________________
શારદા સિદિ
૧૩
માત્ર બે ટંક ખાવા માટે લૂખાસૂકો રોટલો ને અગ ઢાંકવા કપડાં તે આપ. જેથી તે નિરાંતે ઉધી શકે. આ સિવાય મારે ખીજી' કંઈ જોઈતુ નથી. હું વિધાતા ! તારી નિર્દયતાની વાત મારે કોને કરવી ? તને આ મારુ દુઃખ એછું લાગતું હતું કે તે મારા સ્વામીને પણ પરદેશ માકલી દીધા! જળ વિના માછલી તરફડે તેમ હું... મારા પતિના વિયાગથી તરફડી રહી છું. તેઓ એક મહિનામાં પાછુ' આવવાનું કહી ગયા હતા. આજે એમને ગયા ખાર ખાર મહિના વીતી ગયા છતાં હજી મને એમના દન થતા નથી. એ મારા સ્વામી કયાં છે એ તા મને કહે. મારા પતિ જ્યાં છે ત્યાં સુખી તેા છેને? એમનુ' શરીર તે સારુ છેને? વાયદો આપીને ગયા પણ હજી કેમ પાછા ફર્યાં નથી ? અરે એ નિષ્ઠુર વિધાતા! તું મને કઈક જવાબ તે આપ. આમ પેાતાના પતિની યાદ આવતા, સુશીલા મેટેથી રડી પડી.
“ચેાધારા આંસુએ રડતા ભીમસેન’ :– પેાતાની પત્નીની આ દશા જોઈને ભીમસેનની આંખમાં ચોધાર આંસુ વહેવા લાગ્યા, અને બેભાન થઈ ને ત્યાં જ પડી ગયા. સુશીલા ખૂબ ચિંતાતુર અને રડતી હાવાથી અવાજ સાંભળી શકી નહિ. ભીમસેન ઘેાડી વારે ભાનમાં આવીને પેાતાના કમને દોષ દેતા કહે છે હે ભગવાન ! હું મારા માળકોને કેવી રીતે સુખી કરું? મારી પત્નીને કેવી રીતે શાંતિ આપી શકું! નિધન અને અકિચન એ જીવાને કેવી રીતે સુખ શાતા આપી શકીશ? અરેરે....આવા જીવને જીવવા કરતાં તે મૃત્યુ ઘણુ... ઉત્તમ છે, માટે હે મારા ભાગ્યવિધાતા! આ દુઃખ હવે હુ જોઈ શકતા નથી. હવે તેા તારી પાસે બે હાથ જોડીને એક જ યાચના કરુ છું. કે મારી જીવન દોરી ટૂંકી કરીને મને ઉપાડી લે. એમ કહીને ભીમસેને પેાતાની પત્ની સુશીલા તેમજ પ્યારા દેવસેન અને કેતુસેન સામે એક મમતાભરી ષ્ટિ ફે`કી અશ્રુભરી આંખે કુટુંબ પિરવારના મેહ છોડી મૃત્યુને ભેટવા ત્યાંથી ચાલી નીકળ્યા.
“ દુઃખનેા માર્યા જીવનના અંત લાવવાના વિચાર કરતા ભીમસેન ” :બધુએ ! આ જીવેાના કેવા ગાઢ કર્મના ઉદય છે કે આટલુ' આટલું દુઃખ પડવા છતાં પણ ભાગ્ય એને સાથ આપતું નથી. કેવા અંતરાય કર્મના ઉદય કે પતિ ઘેર આવ્યે છતાં પોતાના કુટુંબને દુઃખથી મુક્ત કરવા શક્તિમાન ન હેાવાથી કોઈને મળ્યા વિના મન મક્કમ કરીને ચાલ્યા ગયા. પત્ની અને બાળકો માટે અનેક પ્રકારના વિચાર કરતા ભીમસેન ચાલતા ચાલતા નગરની બહાર નીકળી ગર્ચા ને એક વડના ઝાડ નીચે જઈ ને ઉભે રહ્યો. વડની વડવાઈઓ કૃણિધર નાગની જેમ નીચે લટકી રહી હતી. એ જોઈને ભીમસેને વિચાર કર્યાં કે આ વડની વડવાઈ એ વડે હું ગળે ફાંસો ખાઉ", ભીમસેને પેાતાના દુઃખી જીવનના અંત લાવવાના પાકો નિર્ણય કરી લીધા. હવે પેાતાનુ મૃત્યુ નજીકમાં છે એમ સમજીને પેાતાના અંતિમ સમય સુધારવા માટે એકાગ્ર ચિત્તે નવકારમંત્રનું સ્મરણ કર્યું, પછી પેાતાના જીવન દરમ્યાન જે કઈ જાણતાં અજાણતાં