________________
૫૦૬
શારદા સિદ્ધિ આપ્યા છતાં ભગવાને એના ઉપર મનથી પણ ક્રોધ કે દ્વેષ કર્યો નથી કે વચનથી બેલ્યા નથી કે હે સંગમ! તું આ શું કરે છે? કાયાથી એમને સામને કરવા ગયા નથી. એટલું જ નહિ પણ એમના લોહી કે અણુમાં પણ સંગમ પ્રત્યે રોષ કે તેષ આવ્યો નથી. આવા મહાન કષ્ટો સહન કરીને ભગવાને “ક્ષમા વીરસ્ય ભૂષણ એ સૂત્રને સાર્થક કરી બતાવ્યું. ક્રોધની ભીષણ આગને ઠારવા માટે ક્ષમા એ શીતળ પાણી છે. અહી મને એક વાત યાદ આવે છે.
કેઈ એક ગામમાં મોતીચંદ નામના ઝવેરી વસતા હતા. આ ગામમાં મોતીચંદ ઝવેરીનું ખૂબ માન હતું. પસા ટકાની કઈ કમીના ન હતી. નેકર ચાકર બગીચાથી હર્યોભર્યો એને સુંદર બંગલો હતા. મોતીચંદ શેઠે એના બાપદાદાની આબરૂને સવાઈ કરીને પ્રતિષ્ઠા વધારી હતી. પાસે લક્ષ્મી ખૂબ હતી પણ એમના જીવનમાં નામ અભિમાન ન હતું. દિલ પણ દિલાવર હતું. એ કઈ દુખીના દુઃખની વાત સાંભળે તે તરત તેના દુઃખને દૂર કરવા પિતાની જાતે પહોંચી જતા. આ શેઠ નિરાભિમાની, દાનેશ્વરી અને સ્વભાવે શાંત હતા. એમને કદી ક્રોધ આવતું ન હતું. આવા પવિત્ર ને ભદ્રિક મેતીચંદ શેઠ બધી વાતે સુખી હતા પણ એક વાતનું મેટું દુઃખ હતું. આ શેઠના શેઠાણીનું નામ કમળ હતું. એને સ્વભાવ ખૂબ ક્રોધી હતા. એ સહેજ સહેજ વાતમાં ક્રોધ કરતા. દિવસ ઉગ્યા વિના રહે કે શેઠ સાથે ઝઘડ્યા વિના રહે. આડોશી પાડોશી સાથે પણ ઝઘડ્યા કરતી. નામ તે મઝાનું કેવું સરસ કમળ છે. કમળ એટલે લક્ષ્મી, પણ એવા એમનામાં ગુણ ન હતા. જે એમના જીવનમાં શેઠના જેવા ગુણે હેત તે કમળા ઘરની લક્ષમી બની જાત, પણ એના ક્રોધી સ્વભાવને કારણે લોકે એને કજીયાળીના ઉપનામથી બોલાવતા હતા. શેઠ હતા શીતળ પાણી ત્યારે શેઠાણી હતા આગ ઝરતે બોમ્બ. વાતવાતમાં એનું ઝઘડવાનું ચાલુ જ હોય. કામ કરનાર નેકરે પણ કમળા શેઠાણ પાસે ટકે નહિ. બે ચાર દિવસ રહે ને એની કટકટથી કંટાળીને બિચારા ચાલ્યા જાય.
શાંત સ્વભાવના મોતીચંદ શેઠ ઠંડા કલેજે આ બધું સહન કર્યા કરતા, પત્નીના ક્રોધી સ્વભાવથી શેઠના દિલમાં ઘણું દુઃખ થતું હતું પણ જે કઈ કંઈ કહેવા જાય તો પેટ્રોલની ટાંકી ફાટે ને મેટી આગ ભભૂકી ઉઠે તે એને ઠારવી મુશ્કેલ થઈ પડે. બીજું જે પિતે સામા કંઈ કહે તે બોલાચાલી થાય ને લોકો સાંભળી જાય તે ઘરની ફજેતી થાય. ઈજજત ખુલ્લી થઈ જાય તે માટે સહન કરતા. સાથે એ પણ વિચાર કરતા કે ક્રોધ એ આત્માનો શત્રુ છે. ક્રોધથી પ્રીતિને નાશ થાય છે. ક્રોધ કરવાથી આત્માને દુર્ગતિમાં જવું પડે છે. ક્રોધ ભયંકર નુકશાનકારક છે. ક્રોધરૂપી દાવાનળની જવાળામાં બીજા અનેક ગુણો ક્ષણવારમાં બળીને ભસ્મીભૂત બની જાય છે. મહાનપુરૂષ પણ કહે છે કે