________________
પ૦૨
શારદા સિદ્ધિ તે હું એને શિવપુરી નગરીમાં એના કાકા ધના સાર્થવાહ રહે છે ત્યાં લઈ ગયે. એના કાકા પણ એને જોઈને ખુશ થઈ ગયા છે. અત્યારે એ ત્યાં જ છે. એનું નામ રત્નાવતી છે. તે શું આપ એ રત્નાવતીને શોધી રહ્યા છે ? હા, ભાઈ. આવનાર માણસે પૂછયું કે તે શું એ રત્નાવતી આપની પત્ની છે? કુમારે કહ્યું-હા, ત્યારે માણસે કહ્યું કે તે તે ચાલો. હું શિવપુરીથી આપની શોધ કરવા માટે જ આવ્યો છું. હું આપની શોધ કરતા હતા ત્યાં જ આપ મને મળી ગયા. ચાલો બહુ આનંદ થયે એમ કહીને તે પુરૂષ બ્રહ્મદત્તકુમારને સાથે લઈને શિવપુરી નગરીમાં રત્નાવતીના કાકા ધના સાર્થવાહને ત્યાં પહોંચ્યા. ત્યાં આ બંને જણે આનંદપૂર્વક રહેવા લાગ્યા.
શિવપુર નગરમાં બંને મિત્રોનું થયેલું મિલન” :- એક વખત શિવપુર નગરમાં કઈ માટે મહત્સવ હતે. બહારથી ઘણાં લોકે આ ઉત્સવમાં ભાગ લેવા આવ્યા હતા. બ્રહ્મદત્તકુમાર અને રત્નાવતી પણ ઉત્સવ જેવા માટે ગયા ત્યારે વરધનુ બ્રાહ્મણના વેશમાં ઉત્સવની શેભ જેવા માટે આવ્યા હતા. બ્રાહ્મણના વેશમાં ઉભેલા વરધનુને બ્રહ્મદર ઓળખી ગયો ને દોડતે એની પાસે જઈને બે હાથથી ભેટી પશે. ઘણાં દિવસથી જે મિત્રને શોધવા માટે વનવગડે ભટકતે હતે. એ મિત્ર આમ અચાનક મળી જવાથી જેમ આંધળાને આંખ મળે, ભૂખ્યાને ભોજન મળે, ગરીબને ધન મળે ને વાંઝીયાને પુત્ર મળે ને જેટલો આનંદ થાય એનાથી પણ અધિક આનંદ વરધનું મિત્ર મળવાથી થ. એ સમયને આનદ અવર્ણનીય હતો. વરધનુના મિલનથી કુમારના જીવમાં જીવ આવ્યો. મિત્રના મિલનથી હર્ષોન્મત્ત બનેલા કુમારની બંને આંખોમાંથી શ્રાવણ ભાદરવાની ઝડીઓ વરસવા લાગી. ઘણાં સમયે પોતાનું સ્વજન મળે ત્યારે માણસની આંખમાં હર્ષના આંસુ આવી જાય છે. હવે બ્રહ્મદત્તકુમાર એના મિત્રને પૂછશે કે તું અમને મૂકીને ક્યાં ગયા હતા તે બધી વાત વરધનુ કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:- “ વિધાતાને એલંભા આપતી સુશીલા” :- હે વિધાતા! કઈ અભાગણી માતા પિતાના બાળકને દુઃખી જઈ શકે ! મારાથી હવે મારા આ લાલનું દુઃખ જોયું જતું નથી. કયાં એ રાજકુળના સંતાને! એક વખતના છત્ર પલંગમાં પિઢનારા, મેવા મીઠાઈ જમનારા, સેનાના ઝુલણે ઝુલનારા, સેનાના રત્નજડિત રમકડે રમનારા, કીનખાબ અને ઝરીના વસ્ત્રો પહેરનારાને આજે રોટલાના ને કપડાના પણ સાંસા! કહેવત છે કે વિધાતા માણસને ભૂખ્યા ઉડાડે પણ ભૂખ્યા સૂવાડે નહિ. તે હે વિધાતા ! હું તને પૂછું છું કે એ તારે ન્યાય કયાં ગ? મારા બાલુડા બે દિવસથી ભૂખ્યા સૂઈ જાય છે ને ભૂખ્યા જ ઉઠે છે અને જ્યારે ખાવાનું મળે ત્યારે લખુંચૂકું ને એંઠું મળે છે. અરે ઓ વિધાતા ! તું મારા બાળકને શા માટે હેરાન કરે છે? એમને સુખેથી તું જીવાડ ને એમને રાજ્ય, સેનાના ગુલણિયા, કેશરિયા દૂધ, મેવા-મીઠાઈ, પહેરવા માટે કિમતી પિશાક આ બધું ન આપે તે કંઈ નહિ,