એમના હૈયામાં આનંદ છવાયે ને એમનું અંતર પોકારી ઉઠયું કે અરે! આ તે મારા ભાઈસ્વમીંબંધુ જૈન છે. નહિતર એના હેઠે અરિહંતનું નામ ક્યાંથી આવે? હું તે એને એક દુઃખી માણસ સમજીને બચાવવા માટે આવ્યો હતો ને એને બનતી મદદ કરવાનું હતું પણ હવે તે સ્વધર્મીને મદદ કરવાની મારી ફરજ છે, તેથી શેઠ પ્રગટ રૂપે બેલ્યા, ભાઈ! તું કોણ છે? અને આ ઉત્તમ માનવભવ પામીને આમ અકાળે તારા જીવનનો અંત લાવવા કેમ તૈયાર થયે છે? તારે જે દુઃખ હેય તે તું મને ખુશીથી કહે. હું તને મારાથી બનતી બધી સહાય કરીશ. આજથી તું મને તારે ભાઈ માનજે.
શેઠના મીઠા શબ્દથી મળેલું આશ્વાસન -”શેઠના શબ્દ સાંભળીને.. ભીમસેનની આંખમાં આંસુ આવી ગયા. અહે! જ્યારથી ઉજૈનીને રાજમહેલ છેડીને નીકળ્યો છું ત્યારથી મને કઈ ભાઈ કહેનાર મળ્યું નથી, અને આશ્વાસન આપનાર કઈ મળ્યું નથી. બે શેઠ મળ્યા પણ બંને દુઃખ દેનાર મળ્યા. લક્ષ્મીપતિ શેઠને ત્યાં આટલી નીતિથી કામ કર્યું છતાં બે રૂપિયા માંડ માંડ આપતા. પ્રતિષ્ઠાનપુરમાં ધનસારે આશ્રય આપે પણ છેલ્લે ઢાલ અને તલવાર લઈ લીધા, પણ આ શેઠ તે કોઈ દેવ જેવા લાગે છે. એમ સમજીને ભીમસેને કહ્યું હે દયાળુ ! તમે કેણ છે? હું તે એક દુઃખી માણસ છું. દુઃખથી કંટાળીને આપઘાત કરવા આવ્યો છું. મેં અસહ્ય દુઃખ વેઠયા છે. અત્યાર સુધીમાં મને કે તું મારો ભાઈ છું. હું તને દુઃખમાં સહાય કરીશ એવા શબ્દો કહેનાર મળ્યું નથી. મને આપ જ મળ્યા છે. એમ કહીને ભીમસેને શેઠને પિતાની બધી દુઃખની કહાની કહી સંભળાવી અને કહ્યું કહો શેઠ! હવે હું આપઘાત ન કરું તે શું કરું? મર્યા સિવાય મારે છૂટકે ન હતો પણ વિધિને એ મંજૂર નથી લાગતું, એટલે તમે મને દયાભાવથી મુક્ત કર્યો ને જીવતદાન દીધું પણ હવે હું ક્યાં જાઉં? શું કરું? અને મારું ગુજરાન કેવી રીતે ચલાવીશ ?
શેઠે કહ્યું મહાનુભાવ ! તારી જીવન કહાની કરૂણ છે. સાંભળીને મારા રૂંવાડા ખડા થઈ ગયા પણ હવે ધીરજ રાખ. આ માનવભવ મહાન પુણ્યોદયે મળે છે. વારંવાર મળ દુર્લભ છે. તેમાં જે માણસ આપઘાત કરે તે આર્તધ્યાન અને