________________
શારદા સિદ્ધિ
૫૧
આપણા ચાલુ અધિકારમાં વરધનુને શોધવા ગયેલા સુભટોને વરધનુના પત્તો ન પડચેા પણ લોહીથી ખરડાયેલુ. બાણુ મળ્યુ.. તેના પર વરધનુનું નામ હતું એટલે બ્રહ્મદત્તે માન્યું કે મારા મિત્ર મરી ગયા છે. એક વખત આ ક્ષિતિપુરને લૂંટવા માટે ચારેની એક ટાળી આવી ત્યારે કુમારે ધનુષ્ય બાણુ લઈને આ ચારાના સામના કર્યાં એટલે ચારા બ્રહ્મદત્તકુમારનું પરાક્રમ જોઈને ત્યાંથી ભાગી ગયા. ગામને સ્હેજ પણ આંચ ન આવી તેથી ક્ષિતિપતિ તેના ઉપર પ્રસન્ન થયા ને એને ખૂબ શામાશી આપી. થોડા દિવસ ત્યાં રાકાઈને શ્રાદ્ઘરો રાજા પાસે જવાની રજા માંગી. રાજાની રજા લઈ ને બ્રહ્મદત્તકુમાર અને રત્નવતી ખંને ત્યાંથી ચાલતાં ચાલતાં શિવપુરી પાસે પહોંચ્યા. રસ્તામાં એક સન્યાસીના આશ્રમ આવ્યેા. એ આશ્રમમાં તપસ્વી અને બ્રહ્મચારી તાપસાને જોઈ ને કુમારના મનમાં થયું કે આ તાપસના વિષય વિકારે। તા તપથી બળી ગયા હોય માટે રત્નવતીને અહીં મૂકીને મારા મિત્રની તપાસ કરવા જાઉં. કદાચ ભાગ્યમાં હોય તે એ મળી જાય. પ્રશ્નો આશ્રમમાં જઈ તાપસાને નમસ્કાર કરી ક્ષેમકુશળ પૂછીને કહ્યું હું મારી પત્નીને તમારી પાસે મૂકીને મારા મિત્રની તપાસ કરવા માટે જાઉ છું. આપ એને સાચવજો. હું સાંજે પાળે આવી જઈશ. એમ કહીને તે ચાલી નીકળ્યેા. બ્રહ્મદો વરધનુની ખૂબ તપાસ કરી પણ કયાંય એના મિત્રની ભાળ મળી નહિ, એટલે ખૂબ હતાશ થઈને સાંજે તે તાપસના આશ્રમે આવ્યે. આશ્રમમાં જઈને જીવે તેા ન મળે રત્નવતી કે ન મળે તાપસે, તેથી કુમારની ચિ'તા ખૂબ વધી. બ્રહ્મદત્તકુમાર કહે છે કે ભગવાન ! હું તે કોને શે` ને કોને રડું ! મેં પૂર્વભવમાં કેવા પાપ કર્યાં હશે કે મારા મિત્રનું દુઃખ તે હજુ ભૂલ્યા નથી ત્યાં મારી પત્નીને મને વિયાણ પડચા ! અરેરે....એ કયાં ગઈ હશે ? અહીં કાઈ તાપસ પણ નથી કે હુ` એમને પૂછ્યું.. આ મારી પત્ની કયાં ગઈ હશે ? અરેરે.....મિત્ર ! તું મને મૂકીને ક્રાં ચાલ્યા ગયા ! અરે, રત્નવતી તું પણ મને મૂકીને કયાં ચાલી ગઈ ! આમ અનેક પ્રકારના વિચારો કરતા ચિંતાતુર બનીને આંખમાં આંસુ સારતા બ્રહ્મદત્ત વ્યગ્ર ચિત્તવાળા બનીને રત્નવતીને શોધતા આમથી તેમ ભટકી રહ્યો હતા. એવામાં એક માણસને તેણે જોયા, એટલે કુમારે તેની પાસે જઈને પૂછ્યુ...-ભાઈ ! ગઈ કાલે અગર આજે આપે આવા પ્રકારના વેશવાળી આટલી ઉઉંમરની કઈ સ્ત્રીને જોઈ છે ખરી ? કુમારની વાત સાંભળીને તે માણસે કહ્યું–હા. ગઈ કાલે સાંજના સમયે એક નવયુવાન અને રૂપરૂપને અબાર એવી કન્યાને મેં અહીં ચેાધાર આંસુએ રડતી જોઈ હતી. મે એને પૂછયું દીકરી ! તું કાણુ છે ? અહી કયાંથી આવી છું ને તું શા માટે રડે છે? તારે કયાં જવું છે ? આ પ્રમાણે મેં તેને પૂછ્યુ' એટલે એ રડતી અધ થઈ ગઈ ને એણે મને એના બધા વૃત્તાંત સક્ષેપમાં કહી સ`ભળાવ્યા.
એના વૃત્તાંત સાંભળીને મેં કહ્યું હે પુત્રી! તે તું મારી દોહિત્રી થાય છે, પછી