________________
શારદા સિદ્ધિ
૫૧૩. આ ઉત્તમ માનવભવ પામીને જે આત્મા કંઈ સાધન નહિ કરે ને કર્મના કરજ ભરપાઈ નહિ કરે તે કર્મ ઉદયમાં આવશે ત્યારે બાપલિયા બોલાવશે તે ય કઈ છોડાવવા નહિ આવે. તમે માનતા હો કે આ બધા મારા છે પણ સંસારમાં કઈ કોઈનું નથી. કર્મને ઉદય થશે ને લેણદેણી પતી જશે એટલે કોણ પિતા ને કેણ પુત્ર, કણ પતિ અને કેણુ પત્ની, કેણ માતા અને કેણ પુત્ર! કઈ કઈને ઓળખતું નથી. રાજયલક્ષમીના લોભે પુત્ર કેણિકે પિતાને પાંજરામાં પૂર્યા. રોજ લંગડી પગે ઉભા રાખી બરડે ખુલ્લો કરાવી મીઠાના પાણી છાંટીને રેજ ૫૦૦ ચાબખાના માર મારતે હતે. બોલો, ક્યાં ગઈ આ પિતા અને પુત્રની સગાઈ ! મયણરેહાના રૂપમાં આસક્ત બની મણીરથે યુગબાહુનું ખૂન કર્યું. કયાં ગઈ ભાઈ ભાઈની સગાઈ! પરદેશી રાજાને સૂરીકતાએ ઝેર આપ્યું. કયાં ગઈ પતિ પત્નીની સગાઈ! આવી રીતે આપણું ઉત્તરાધ્યયન સૂત્રના ચાલુ અધિકારમાં પણ એ જ વાત આવે છે.
બ્રહ્મદત્તને મારવા ચુલની માતાએ, લાખના મહેલ બનાવ્યા,
વિષયાંધ બની અતિ દુ:ખ દીધા, તો કયાં ગઈ ભાત સગાઈ. દીર્ઘરાજાના મોહમાં પડેલી ચુલની રાણીએ પિતાના એકના એક વહાલસોયા પુત્ર બ્રહ્મદત્તકુમારને મારી નાંખવા માટે લાખને મહેલ બનાવ્યો, અને જે દિવસે પરણીને આવ્યો તે જ દિવસે લાખના મહેલમાં પુત્ર અને પુત્રવધૂને સૂવા માટે મોકલ્યા ને મધરાત્રે મહેલને આગ લગાડી. એણે એટલે પણ વિચાર ન કર્યો કે આ વરઘોડિયું હજુ તે પરણીને આવ્યું છે. એમના મનમાં સંસાર સુખ ભેગાવવાના કેટલા કેડ હશે! એમના કેડને હું બાળીને ભસ્મીભૂત કરવા ઉઠી છું ! આટલો પણ વિચાર ન કર્યો? આનું કારણ પૂર્વભવનાં કર્મો છે. એવા કમને ઉદય હોય છે તે એક માતાના બે સંતાનમાં માતાને એક દીકરે વહાલું હોય ને બીજા પ્રત્યે બિલકુલ પ્રેમ ન હોય. એક માતાની કૂખે જન્મેલી બે સગી બહેને છે છતાં કયારેક સગી બહેન પ્રત્યે જેટલી લાગણું ન હોય તેથી અધિક ધર્મની માનેલી બહેન પ્રત્યે હોય છે. કંઈક સંતાનને માતા-પિતા પ્રત્યે જેટલો પ્રેમ ન હોય તેટલે કાકા કાકી પ્રત્યે હોય છે. આ બધા પૂર્વના ત્રાણાનુબંધ સંબંધે છે. જ્યારે અણાનુબંધ સંબંધે પૂરા થાય છે ત્યારે કઈ કેઈને ઓળખતું નથી. અને જે પૂર્વભવના વૈર બાંધેલા હોય તે માતા અને પુત્ર, પિતા અને પુત્ર, કે સગા ભાઈ એ તરીકે જન્મીને એ વૈરને બદલે લે છે. આટલા માટે ભગવાન કહે છે કે હે જીવ! તું કર્મ કરતી વખતે ખૂબ વિચાર કર. તારા ગાઢ કર્મને ઉદય થશે ત્યારે તારી માતા પણ તારી નહિ રહે. " એક ગામડામાં ખેડૂતને બે પુત્રો હતા. એક વખત ગાડામાં બેસીને બંને ભાઈઓ બહારગામ જઈ રહ્યા હતા. નાનો ભાઈ ગાડું હાંકતો હતા ને મોટા ભાઈ ગાડામાં બેઠો હતે. ઘણે દૂર જંગલમાં નીકળી ગયા ત્યારે મોટાભાઈને ખૂબ તરસ લાગી એટલે