________________
શારદા સિદ્ધિ
૫૦૯ હીરે મળી ગયો. એમ કહીને શેઠાણીએ શેઠને અને શેઠના મિત્રોને પ્રેમથી જમાડયા. શેઠને આનંદ થયે ને શેઠાણીને પિતાને સમતા રૂપી સાચે હીરે જડ્યાને સંતોષ થ. બંનેએ ક્ષમાવાન બની ધર્મારાધના કરી આત્માનું કલ્યાણ કર્યું. ટૂંકમાં ક્ષમા જે કઈ તપ નથી. ક્ષમા એ વીર પુરુષોનું ભૂષણ છે.
આપણું ચાલુ અધિકારમાં બ્રહ્મદત્તકુમાર વરધનુને પૂછે છે હે મિત્ર! તું મને રથમાં સૂવાડીને કયાં ચાલ્યો ગયો હતો? અને આટલો વખત કયાં રોકાય? વરધનુએ કહ્યું મિત્ર ! સાંભળો. તમે અને રનવતી રથમાં નિદ્રાધીન હતા ત્યારે વંશજાળમાં છૂપાયેલો એક ચેર બહાર આવ્યો અને તેણે મારા પગ ઉપર બાણેને જોરથી પ્રહાર કર્યો, એટલે મને ખૂબ વેદના થવા લાગી. સખત વેદનાને કારણે હું રથમાંથી નીચે પડી ગયો. બ્રહ્મદરે કહ્યું કે ભાઈ! આવું બન્યું ત્યારે તે મને કેમ જગાડ નહિ? ત્યારે વરધનુએ કહ્યું-મિત્ર! તમને જગાડું તે તમે ચિંતા કરે તેથી મેં તમને જગાડયા નહિ, અને રથ તે પળવારમાં ઘણે આગળ નીકળી ગયો મને જરા કળ વળી એટલે હું ઉભું થયે પણ લંગડાતા પગે રથને પકડી શકાય તેમ ન હતું, તેથી હું તે લાકડીને ટેકે ધીમે ધીમે ક્ષિતિપુર કે જ્યાં તમે અને રનવતી રહ્યા હતા ત્યાં પહોંચે. તમને જે ક્ષિતિપુરપતિએ આશ્રય આપે હતા તેમને મને દૈવયેગે ભેટે થયો ને તેમણે મારી ખૂબ સેવા કરી એટલે મારા પગને ઘા ધીમે ધીમે રૂઝાવા લાગે. મને આપના કુશળ સમાચાર દરરોજ મળતા હતા પણ આપ ત્યાંથી ચાલ્યા ગયાના સમાચાર મળ્યા ત્યારે મારા પગને ઘા બરાબર રૂઝાઈ ગયું હતું તેથી હું પણ ત્યાંથી નીકળી ગયું અને ચાલતે ચાલતે આજે અહીં આવ્યું, ત્યાં મારા પુદયે મને આપના દર્શન થયા.આ રીતે વરધનુ એ પિતાને બધે વૃત્તાંત બ્રહ્મદત્તકુમારને કહ્યો.
“બ્રહ્મદત્તને હાથી સામે પડકાર”:- એક વખત એ ગામના નાગરિક વસંતેત્સવ ઉજવવા નગરની બહાર ગયા. કુમાર અને વરધનુ પણ વસંતોત્સવ જેવા માટે નગરની બહાર આવ્યા. આ સમયે શિવપુરીના રિપુમર્દન રાજાને હાથી એકાએક મદેન્મત્ત બનીને મહાવતને જમીન પર પછાડી દઈ બિલકુલ નિરંકુશ બનીને ઉપદ્રવ મચાવતો બેફામ બનીને દેડતે એ તરફ આવવા લાગ્યો. ગાંડા હાથીને આ તરફ આવતે જે એટલે નગરજનોમાં હાહાકાર મચી ગયું અને મરણના ડરથી ભયભીત બનીને આમથી તેમ નાસભાગ કરવા લાગ્યા, એટલે વસંતેત્સવને રંગ તૂટી ગયો. લગભગ મોટા ભાગના માણસો ભાગી ગયા ત્યારે એક કન્યા બહુ જલદી દેડી શકતી ન હતી. એ ધીમે ધીમે દેડતી હતી. આ હાથી એની પાછળ પડયે, ત્યારે એ કન્યા ભયભીત બનીને બચવાની આશાથી કંઈ મને બચાવે....બચાવે એમ બૂમ પાડવા લાગી. આ સમયે બ્રહાદત્તકુમાર ત્યાં જ ઉભેલો હતો. ભયભીત બનેલી બાલિકાને બચાવવા માટે કુમારે હાથીની સામે આવીને પડકાર કર્યો. કુમારને પડકાર સાંભળીને હાથી એ કન્યાને