________________
શારદા સિાહ
* ૫૦. कोहेण अप्पंडहति परं च अत्थं च धम्मं च तहेव कामं । तिव्वं पि वेरपि करंति कोहा, अधरं गतिं वावि उविति कोहा ।
ક્રોધથી આત્મા સ્વ અને પર બંનેને જલાવે છે. એટલે કે પિતે પણ બળે છે ને બીજાને પણ બાળે છે. કોઇ એ ધર્મ–અર્થ-કામને પણ જલાવે છે. તીવ્ર વૈર પણ ઉત્પન્ન કરે છે અને નીચ ગતિને પ્રાપ્ત કરે છે. સાડાનવ ઘંટા સુધી શારીરિક શ્રમ કરવાથી જેટલી શક્તિ ક્ષીણ થાય છે તેટલી શક્તિ પંદર મિનિટ ક્રોધ કરવાથી ક્ષીણ થાય છે. આવું સમજતા હોવાથી શેઠ પોતે ક્રોધ કરતા નહિ ને બીજાને કોધ કરાવવામાં નિમિત્ત પણ બનતા નહિ. શેઠાણી નોકરચાકર ઉપર ક્રોધ કરતાં ત્યારે શેઠ નેકર ચાકરેને સમજાવતા કે આગની સામે તમે પાણી બની જાઓ તે જ આનંદ માણી શકશો.
શેઠની ક્ષમા અને શેઠાણનો ક્રોધ” – કમળા શેઠાણી હીરાની વીંટી પહેરતા હતા. એક દિવસ એમની વીંટીને હીરે ખવાઈ ગયે. એ હીરે ઘણે કિંમતી હિતે. શેઠાણીએ શેઠને વીંટીનું બેખું આપતાં કહ્યું કે આ વીંટીને હીરે વાઈ ગયે છે તે આ વીંટી લઈ જાઓ ને નેવે હીરે જડાવી લાવજે. કિમતી હોરે બે વાઈ ગયે છતાં શેઠ શેઠાણ ઉપર જરા પણ ગરમ ન થયા કે હીરે કયાં ખેઈનાંખ્યો? તમે ઘરમાં તપાસ કરી કે નહિ? કંઈ જ ન બોલ્યા. શેઠ તે વીટી ખિસ્સામાં મૂકીને બજારમાં ગયા. એ દિવસે દુકાને બહારગામથી ઘણું વહેપારીઓ આવ્યા હતા. માલની ખરીદી અને વેચાણની લેવડદેવડમાં શેઠને વીંટીમાં હીરા જડાવવાની વાત તે વિસ્મૃત થઈ ગઈ. આ દિવસ દુકાનમાં ખૂબ કામ ચાલ્યું હતું એટલે શેઠને ભૂખ અને થાક ખૂબ જ લાગેલા. ઘેર હજુ ઉંબરામાં પગ મૂકે છે ત્યાં જ કમળા શેઠાણ સિંહ જેવી ગર્જના કરીને બેલ્યા કે કેમ, વીટીમાં હીરે જડાવી લાવ્યા કે નહિ? લાવે, મારી વીંટી , થાકેલા શેઠને સાંત્વના આપવાને બદલે ક્રોધથી ભભૂકી ઉઠી.
શેઠે કહ્યું કે આજે દુકાને ઘણું કામ હતું એટલે વીટીની વાત મારાથી ભૂલાઈ ગઈ છે. ત્યાં તે શેઠાણીના ક્રોધને પારો આસામાને ચઢી ગયે. ક્રોધથી ધમધમાટ કરતી કહે છે કે તમને તે ભૂલી જ જવાય ને ? શાનું યાદ રહે? આખા ગામના લોકે ઉપર ઉપકાર કરવા નીકળી પડ્યા છે. એ બધું તમને યાદ આવે છે પણ ઘરના માણસની તે તમને કાંઈ કિંમત નથી. કેઈક દિવસ કામ બતાવ્યું હોય તે પણ ન કરે. જ્યાં મારા ભોગ લાગ્યા કે તમારા જેવા નમાલા ધણીને પરણીને આવી. આમ બેલતા બેલતા કમળા શેઠાણી કપાળ કૂટવા લાગ્યા ને મેટેથી રડવા લાગ્યા. શેઠ તે બિચારા દિવાનખાનામાં જઈને બેસી ગયા. પત્ની કયાં ભૂખ્યા-તરસ્યા કે થાક્યાપાક્યાને ભાવ પૂછે તેમ હતા. શેઠ ભૂખ્યા તરસ્યા મૌન લઈને બેસી રહ્યા, એટલે શેઠાણી ડી વારે શાંત થયા, પછી મેં ચઢાવીને શેઠ પાસે આવીને બેલ્યા કે મને ખાતરી જ હતી