________________
શારદા સિદ્ધિ
४५७
છે સુશીલા ! તું જરા પણ ચિ'તા ન કરીશ. કાર્યની સિદ્ધિ થશે એટલે દોડતા આવી પહેાંચીશ. તું તે ઘણી સમજી છે એટલે જાણે છે કે જે પુરૂષ ઘર છેડીને દેશાંતર જતા નથી, જે નવી નવી ભાષાઓ, રીતિરવાજો અને વિવિધ સંસ્કારોને જાણતા નથી તે માણસની બુદ્ધિ ખીલતી નથી. તે સદાય સ'કુચિત રહે છે. જેમ પાણીમાં પડેલું ઘીનું ટીપુ વિસ્તાર પામે છે તેમ જેએ દેશાંતર કરે છે, નવા નવા માણસેાના વિવિધ સ'સ્કાર અને રીતભાતાના સપર્કમાં આવે છે તેમની બુદ્ધિ વિકાસ પામે છે અને જેએ પ્રમાદ કરીને એક જગ્યાએ પડયા રહે છે તેએ તે દરિદ્રતાને વરે છે, માટે તુ મારા વિયેાગનુ દુઃખ સહન કરીને પણ મને જવાની રજા આપ. થોડા સમયમાં ઘણું ધન મેળવીને આવી જઈશ. ત્યાં સુધી તું મહેનત મજૂરી કરીને તમારું ત્રણેનું પાલન પાષણ કરજે.
“ ભીમસેનની જવાની વાતથી સુશીલાને લાગેલા આઘાત ” :-ભીમસેન જેમ જેમ જવાની વાત કરતા ગયા તેમ તેમ સુશીલાનુ હૃદય વી ધાતું ગયું. પતિના વિયાગના વિચાર આવતાં એનુ અંતર રડી ઊઠયું ને આંખમાં આંસુ સારતી ખેલી ઉઠી હે સ્વામીનાથ ! આવા દુઃખના સમયે આપ અમને એકલા છેોડીને ચાલ્યા જાઓ તે કેવી રીતે ચાગ્ય ગણાય ? દુઃખમાં તે કુટુબીજના ઉપકારક છે માટે હે નાથ! આપ અમને આપની સાથે જ લઈ જાઓ. મૂકીને ન જાએ. અમે તે ત્રણેય તમારી સાથે આવીશ. અહીં એકલા નહિ રહીએ. સુશીલાએ સાથે આવવાનું કહ્યુ' એટલે ભીમસેને કહ્યુ' સુશીલા ! તારી વાત સાચી છે, પણ હું ત્યાં તમને ત્રણેને કેવી રીતે લઈ જાઉં ? હું ત્યાંના અજાણ્યા છું. ત્યાં કેવા માણસે હાય, કયાં રહેવાનુ` મળે. અજાણ્યા સ્થાનમાં તારા જેવી રૂપવંતી સ્ત્રીને લઈ ને રહેવુ તે મને ચેાગ્ય લાગતુ નથી. એ રીતે રહેવાથી બીજી ઘણી નવી ઉપાધિ આવી પડે છે, માટે હે વલ્લભા ! તુ' એટલેા સમય ભગવાનનું સ્મરણ કરતી મારા વિયેાગને સહન કરજે. હું જેમ મને તેમ જલ્દી ધન કમાઈને પા કરીશ ને તું અહી' રહીને આપણા ખાળકેનું રક્ષણ કરજે, કારણ કે એ જ આપણું સ’સ્કાર ધન છે. આ વાત ચાલતી હતી ત્યાં દેવસેન અને કેતુસેન બંને ખાળક રડતાં રડતાં એના પિતાજીને કેાટે વળગી પડયા ને કહેવા લાગ્યા . “ નહિ જવા દઉં' નહિ જવા દઉ..” બાળકેાની આંખેા નિસ્તેજ બની ગઈ હતી. પ'ડ ઉપરના વસ્ત્રો પણ જીણુ થઈ ગયા હતા, ને મુખ તા સાવ કરમાઈ ગયા હતા. આવા બાળકોએ કહ્યુ પિતાજી ! તમે અમને મૂકીને જવાની વાત કયાં કરે છે ? હે પિતાજી ! તમે અમને આવી દુ:ખી હાલતમાં નિરાધાર મૂકીને ન જાઓ, તમે અમને મૂકીને ચાલ્યા જવાના હૈ। તા હે પિતાજી! આ તમારી તલવાર વડે અમારુ· મસ્તક ઉડાવી દો અને પછી તમે સુખેથી પરદેશગમન કરે. ખાકી અમે તમને નહિ જવા દઈએ. પુત્રાના આવા ખેલ સાંભળીને ભીમસેનને ઘણું દુઃખ લાગ્યુ. પત્ની અને બાળકોને મૂકીને જવાની એની
શા. ૧૮