________________
શારદા સિાહ
૪૫
રડવા લાગ્યા. સુશીલાએ બંને બાળકોને છાતી સરસા ચાંપતા કહ્યુ બેટા ! તમે અને ખાવાનું ને ઓઢવાનું માંગેા છે એટલે ક'ઈ હું નથી રડતી.
'
,,
“ પતિની યાદમાં હૈયાફાટ રૂદન કરતી સુશીલા :- બેટા ! આજે આપણે આટલુ દુઃખ વેઠીએ છીએ. આ દુઃખમાં આપણને કાને આધાર છે ? એક તારા પિતાના આધાર છે. એ ગયા ત્યારે મહિનામાં ધન કમાઈને આવવાનું કહી ગયા છે પણ એક મહિનાને બદલે બાર બાર મહિના થઈ ગયા છતાં આવ્યા નહિ. અરે, પૈસા મેાકલ્યા હોત તા પણ મારે તમને ભૂખ્યા ને ઉઘાડા ન રાખવા પડત ને ? હવે આપણી પાસે કંઈ નથી. મને આવી ખખર હાત તે હું એમને જવા જ ન દેત. મને એમની ચિંતા થાય છે કે હજી કેમ ન આવ્યા ? કાણુ જાણે કયારે એમના દર્શન થશે ? મા'માં કંઈ અમંગળ તા નિહ થયુ' હાય ને ? નહિતર આપણને બીજું કંઈ નહિ . તે સદેશેા પણ મેકલે ને ? આવે વિચાર આવતાં હું' રડી પડું છું, ત્યારે અને બાલુડાએ કહે છે ખા! તું અમને કહેતી હતી ને કે એક બે દિવસમાં તારા પિતાજી આવી જશે. માટે તું ધીરજ રાખ. આટલા મહિના આપણે રાહ જોઈ ને કાઢયા હવે શુ' એ ચાર દિવસ નહી. નીકળી જાય ! જરૂર મારા પિતાજી આવી જશે. એમ કહીને અને બાળકો માતાને આશ્વાસન આપે છે. અત્યાર સુધી મા દીકરાઓને આશ્વાસન આપતી હતી હવે દીકરાએ માતાને આશ્વાસન આપે છે. આ બધું દૃશ્ય ભીમસેન ઝૂંપડીની બહાર રહીને ગુપ્ત રીતે જોઈ રહ્યો છે. બહાર ઉભા ઉભા પત્ની અને પુત્રાના શબ્દો સાંભળતા ભીમસેનનું હૃદય વલોવાઈ ગયુ. એ વિચારવા લાગ્યા કે આ લોકો મારા આગમનની કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે આવશે....કાલે આવશે એમ રાજ મારી રાહ જોવે છે ને મારા ઉપર કેવી કેવી આશાના મિનારા બાંધીને દિવસે પસાર કરે છે, ત્યારે હુ તેા ખાલી હાથે આવ્યા છું. અરે, હતું તે પણ ગુમાવીને આવ્યો છું. આ વાત આ ત્રણે જાણશે ત્યારે એમના અરમાન ઉપર કેવી વીજળી તૂટી પડશે ! સુશીલાનું હૈયું તે ભાંગીને ભુક્કો થઈ જશે. હવે ભીમસેન શુ' કરશે તે અવસરે.
વ્યાખ્યાન ન. ૪૮
ભાદ્રરવા સુદ્ર ૧૪ ને મગળવાર
તા. ૪-૯-૭૯
સુજ્ઞ બધુએ! અનંતજ્ઞાની, શાસનસમ્રાટ, શાસ્ત્રના પ્રતિપાદક એવા તીથ કર ભગવતાના મુખકમળમાંથી જે વાણીને ધેાધ છૂટયે તે ગણધર ભગવંતાએ ઝીન્થેા. ભગવાનના મુખમાંથી અથ રૂપે વાણી નીકળે છે અને ગણધર ભગવંતા એની સૂત્ર રૂપે ગૂથણી કરે છે, પછી મહ!ન વિદ્વાન અને બહુશ્રુત આચાય ભગવતાએ એને તાડપત્ર અને પાના—પુસ્તકમાં લખી છે, એ વાણી પરંપરાગત આપણી પાસે આવી છે. જિનેશ્વર