________________
શારદા સિદ્ધિ
૪૯૯ સંબંધ હતું એટલે અવારનવાર રાજાની પાસે જવાનું બનતું હતું અને પ્રધાન સાથે તે શેઠને ઘણી મિત્રતા હતી એટલે શેઠ વિચાર કરવા લાગ્યા કે રાજાના પ્રધાનજી તે ઘણું ધર્મિષ્ઠ છે. સત્ય, નીતિ અને સદાચારના પ્રેમી છે, અને રાજા પ્રત્યે તે એમને ઘણું માન છે. આ પ્રધાન કંઈ રાજાનું ખૂન કરવા ઉઠે ખરે? આ વાત મારા માનવામાં આવતી નથી. તે હવે મારે રાજા પાસે આ વાતને ખુલાસો કરવો જોઈએ. એક દિવસ રાજા ખુશ મિજાજમાં હતા ત્યારે અવસર જોઈ ને શેઠે પૂછયું સાહેબ ! આપના પ્રધાનજી હમણું કેમ દેખાતા નથી ! અને એમના ઘરબાર આપે જપ્ત કર્યા છે તે સાચી વાત છે?રાજાએ કહ્યું–હા. પ્રધાનજી તે કયાંક ભાગી ગયેલ છે. એ પ્રધાન તે મહા કપટી હતે. એણે મને મારી નંખાવવાનું કાવતરું ગોઠવ્યું હતું પણ મારા અંગરક્ષકના રૂડા પ્રતાપ કે મને મારવા આવેલા ગુંડાઓને એમણે સામનો કરીને મને બચાવી લીધો. અને ગુંડાઓને પકડીને કેદમાં પૂર્યા છે. મેં એમને પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે અમને તે મંત્રીએ ખૂન કરવા મોકલ્યા હતા.
શેઠની ચાલાકીથી ખુલતું થયેલું પાપ” – શેઠે કહ્યું સાહેબ! એમ ગુંડાઓની વાત ઉપર વિશ્વાસ ન રખાય. કદાચ એમ પણ બની શકે કે કાવતરું કરનાર બીજા હોય ને પોતે પકડાઈ ગયા એટલે પ્રધાનનું નામ દઈ દીધું હોય, માટે આ બાબતમાં આપણે ઉંડી તપાસ કરવી જોઈએ. રાજા કહે છે કે હવે કેવી રીતે તપાસ કરવી? ત્યારે શેઠે કહ્યું સાહેબ ! એમાં તે શી મોટી વાત છે? આપે ગુંડાઓને પકડીને કેદમાં પૂરેલા છે ને ? એમને બેલાવીને બરાબર ધમકી આપીને પૂછે કે તમને મને મારી નાખવાનું કેણે કહ્યું હતું ? સાચું બોલશે તે જેલમાંથી કાયમ માટે મુક્ત કરીશ અને સાચું નહિ બેલો તે તમને બધાને ફાંસીએ ચઢાવી દઈશ. આ રીતે પૂછે તે જરૂર આપણને સાચા સમાચાર મળી જશે. શેઠના કહેવા મુજબ રાજાએ ગુંડાઓને બેલાવીને આંખ લાલ કરીને કહ્યું કે હે ગુંડાઓ! તમે સાચું બેલજો કે તમને મારું ખૂન કરવાનું કેણે કહ્યું હતું? જે ખેટું બોલશો તે ફાંસીએ ચઢાવી દઈશ. જ્યાં ફાંસીની વાત આવી એટલે સત્ય વાત તે કહેવી જ પડે. ગુંડાઓએ કહ્યું સાહેબ! અમને તે તમારા રાજકુમારે આપનું ખૂન કરવા મોકલ્યા હતા, અને પકડાઈ જઈએ તે અમને પ્રધાનજીનું નામ આપવાનું કહ્યું હતું એટલે અમે પ્રધાનજીનું નામ
ગુંડાઓની વાત સાંભળીને રાજા ચમક્યા હે....શું? મારા કુમારે જ મને મારવા માટે કાવતરું કર્યું? અને પિતાનું પાપ છૂપાવવા માટે નિર્દોષ અને પવિત્ર એવા મારા પ્રધાનજીને દેષિત ઠરાવ્યા? હવે રાજાને પિતાના પુત્ર ઉપર ક્રોધ આવ્યો ને કહેવા લાગ્યા કે બસ, હવે તે એ પુત્રને જ મારી નાંખું, ત્યારે દયાળુ શેઠે કહ્યું કે જુઓ સાહેબ, તમારા પુત્રને પણ દોષ નથી. દેષ આપને છે. આપના પુત્રને આપનું ખૂન