________________
૪૮
શારદા સિદ્ધિ આ પાપમાંથી મારો છૂટકારો થાય એ કઈ ઉપાય હોય તે બતાવે. મારા પાપકર્મો ભેગવવા હું ક્યાં જઈશ? હું પોતે બ્રાહ્મણ છું ને બ્રાહ્મણની હત્યાએ મને જગાડે. મારા મહાન સદ્ભાગ્ય છે કે આજે મને પાપીને આપ જેવા ભગવાન મળ્યા છે તે હવે મને જલદી બચાવે. એમ કહીને હિબકાં ખાઈને રડવા લાગે.
કર્મો કરેલા મુજને નડે છે, હિબકા ભરી ને હૈયું રડે છે,
જીવવા ચાહું તો જીવાતું નથી, મરવા ચાહું તો મરાતું નથી, કઈ જન્મે કરમ મેં હસીને કર્યા, આંસુડાં આજ મારા નયનમાં ભર્યા.
હે ભગવંત! મેં પૂર્વભવમાં કેવા કર્મો કર્યા હશે તે આવા ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મીને હું આ પાપી બને! આ તલવાર, બંદુક, લાઠી, પિસ્તોલ હવે મારે ન જોઈએ. હસી હસીને મેં કર્મો બાંધ્યા છે એ ભેગવવા હું કયાં જઈશ? મને બચાવે ને પાપથી છૂટવાને માર્ગ બતાવે મહાત્મા કહે છે ભાઈ! જે તારે તારા પાપકર્મોને જલ્દી જોવા હોય તે મારા જે સાધુ બનીને ઉગ્ર તપશ્ચર્યા કર તે તારા આત્માને ઉદ્ધાર થશે.
દેવાનુપ્રિયે ! જ્યારે માણસના દિલમાં પાપ ખટકે છે ત્યારે એ પાપને ક્ષય કરવા તૈયાર થાય છે, પછી એ માટે ગમે તેટલું કષ્ટ પડે તે એ કષ્ટ એને કષ્ટરૂપ લાગતું નથી. ચોરે એ જ સમયે દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈને ગુરૂની આજ્ઞા માંગી કે ગુરૂદેવ! મેં આ નગરના ઘણાં માણસને માર્યા છે તે આપની આજ્ઞા હોય તે આજથી જ્યાં સુધી મારા પાપકર્મો નષ્ટ ન થાય ત્યાં સુધી મારે અન્નજળને ત્યાગ કરી આ નગરના એકેક દરવાજે દેઢ દોઢ મહિના સુધી કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર બનું. ગુરૂદેવે પોતાના જ્ઞાનથી જાણ્યું કે ભલે એક વખત મહાન પાપી બને પણ હવે એને એના પાપને ખૂબ પશ્ચાતાપ થઈ રહ્યો છે. આ પ્રમાણે કરવાથી એના કર્મો ખપી જવાના છે એટલે એ પ્રમાણે કરવાની આજ્ઞા આપીને ચારણમુનિ ચાલ્યા ગયા.
“ખૂનીમાંથી મુનિ” – ખૂનીમાંથી મુનિ બનેલા સંત જ્યાં સુધી મારા પાપકર્મો ન ખપે ત્યાં સુધી “અન્નજળને ત્યાગ” એ અભિગ્રહ કરીને નગરના દરવાજે જઈ કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર થયા. દરવાજેથી જતા આવતા લોકે એને કહેવા લાગ્યા કે આ લૂંટારું, ચેર, પાપી, નરાધમે તે અમને બેહાલ બનાવી દીધા. કોઈ કહે મારા પતિને મારનાર છે, કેઈ કહે મારા પુત્રને, માતાને, પિતાને, ભાઈને મારનારે છે પણ અત્યારે સાધુને ઢગ કરીને ઊભે છે. આમ બેલી કઈ લાકડીથી, કે પથ્થરથી, તે કઈ શસ્ત્રથી એને મારવા લાગ્યા, ત્યારે આ સાધુ તે એ વિચાર કરવા લાગ્યા કે આ બિચારાઓની વાત તે સાચી જ છે ને ? એ બધા મને જે કંઈ શિક્ષા કરે તે યોગ્ય જ છે. એ તે બધામને પથ્થરથી, લાકડીથી ને શસ્ત્રોથી મારે