________________
૪૦
શારદા સિદ્ધિ
ખરીદ્યું હતું. જો મેં અત્તર ન ખરીદ્યું હોત તે મેવાડનું નાક આજે જવાનું હતું. અહીં તમે અત્તર ખરીદયુ નહિ એટલે એ વહેપારી દિલ્હીના બાદશાહ પાસે જતા હતા. ત્યાં જઈ ને એમ જ કહેવાના હતા ઉદયપુરના મહારાજા ઘણા જૂસ છે. હુ· ઘણી મોટી આશાએ ગયા હતા. મારુ' અત્તર એમને ગમ્યુ.. ખરુ પણ ખ ઘણા થઈ જાય એ ડરથી મારુ' અત્તર ખરીદ્યું નહિ.
“ ધન્ય છે મેવાડ તારી ધરતીને !” :- આ પરદેશી વહેપારીની વાત સાંભળીને દિલ્હીમાં અકબર બાદશાહને મેવાડ અને મેવાડના બધા મહારાજાઓની મશ્કરી કરવાના મોકો મળી જાત ને મેવાડની ફજેતી થાત અને ઉદયપુરના મહારાજા મખ્ખીચૂસ–કજૂસ છે. એવી જાહેરાત થાત. એ માટે મે' ખૂબ વિચાર કરીને વહેપારી પાસેથી અત્તર ખરી “ હતું આપનું અપમાન ન થાય તે માટે એ વહેપારીની સામે જ મેં એ બધુ અત્તર ઘોડા ઉપર ઢાળી દઈ ને ઘોડાને અત્તરથી નવરાવી દીધા. આ જોઈ ને વહેપારીએ મને પૂછ્યું કે આવા ક'મતી અત્તરનો તે' આ કેવા દુરૂપયેગ કર્યાં ? ત્યારે મે એને કહી દીધું' કે અમારા મેવાડમાં તે આવા અત્તરથી ઘોડાને નવડાવવામાં આવે છે. આ અત્તરની કોઈ કિંમત નથી. અમારે ત્યાં તે આથી પણુ વધુ કિંમતી સત્ય, નીતિ, સદાચાર, શીલ વિગેરેના અત્તર વપરાય છે, પછી તારા *. આવા મામૂલી અત્તરને કાણુ ખરીદે? મારી વાત સાંભળીને વહેપારી પોતે ખેલી ઉચા કે ધન્ય છે મેવાડ તારી ધરતીને !
મહારાજા સાહેબ! મેવાડની ધરતીનું ગૌરવ વધારવું એમાં જો આપને આપનુ અપમાન લાગતુ' હોય તે આપ જે શિક્ષા કરે તે હસતા મુખે સહેવા તૈયાર છું. મેવાડની ધરતીનુ ગૌરવ વધારવા લાખો રૂપિયા ખચી નાંખનાર એ નવયુવાનની નિભીકતા અને વફાદારી જોઈ ને મહારાજાની આંખમાં આંસુ આવી ગયા અને મહારાજા પેાતાના સિ`હાસનેથી ઊભા થઈ ને એને ભેટી પડયા. રાજ્ય તરફથી એને માટું ઇનામ આપ્યુ. એ જમાનામાં પોતાના દેશ પ્રત્યેના પ્રેમ અને દેશનુ ઋણ અદા કરવા ખાતર આવા પ્રજાજના લાખ્ખા રૂપિયા કાચી સેક'ડમાં ન્યાચ્છાવર કરી દેતા. ખેલો આજે છે દેશનુ' આટલું' ગૌરવ !
આપણા ચાલુ અધિકારમાં રત્નવતીના કહેવાથી બ્રહ્મદત્તકુમાર, તેના મિત્ર વરધનુ અને રત્નવતી ત્રણ જણાએ રથમાં બેસીને મગધ દેશ તરફ જવાનુ' નક્કી કર્યું. વરધનુ રથ ચલાવવા લાગ્યા. ખૂબ ઝડપથી રથ ચાલવા લાગ્યા. વત્સ દેશની સીમા આળગીને તેઓ ઘણા દૂર નીકળી ગયા. ચાલતા ચાલતા ગિરિગુહા નામની એક ભયંકર અટવીમાં તે આવી પહોંચ્યા. ત્યાં એક ચારપલ્લીમાં ચારાના ક'ટક અને સુક'ટક નામના મુખ્ય સેનાપતિઓ રહેતા હતા. તેમણે આ રથને જતે જોયા એટલે રથને લૂટવા માટે એ ચારા એમની ટાળી સહિત રથની નજીક આવવા લાગ્યા. બ્રહ્મદત્તકુમાર સમજી ગયા