________________
શારદા સિદ્ધિ કે ચોર લૂંટારાઓ આપણને લૂંટવા માટે આવી રહ્યા છે એટલે કુમારે પિતાના પરાક્રમથી બાણ વડે ચેરેને હરાવીને જર્જરિત બનાવી દીધા, તેથી ચારે ત્યાંથી નાસી છૂટયા, અને નિર્ભય બન્યા ત્યારે વરધનુએ કહ્યું કે તમે ચેરે સાથે યુદ્ધ કર્યું એટલે ખૂબ થાકી ગયા હશે, માટે તમે રથમાં થોડી વાર આરામ કરે. જુઓ, મિત્રને બ્રહ્મદત્તકુમાર ઉપર કેટલી લાગણી છે! વરધનુના કહેવાથી બ્રહ્મદત્તકુમાર રથમાં સૂઈ ગયા. ચાલતા ચાલતા માર્ગમાં એક પહાડી નદી આવી. ઘોડાઓ પણ ખૂબ થાકી ગયા હતા એટલે નદી પાર કરવાની એમનામાં તાકાત ન હતી તેથી ત્યાં જ અટકી ગયા. આ વખતે બ્રહ્મદત્તકુમાર જાગી ગયા, ત્યારે તેમણે પિતાના મિત્ર વરધનુને જે નહિ એટલે વિચાર કર્યો કે કદાચ રથ થંભાવીને એ પાણી લેવા ગયે હશે. એમ સમજીને થોડી વાર રથને ત્યાં ઉભે રાખે, પણ વરધનું ન આવ્યું ત્યારે કુમારને ચિંતા થવા લાગી કે મારો મિત્ર
ક્યાં ગયો? હજુ તે કેમ પાછો ન આવ્યો ? એ ક્યાં ગયે હશે ? એનું શું થયું હશે? એમ અનેક પ્રકારની અનિષ્ટની શંકાઓથી આકુળવ્યાકુળ બનીને કુમારે આજુબાજુ દષ્ટિ ફેરવી તે રથના અગ્રભાગને લોહીથી ખરડાયેલો જોયે.
બ્રહ્મદત્તને કરુણ વિલાપ” – લેહીથી ખરડાયેલા રથના અગ્રભાગને જેતા કુમારે વિચાર કર્યો કે નક્કી કઈ દુષ્ટ મારા મિત્ર વરધનુને મારી નાંખ્યો લાગે છે. આ વિચારે તેનું હૃદય ભરાઈ આવ્યું ને એ કરૂણ સ્વરે રૂદન કરવા લાગ્યું કે અરેરે.... મિત્ર! તું મને આ વનમાં એકલે છોડીને કયાં ચાલે? તું કયાં ગયે છે?
જ્યાં ગયો હોય ત્યાંથી જલદી દોડીને મારી પાસે આવી જા, મને વિપત્તિમાં સહાય કરનારા હે મિત્ર! તારા જે મિત્ર હવે મને ક્યાંથી મળશે? અરે.એ કાળગોઝારા ! તે નિર્દય બનીને મારા મિત્રને ક્યાં લઈ લીધે? તે મારા આ મિત્રનું હરણ કર્યું તે એના પહેલા તારે મને જ ઉપાડી લે તે ને! આ પ્રકારે કરૂણ વિલાપ કરતા કરતા બ્રહ્મદત્તકુમારને મૂછ આવી ગઈ. કુમારને બેભાન થયેલો જોઈને રત્નાવતીએ શીતળ પાણી છાંટયું, પવન નાંખ્યો. આ રીતે ઉપચાર કરવાથી કુમારની મૂછ દૂર થઈ અને તે શુદ્ધિમાં આવ્યો ત્યારે તે ફરીને વિલાપ કરવા લાગે ને વડના ઝાડ સામું જોઈને ધૂકે ને ધ્રુસકે રડતે કહેવા લાગ્યું કે હે વૃક્ષરાજ ! મારા મિત્રને તમે જે છે? હે પંખીડા! મારો મિત્ર કયાં ગયો છે? એને સંદેશ તું મને લાવી આપને !
કઈ લાવી આપે (૨) મારા મિત્રને સંદેશે મને કઈ લાવી આપે. કયાં ગયો એ કયાં ગયે (૨) મારો લાડકવા મિત્ર કયાં ગયો એ પંખીડા (૨) મારા મિત્રને સંદેશે જલ્દી લઈ આવે.
આમ કરુણ સ્વરે વિલાપ કરતે બ્રહ્મદત્તકુમાર આખા વનમાં ફરી વળ્યું પણ કયાંય એને મિત્રને સંદેશ ન મળે. આથી હતાશ થઈને પડે. આ સમયે રત્નાવતીએ